________________
૨૧૬
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
દીનવચન મુખ્ય ભાખિજસિં, પાછાદેવલા થયાં તસિં;
જિનશાસન રાખ્યું ત્યાહાંઠામ્ય, કીર્તપસરીઠાંસોઠાંખ્ય. ...૫૪૯ અર્થ : પ્રભાવિક પુરૂષની ભક્તિ કરો. એમના ગુણોને અંગીકાર કરી સ્વયં ગુણવાન બનો. હવે પાંચમા પ્રભાવિક પુરૂષનું જીવન ચરિત્ર પ્રસન્નચિતે સાંભળો...૫૩૬.
વિવિધ પ્રકારની દુષ્કર તપશ્ચર્યા કરતા હોય તેવા તપસ્વીને દેવો પણ નમસ્કાર કરે છે. તેઓ અનેક લબ્ધિ પ્રાપ્ત કરે છે, તેવા તપસ્વી પ્રભાવિક પુરુષ કહેવાય છે...૫૩૭.
તપરવી વિષ્ણુકુમાર મુનિએ જિનશાસનની પ્રભાવના માટે કાર્ય કર્યું. તેમણે નમુચિને (મસ્તકે પગ મૂકી) ચાંપી દીધો અને તેને લાત મારી કાઢી મૂક્યો...૫૩૮.
સનસ્કુમારે ઉગ્ર તપશ્ચર્યા કરી તેથી તેના મુખનું થૂક ચોપડતાં કાયા સુવર્ણમયી બને એવી લબ્ધિ પ્રાપ્ત થઇ..પ૩૯.
આવા પ્રભાવિક પુરુષો જિનશાસનના સ્તંભ સમાન છે. જેમ મસ્તકે મુગટ શોભે છે તેમ જિનશાસનમાં તેઓ શોભાયમાન છે...પ૪૦.
તપશ્ચર્યા કરનારો તપસ્વી કહેવાય છે. તે પાંચમો પ્રભાવિક પુરુષ છે. છઠ્ઠો વિદ્યાવંત પ્રભાવિક છે, જે જિનશાસનના શણગાર સમાન છે...૫૪૧.
વિદ્યામંત્રાદિની સિદ્ધિ પામેલા જિનશાસનમાં એક આર્ય ખપૂટાચાર્ય નામના પ્રભાવશાળી આચાર્ય થયા. (ભૃગુકચ્છ દેશમાં બલમિત્ર નામનો) બૌદ્ધ ધર્મી રાજા જિનશાસનની અવહેલના કરતો હતો. તે રાજાને જીતીને આર્ય ખપૂટાચાર્યે પોતાની ચારે બાજુ કીર્તિ ફેલાવી...૫૪૨.
તે કથા તું ત્રિયોગની એકાગ્રતાપૂર્વક સાંભળ. રાજા બૌદ્ધ ધર્મી હતો. તેણે ઘણા જૈન શ્રાવકોને જબરદસ્તી બૌદ્ધ ધર્મી બનાવ્યા હતા. તેવા સમયે આર્ય ખપૂટાચાર્યે જિનશાસનનો સિંહનાદ કર્યો...૫૪૩.
(વૃદ્ધકર નામના બૌધ આચાર્ય વાદમાં હારી ગયા. મરીને તે યક્ષ થયા. તે જિનશાસન અને તેમના ભક્તજનો પર ઉપદ્રવ કરવા લાગ્યા ત્યારે) આર્ય ખપૂટાચાર્યે રાજમહેલ (યક્ષમંદિર)માં પ્રવેશ કર્યો. (યક્ષનું દમન કરવા તેની છાતી પર પગ મૂકી મૂર્તિ પર ઓઢીને સૂઈ ગયા. પોતાના ઈષ્ટ દેવનું અપમાન થવાથી રાજા ગુસ્સે થયા.) આચાર્યે રાજાને પ્રતિબોધવા માટે યુક્તિ કરી હતી, પરંતુ ગુસ્સે થયેલો રાજા આચાર્ય પર પ્રહાર કરવા લાગ્યો...૫૪૪.
(મંત્ર અને વિદ્યાના પ્રભાવે, તે પ્રહારો (ચાબખા) આચાર્યને ન વાગતાં રાજાની અંતઃપુરની રાણીઓને પીઠમાં હજારગણા થઇ વાગવા માંડ્યા. તેથી તે સમયે રાજ્યમાં રાણીઓ જોરજોરથી બૂમો પાડવા લાગી...૫૪પ.
અંત:પુરનાં રક્ષકોએ આવી રાજાને સર્વ હકીકત જણાવી. ત્યારે રાજાએ મુનિવરના પગે પડી માફી માંગી અને કહ્યું કે, “હે ઋષિમુનિ! હવે બસ કરો. તમે સાચા નિગ્રંથ છો. મેં આપની આશાતના કરી ઘણો મોટો અપરાધ કર્યો છે...૫૪૬.