________________
૨૧૭
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
૫૫o
રાજાનાં આવાં વચનો સાંભળી મુનિ ઉપશાંત થયા. તેઓ ઉઠીને ચાલવા લાગ્યા. તેમની પાછળ યક્ષ અને શિલા જેવાં મોટાં બે પત્થરો પણ ચાલવા માંડયા. ત્યારે સર્વ બૌદ્ધજનો અને રાજાએ હાથ જોડી મુનિને વિનંતી કરી કે “આપ સર્વ શ્રેષ્ઠ મુનિ છો, સર્વનાનાથ છો.'..૫૪૭.
રાજાએ કહ્યું, “હે વામી! (આ પત્થરના ભારથી ઘટીમાં પડેલા ચણાની જેમ નગરજનો દબાઈ જશે માટે) તમે કૃપા કરો અમે આપનો ખૂબ અપરાધ કર્યો છે. આજ પછી જો અમે અન્યાય કરીએ તો આપ જરૂર અમને શિક્ષા આપજો”...૫૪૮.
રાજાના આજીજીભર્યાવચનો સાંભળી મુનિએ યક્ષને તથા બે શિલા જેવા મોટા પથરને જે સ્થાને ઉભા રહ્યા તે સ્થાને સ્થાપ્યાં. આ પ્રમાણે આર્ય ખપૂટાચાર્યે જિનશાસનની પ્રભાવના માટે મંત્ર વિદ્યાનો પ્રયોગ કરી પોતાની તથા શાસનની ચારે તરફ કીર્તિ ફેલાવી...૫૪૯,
-દુહા ઃ ૩૭કીર્તિ પસરી અતી ઘણું, પૂર્વ પ્રભાવિક એહ; વલી મૂનિવર આંગિહવા, સહી સંભારું તેહ. ઉબતનમાંહાં સંચયો, મૂની જિનશાશન કાય; ઉઠીગાય આવી પડી, શંકરદેહરાઠામિ. છઠો પરભાવીક સહી, વીદ્યાવંત મૂની સાર; સીધા પ્રભાવીક સાતમો, ઘનતેહનો અવતાર. ચૂર્ણ અંજનશીધ કરી, કરતો શાશન કામ; કલાકેલવિકારણિ, રહિ જગમાંતસ નામ.
...પપ૩ અર્થ : પ્રભાવિક પુરુષો દ્વારા જિનશાસનની ઉન્નતિ થઈ તેમજ ચારે તરફ ખ્યાતિ પ્રસરી ગઈ. વળી જિનશાસનના પ્રભાવક એવા પૂર્વાચાર્યોનું પણ આ સંદર્ભમાં સ્મરણ કરું છું...૫૫૦.
ઉબાતન નામના ગામમાં કોઈ જૈન મુનિ જિનશાસનના કાર્ય માટે ગયા. આ ગામના બ્રાહ્મણોએ દ્વેષભાવથી મૃત ગાયના કલેવરને જિનમંદિરમાં મૂક્યું. વિદ્યા પ્રયોગનાં બળથી જૈન મુનિએ તે મૃત ગાયના કલેવરને શંકરના દોરા (મંદિર)માં મૂક્યું.૫૫૧.
જિનશાસનની ઉન્નતિ માટે વિદ્યાવંત પુરુષો ઉત્તમ છે. તેઓ છઠ્ઠા પ્રભાવક પુરુષ છે. સાતમા સિદ્ધ પ્રભાવક પુરુષ છે. તેમનું જીવન ધન્ય છે...પપર.
તેઓ ચૂર્ણ- અંજનવગેરે સિદ્ધ કરી જિનશાસનની પ્રગતિનાં કાર્યો કરે છે. તેઓ સિદ્ધ કરેલી કળાનો ઉપયોગકારણ વિના કરતા નથી. તેઓ જગતમાં પ્રસિદ્ધ બન્યા છે...૫૫૩.
•,૫૫૧
• ૫૧ર.