________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
(૧)સૂત્ર સિદ્ધાંતની શુશ્રુષા અર્થાત્ સ્વાધ્યાય ક૨વાની ભાવના : ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ શાસ્ત્રની વ્યાખ્યા કરતાં કહે છે शासनात् त्राणशतेश्च बुधैः शास्त्रं निरुच्यते । वचनं वीतरागस्य तत् तु नान्यस्य कस्यचित् ।।
૩૦
૧૭૩૯
અર્થ : જેમાં આત્મ વિષયક જ્ઞાન હોય, જેમાં કષ-છેદ-તાપદ્વારા કસોટી કરવાના અનેક ઉપાયો યોજાયાં હોય, દરેક વસ્તુને અનેકાંત દ્રષ્ટિથી સમજાવવામાં આવી હોય, દુર્ગતિમાં પડતા જીવોને બચાવી ક્રમિક ઉન્નતિ દ્વારા સર્વ ઉપાધિથી મુક્ત કરાવવાનો જેનો મુખ્ય ઉદ્દેશ હોય તેવા વીતરાગના વચનોને શાસ્ત્ર (આગમ) કહેવાય છે.
બુદ્ધિમાન જીવ આગમ વચનની કષ, છેદ અને તાપ દ્વારા કસોટી કરે છે. આગમમાં વિધિ-નિષેધ દર્શાવેલ છે, તે કષશુદ્ધ આગમ છે. વિધિ અને નિષેધ અનુસાર સ્વહિતથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય વચનો દર્શાવવામાં આવેલ હોય, તે છેદશુદ્ધ આગમ છે. વિધિ-નિષેધ યુક્ત, સ્વહિતઅનુસાર, સ્યાદ્વાદયુક્ત વચનો, તે તાપશુદ્ધ આગમ છે.
સ્યાદ્વાદ મંજરી શ્લોક-૩૮ની ટીકામાં કહ્યું છે-આપઘનાવાર્વિભૂતમર્થ સંવેતનમામઃ ।" આપ્ત વચનથી ઉત્પન્ન અર્થ (પદાર્થ)નું જ્ઞાન તે આગમ છે. સમકિતીને જિનદેવ અને જિનાગમો પ્રત્યે અત્યંત રુચિ હોય છે. સમકિતી જીવની તત્ત્વ શુશ્રુષા દર્શાવતાં ગ્રંથકાર કહે છે
भोगि किन्नरगेयादि विषयाऽऽधिक्यमीयुषो ।
शुश्रूषाऽस्य न सुप्तेशकथाऽर्थ विषयोपमा ।।
અર્થ : ભોગી પુરુષને કિન્નર વગેરેના ગીતો સાંભળવાની તીવ્ર અભિલાષા હોય છે, તેના કરતાં વધુ પ્રબળ ધર્મશુશ્રુષા સમકિતી જીવને હોય છે. કામીને કામવર્ધક ગીતોમાં જે આનંદ આવે તેનાથી ચઢિયાતો આનંદ સમકિતીને જિનવચન શ્રવણમાં આવે છે.
પથારીમાં સૂવાનો પ્રયાસ કરતાં આડા પડેલા રાજા ઊંઘ લાવવા કથાકારની કથા ઉપલક રીતે સાંભળે છે. તે સમયે રાજાનો આશય ધ્યાનથી કથા સાંભળવાનો હોતો નથી. ઊંઘ સમાન લૌકિક પ્રયોજનના અર્થે સમ્યગ્દષ્ટિ જીવ જિનવાણીનું શ્રવણ ન કરે. તેવું કરવાથી જિનવચનની લઘુતા થાય છે. આત્મસુખ ઉપાદેય છે. તેને પ્રાપ્ત કરવાનું અમોઘ સાધન જિનવાણીનું શ્રવણ છે તેથી સમકિતી જીવ ક્ષયોપશમ ભાવથી જિનાગમને સાંભળે છે. આવી શુશ્રુષા પરમહિતકારી બને છે. જિનવચન ઈન્દ્ર અને ચક્રવર્તી જેવું શ્રેષ્ઠ પદ અપાવનાર છે તેમજ કર્મ નિર્જરારૂપ સત્ સિદ્ધિથી યુક્ત છે. ગીતામાં ધર્મશ્રવણની અગત્યતા પર ભાર મૂક્યો છે. ગીતામાં ધર્મ શ્રવણને પરમ શાંતિનો માર્ગ કહ્યો છે .
૩૩
૩૪
૩૫
સમકિતી જીવ શાસ્ત્રને અનુસરે છે કારણકે શાસ્ત્રની ભક્તિ મુક્તિની દૂતી છે. શાસ્ત્ર ચિત્તની શુદ્ધિ કરે
છે.