________________
૨૦૫
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
સાધુનાં આચારો પ્રત્યે સૂગ કે અણગમો એટલે અરિહંત પ્રત્યે અશ્રદ્ધા, જે સમકિતનું દૂષણ હોવાથી અતિચાર છે.
-દુહા - ૩રત્રીજૂદૂષણ એ સહી,ટાલિંસમકીત સાર, ચોથા દૂષણ તણો હવઈ, સૂણયો સકલ વીચાર.
..૪૮૪ અર્થ : આ વિતિગચ્છા (વિતિગિચ્છા) નામનું ત્રીજું દૂષણ છે. તેનાથી સમકિત નષ્ટ થાય છે. હવે ચોથા દૂષણનું સ્વરૂપ કહું છું. તે સાંભળો...૪૮૫.
...૪૮૫
...૪૮૭
૪૮૮
ચોથું દૂષણ - પરપાખંડ પ્રશંસા
ઢાળ : ૨૮ (ત્રિપદીનો) ચઉર્દૂદૂષણ કહીઈ એહ, મીથ્થા ધર્મ પ્રસંસ્યો જેહ; પાતીગ લાગું તેહ. હો ભવીકા. જે જગહાં કઈ ધર્મ અસાર, પ્રસંસતાંવાધિસંસાર; સમીત ન રહિ સાર. હોભવીકા.
..૪૮૬ (જ) યમતાવડથી નાહસિહ, મીથા અણઈ સમીકીત છે; રોવિણસિદેહ. હો ભવીકા. જોહનિ વલગુ મીથ્યા રોગ, સમકતદેહેતસ નહી નીરોગ; દૂલહાશ્રુભગત્યયોગ. હો ભવીકા. શ્રી જિન કહઈ જે સમકતધારી, મીથ્યાત્ય મકરો મનોહારી; દૂષણતજો નરનારી. હો ભવીકા.
..૪૮૯ અર્થ જેમિથ્યા ધર્મની પ્રશંસા કરે છે. તેને પાપકર્મનો બંધ થાય છે. આ સમકિતનું ચોથું દૂષણ છે...૪૮૫.
જગતમાં જે અસાર ધર્મ છે. તેની પ્રશંસા કરતાં અનંત સંસારની વૃદ્ધિ થાય છે અને સમકિત નાશ પામે છે...૪૮૬.
જેમ સૂર્યના તાપથી ધરતીની ભીનાશ નાશ પામે છે, રોગથી દેહ વિણસે છે, તેમ મિથ્યાત્વથી સમકિતનો છેદ (ક્ષય) થાય છે...૪૮૭.
જેને મિથ્યાત્વનામનો રોગ થયો છે, તેનો સમકિતરૂપી દેહ નિરોગી નથી. તેને શુભગતિનો યોગ થવો દુર્લભ છે...૪૮૮.
શ્રી જિનેશ્વર ભગવંત કહે છે કે, જે સમકિતધારી છે તેણે મિથ્યાત્વીની અતિ પ્રશંસા ન કરવી. સમકિતના આ દૂષણનો સર્વનર નારીઓએ ત્યાગ કરવો જોઈએ...૪૮૯.