________________
૨૦૪
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે દીવો અંધકારના સમૂહનો નાશ કરે છે. રસાયણ રોગના સમૂહનો નાશ કરે છે. અમૃતબિંદુ વિષનો નાશ કરે છે તેવીજ રીતે ધર્મ પાપના સમૂહનો નાશ કરે છે તેથી ધર્મના ફળ પ્રત્યે નિઃશંક રહેવું.
શ્રી જ્ઞાતાસૂત્રમાં પણ કહ્યું છે કે જિન પ્રવચનમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ન કરવી. જિનદત્તપુત્રને ઈડામાંથી મોર મળશે જ એવી શ્રદ્ધા હતી. તેણે ઈંડાને હલાવ્યા વિના પોષણ થવા દીધું, તેથી તેને મોરનું બચ્ચું પ્રાપ્ત થયું, પરંતુ સાગરદતપુત્રે ઈડામાંથી મોર પ્રાપ્ત થશે કે નહીં ? તેવી શંકાથી વારંવાર ઈડાને ઉથલાવ્યા તેથી તેને મોર પ્રાપ્ત ન થયો.
સમકિતી જીવ જિન પ્રવચન પ્રતિ નિઃસંદેહ હોય. પણ ગટ્ટ, હે પરમે, શેરે ગદ્દે જિનશાસન અર્થરૂપ, પરમાર્થરૂપ છે. બીજું બધું અનર્થ છે. જે જીવ જિન પ્રવચન પ્રતિ શંકાશીલ બને છે તે જિનધર્મથી ભ્રષ્ટ બને છે. સંદેહ એ અનર્થનું કારણ છે. નિઃસંદેહ એ વિકાસનું કારણ છે.
વિચિકિત્સાનો બીજો અર્થ સદાચારમાં રહેલા મુનિઓના મલિન વસ્ત્રો અને ગાત્ર (શરીર) જોઈને અણગમો કરવો. તેઓ અચિત્ત જળથી અંગનું પ્રક્ષાલન કરે તો શું દોષ લાગે? આવા પ્રકારની નિંદા કરવી એ વિચિકિત્સા દોષ છે.
જૈન શ્રમણો અહિંસા પ્રેમી છે. કરુણાના ભંડાર છે. તેઓ પાણીના જીવોને જીવ તરીકે માને છે. પાણીના જીવો કુમળા છે, તેમની વિરાધના ન થાય તેથી જીવદયાના રક્ષક સાધુઓ સ્નાન કરતા નથી. અહિંસા, સંયમ, તપ અને ત્યાગરૂપી જળ વડે તેઓ પોતાના આત્માની મલિનતા સાફ કરે છે. જેનો આત્મા વિશુદ્ધ છે તેને બાહ્ય શરીરની શુદ્ધિની શું અપેક્ષા? જગતના બાળ જીવો બાહ્ય શરીરની સુંદરતા જુએ છે, પણ આત્માની મલિનતા, કાલિમાને ધોતા નથી. તેથી જ શ્રમણો જગતથી નિરાળા છે. સાધુઓ પ્રત્યે દ્વેષભાવ રાખવાથી હરિકેશી મુનિની જેમ નીચ ગોત્ર કર્મ બંધાય છે. સમકિતી જીવની સર્વવિરતિ ધર્મ સ્વીકારવાની જ અભિલાષા હોય છે. શ્રીમદ્જી પણ કહે છે -
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?
ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો. શ્રી ચિદાનંદજી સ્વામી કહે છે –
વાર અનંતી ચૂક્યો ચેતન, ઈણ અવસર મત ચૂક. ગુરુ આદિની આશાતના તીવ્રદર્શન મોહનીય કર્મના ઉદયથી થાય છે. બીજાની ટીકા-ટીપ્પણ નિંદા કરનાર માર્ગાનુસારી ગુણથી પણ પતિત બને છે.
કવિ ઋષભદાસે કડી ૪૮૧માં ચતુર્વિધ સંઘને સુવર્ણ કળશની ઉપમા આપી છે. સુવર્ણ કળશની જેમ ચતુર્વિધ સંઘ કિંમતી અને શ્રેષ્ઠ છે. તેમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સમાવેશ થાય છે. ચતુર્વિધ સંઘની નિંદા કરનાર ભયંકર કોટિનાં પાપકર્મો બાંધે છે. તેથી કવિ કહે છે, નિંદા કરવામાં તીવ્ર રસ આવે તો હરિકેશી મુનિની જેમ પોતાના દોષોની નિંદા કરવી. સ્વદોષદર્શન કરનાર સદ્ગતિ પ્રાપ્ત કરે છે. * હરિકેશી મુનિની કથા : જુઓ પરિશિષ્ટ વિભાગ