________________
૨૧૯
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
બળવાન સૈન્ય અને શૂરવીર યોદ્ધાઓની રક્ષા (આજીવિકા) માટે ધન ખૂટયું. કાલકાચાર્ય મુનિએ હાથમાં ચૂર્ણ લઈ લબ્ધિઓનો પ્રયોગ કર્યો...૫૫૭.
કુંભારના નિંભાડામાંથી ઈટ લઈ તેમણે ચૂર્ણ પર મૂકી. ઈટ સુવર્ણમથી બની ગઈ. તે સુવર્ણ તેમણે સુભટોને વહેંચી આપ્યું. સર્વ સુભટો યુદ્ધ માટે તૈયાર થઈ ગયા...૫૫૮.
તેમણે રાજા ગર્દભીલના રાજ્યને ચારે તરફથી ઘેરી લીધું. ત્યાં ભયંકર યુદ્ધ થયું. યુદ્ધ કરતાં ગર્દભીલ રાજા પરાજિત થયો ત્યારે તેને ગર્દભી વિદ્યા યાદ આવી...૫૫૯
વિદ્યાનું સ્મરણ કરી રાજાએ ભૂખી ગર્દભી વિદુર્વા, તે ગર્દભી છાવણીમાં જઈ લશ્કરનાં સૈનિકોને કરડવા લાગી અને રાત્રે ભૂંકવા લાગી. તેથી ડરીને સૌ ભાગવા માંડ્યાં (લશ્કરમાં નાસભાગ થવા લાગી) ત્યારે કાલકાચાર્ય મુનિએ પોતાની વિદ્યાનો પ્રયોગ કર્યો...૫૬૦.
એકસો સાઇ અજોડ ધનુર્ધારી કે જેમનો એક પણ બાણ નિષ્ફળ ન જાય એવા ધનુર્વિદ્યાના નિષ્ણાંત નરોએ તે ગર્દભીને એક સ્થાને સ્થિર કરી બાંધી દીધી...પ૬૧.
ગર્દભી ભૂંકવા લાગી તે સમયે યોદ્ધાઓએ તેના મોઢામાં એકસોને આઠ બાણ માર્યા. ગર્દભીનું મુખ બાણો વડે ભરાઈ જતાં ભૂકવાનું બંધ થયું...૫૬૨.
ગદંભી ભૂકી ન શકી તેથી તે અપમાનિત થઈ ત્યાંથી ભાગી ગઈ. આ પ્રમાણે ગઈભીલ રાજા હારી ગયો. તેણે સાધ્વીજીને છોડી દીધાં. સાધ્વીજી પોતાના સ્થાને ગયા...૫૬૩.
-દુહા : ૩૮સાધવનિલેઈ આવીયા, વરત્યો જિજિકાર; કાલિકાચાર્ય મૂનીવ, જિનસાશન શણગાર. સાશન રુપપ્રાસાદ પરિ, એ મૂની કલસસમાંન્ય; સાશન રુપ આભર્ણમા, એ મૂની મૂગટ જ માન્ય. એહ પ્રભાવીક નર સહી, એહમાં સમકિત સાર; જેહઅશા ગુણ આદરિ, સમકતતસનીરધાર.
...૫૬૬ એહ પ્રભાવીક સાતમો, આઠમોતે કવીરાય; જેહથી જિનશાસન રહિ, ત્રંતુ કામ થાય.
...૫૬૭ અર્થ - કાલકાચાર્ય મુનિ જિનશાસનના સાધ્વીજીને લઈ આવ્યા, તેથી સર્વત્ર જય જયકાર થયો. કાલકાચાર્ય મુનિ જિનશાસનરૂપી આભૂષણમાં મુગટ સમાન સર્વ શ્રેષ્ઠ છે...પ૬૪.
તેઓ જિનશાસનરૂપી પ્રાસાદ ઉપર કળશ સમાન છે, તેમજ જિનશાસનરૂપી આભૂષણમાં મુગટ સમાન સર્વશ્રેષ્ઠ છે...પ૬૫.
આ પ્રભાવક પુરુષ છે. તેઓમાં ઉત્તમ સમકિત હોય છે. જે જિનશાસનની ઉન્નતિ માટે આવા ગુણોનું આચરણ કરે છે. તેને ચોક્કસ (નિશ્ચિત) સમકિત હોય છે...પ૬૬.
•૫૬૪