________________
ર૦૬
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે
(૪) પરાસંડ પ્રશંસા: પરાસંડ પ્રશંસા= કુતીર્થિઓની પ્રશંસા કરવી.
શ્રી સ્થાનાંગસૂત્રમાં સાત પ્રકારની વિકથાઓ દર્શાવી છે. તેમાં છઠ્ઠી વિકથાનું નામ દંસણભેચણી છે. જેનો અર્થ આચાર્ય અભયદેવસૂરિએ આ પ્રમાણે કર્યો છે
જ્ઞાનાપતિશયિતનુર્ચિત પ્રશંસારિજા જ કુતીર્થિઓની પ્રશંસા કરવાથી, તેમની તરફના આકર્ષણથી ખેંચાઈને કેટલાક લોકો જૈન ધર્મને છોડી અન્યમતના અનુયાયી બને છે. તેથી સમ્યગદર્શનની સુરક્ષા માટે જીવનમાં વિવેકની જરૂર છે.
જૈન આરાધનાનો માર્ગ ટ્રાફિક સિગ્નલ જેવો છે, જેમાં અસીમ ઘેર્યતા, પૂર્ણ સ્થિરતા અને દરેક પળની જાગૃતિની આવશ્યકતા છે. શાસ્ત્રકારો આ માર્ગમાં એક બાજુ પ્રમાદ છોડી અપ્રમાદી બનવાનું કહે છે, તો બીજી બાજુ ધીરતા અને સાવધાનીપૂર્વક પગલાં ભરવાનું કહે છે.
મોક્ષમાર્ગ એ મહારથીનો માર્ગ છે. માર્ગ ચૂકાઈ ન જાય તેનું પૂરે પૂરું લક્ષ્ય રાખવાનું છે. સાધનાના માર્ગે પ્રયાણ કરવા સાપેક્ષ દૃષ્ટિની આવશ્યકતા છે. ઉપાધ્યાયજી મહારાજ સાહેબ ચેતનજ્ઞાન અજુવાળીએમાં કહે છે -
અન્યમાં પણ દયાદિક ગુણો, જે જિનવચન અનુસારરે.
સર્વતે ચિત્ત અનુમોદીએ, સમકિત બીજ નિર્ધારરે. અનુમોદન- પ્રશંસાને સમકિતનું બીજ છે. શ્રી ભગવતીસૂત્રની ટીકામાં કહ્યું છે કે, ભગવાન મહાવીરે અન્ય દર્શની એવા શિવરાજર્ષિની પ્રશંસા કરી હતી. તેમણે પ્રભુના મુખેથી ઉત્તર સાંભળી પોતાનો સંશય ટળી જતાં સમકિત પ્રાપ્ત કર્યું. અન્યના હૃદયસ્પર્શી ગુણો અનુમોદનીય છે. તે સમકિત પ્રાપ્તિનું કારણ છે. વિવેકપૂર્વકની દ્રષ્ટિએ મોક્ષમાર્ગ છે.
કડી ૪૮૫ થી ૪૮૯માં દર્શાવેલ વાત બાલ જીવોની અપેક્ષાએ છે. સિવાય જેનદર્શન અનેકાન્ત દર્શન છે. હરિભદ્રસૂરિ મહારાજે પણ અન્ય દર્શનના ઉત્તમ તત્વોની પ્રશંસા કરી છે, પણ બાળજીવો મિથ્યાત્વની પ્રશંસા કરવાતે માર્ગ પર દોરવાઈન જાય, એદષ્ટિએ સમકિતની રક્ષા માટે આ વાતને દૂષણરૂપે ગણાવી છે.
- દુહા ઃ ૩૩ચોથું દૂષણ એ કહ્યું, ટાલિં સમકીથ હોય, પરીચય મીથ્યાત્વી તણો, પંચમદૂષણ સોય.
..૪૯૦ અર્થ : આ સમકિતનું ચોથું દૂષણ છે. તેનો ત્યાગ કરવાથી સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. મિથ્યાત્વીનો પરિચયરૂપ સમકિતનું પાંચમું દૂષણ છે..૪૯૦.
પાંચમુ દૂષણ – પરપાખંડ સંથવો ઢાળ : ૨૯ (દેશી: રત્નાસાર કુમારની પહિલી) સોય દૂષણ ટાળો નરનારી, હઈડઈ બુધિવિચારી રે; મિથ્યાત્વીનો પરીચઈ કરતાં, રાખો આતમવારીરે.
••.૪૯૧