________________
૧૩૯ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ હિસાકારી પ્રવૃત્તિ છે તેને ધર્મ કહેવો એ મિથ્યાત્વ છે. આચાર્ય હેમચન્દ્રજી મહારાજ કહે છે -
नधर्म हेतु विहितापि हिंसा, नोत्सृष्टमन्यार्थ मपोद्यते च।"
स्वपुत्र धातानृपतित्व लिप्सा, सब्रह्मचारी फुरितं परेषाम् ।। અર્થ : વેદ વિહિત હોવા છતાં હિંસા ધર્મનો હેતુ નથી. ઉત્સર્ગ અને અપવાદનો ઉદ્દેશ્ય એક જ હોય. હિંસામાં ધર્મ માનવો એ પોતાના પુત્રને મારી રાજ્ય મેળવવાની અભિલાષા સમાન નિંદનીય છે. હિંસામાં ધર્મ માનવો, એ અધર્મ માનવારૂપ મિથ્યાત્વ છે. • ધર્મને અધર્મ માનવો અહિંસામયશુદ્ધ ધર્મને અધર્મ કહેવો એ મિથ્યાત્વ છે.
શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે –
સર્વ પ્રાણી (બેઈકિયાદિ), સર્વ ભૂત (વનસ્પતિ), સર્વ જીવ (પંચેન્દ્રિયો અને સર્વ સત્વ (પૃથ્વીકાયાદિ) આદિને દંડાથી પ્રહાર કરવો નહિ, તેમના પર હુકમ ચલાવવો નહીં, તેમને ગુલામની જેમ
અધિકારમાં રાખવા નહીં. તેમને શારીરિક અને માનસિક સંતાપ આપવો નહીં. તેમને પ્રાણ રહિત કરવાં નહીં. આ ધર્મ શુદ્ધ, નિત્ય અને શાશ્વત છે. લોક સ્વરૂપના જ્ઞાતા તીર્થકરોએ પ્રતિપાદિત કર્યો છે.
તીર્થકરોએ આગમ વાક્ય દ્વારા અહિંસાને શાશ્વત અને શુદ્ધ ધર્મ કહ્યો છે. એવા અહિંસામય ધર્મને અધર્મ માનવો એ મિથ્યાત્વ છે. • અમાર્ગને માર્ગ અને માર્ગને અમાર્ગ માનવો જે સંસાર વૃદ્ધિનું કારણ છે તેવા ઉન્માર્ગને મોક્ષમાર્ગ માનવો તેમિથ્યાત્વ છે. શ્રી સૂત્રકૃતાંગ સૂત્રમાં માર્ગ અધ્યયનમાં મોક્ષમાર્ગનું સ્વરૂપદર્શાવેલ છે.
પૃથ્વીકાય આદિ છ જવનિકાયની હિંસામાં ધર્મ માનવો એ મિથ્યાત્વ છે. દેવી-દેવતાઓને બલિ આપવો, સ્નાન અને યજ્ઞાદિ કરવાં, મધ-માંસ, મૈથુન આદિ સેવનમાં ધર્મ માનવો એ ઉન્માર્ગને માર્ગ સમજવા રૂપ મિથ્યાત્વ છે. • જીવને અજીવ અને અજીવને જીવ માનવાઃ જીવ અને અજીવના સ્વરૂપને જાણ્યા વિના મોક્ષમાર્ગની સાધના સફળ ન થાય. આગમમાં કહ્યું છે કે –
जोजीवेऽविणजाणइ, अजीवेऽविणजाणइ।
जीवाजीवे अयाणतो, कहं सो नाहीई संजमं ।। અર્થ : જે જીવ, અજીવ કે જીવાજીવને જાણતો નથી તે સંયમનું પાલન કેવી રીતે કરી શકે? સૂક્ષ્મ ચેતનવાળા જીવોમાં જીવત્વ સંબંધી શંકા કરવી એ જીવ સંબંધી મિથ્યાત્વ છે.
| વેદાંત દર્શન અનુસાર “સમસ્ત જીવ-અજીવાદિ બ્રહ્મના પર્યાય છે. તેમની માન્યતા અનુસાર ઘટ આદિ જડ પદાર્થ જીવ કહેવાય. તે બ્રહ્મ (ચેતન)ની પર્યાય છે. આ પ્રમાણે અજીવને જીવ માનવા એ મિથ્યાત્વ
• સાધુને અસાધુ અને અસાધુને સાધુ માનવા જે પાંચ મહાવ્રતનું પાલન કરે છે, વળી પાંચ સમિતિ અને