________________
૧૮૩
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
બ્રાહ્મણ હતા. તે નાનો હતો ત્યારે પિતાનું મૃત્યુ થયું...૩૯૫.
નંદિષેણ બાળક હતો ત્યારે તેને તેના મામા (માતાપિતાના મૃત્યુથી) ઘરે લાવ્યા. નંદિષેણ ઘરના કામો નિત્ય કરતો. આ રીતે તેણે દુઃખમાં સમય પસાર કર્યો...૩૯૬.
નંદિષેણે સમય જતાં યૌવન અવસ્થામાં પ્રવેશ કર્યો પરંતુ તેની સાથે કોઈ નારી વિવાહ કરવા તૈયાર ન હોવાથી તે કુંવારો રહ્યો...૩૯૭.
નગરનાં અનેક યુવાનોનાં લગ્ન થતાં જોઈ નંદિષણને પણ લગ્ન કરવાનું મન થયું, પરંતુ કોઈ સ્ત્રી તેને પરણવા તૈયાર ન થઈ. તેથી તેનું મન બળ્યા કરતું હતું..૩૯૮.
નંદિષણનું મન લગ્ન ન થવાથી ઉદાસ રહેતું હતું. તેથી મામાએ કહ્યું કે(મારી સાત પુત્રીઓમાંથી) “મારી એક પુત્રીને મનાવીને તને પરણાવીશ”...૩૯૯.
નંદિષેણ મનમાં ખુશ થયો. તે ઝડપથી મામાની સાત પુત્રી બેઠી હતી ત્યાં આવ્યો..૪૦૦.
ત્યાં આવીને નંદિષેણ વિનયપૂર્વક બોલ્યો, “હે કન્યાઓ ! શું તમે મારી સાથે લગ્ન કરશો?'' કન્યાઓએ ઉત્તર આપ્યો, “તને કોણ પરણે? તું તો કદરૂપો અને દુર્ગધી છે..૪૦૧.
અગ્નિમાં બળવું, વિષ ખાવું, કૂવામાં કૂદવું એ જગતમાં સારી વાત છે, પરંતુ તારા જેવા સાથે વિવાહ કરી તારી પત્ની બનવું એ જગતમાં ખરાબ વાત છે"...૪૦ર.
(મામાની દીકરીઓના) કટુવચનો સાંભળી નંદિષેણને ખૂબ ગુસ્સો આવ્યો. તે તરત જ ત્યાંથી પાછો ફર્યો. ભૈરવઝપ કરી તત્કાલ મૃત્યુ પામવાના ઈરાદાથી નંદિષેણ પર્વત પર ચઢયો. ત્યાંથી આપઘાત કરવા તૈયાર થયો....૪૦૩.
ત્યારે તેને અચાનક એક જૈન મુનિ મળ્યા. તેમણે નંદિષેણને પાસે બોલાવી સમજાવ્યો. “તું શા કારણથી આત્મહત્યા કરે છે? આત્મહત્યા કરવાથી મનુષ્ય નરકભૂમિમાં જાય છે'.૪૦૪.
નંદિષેણે મુનિને કહ્યું કે “હું આ ભવમાં ખૂબ દુઃખી છું. મને કોઈ સ્ત્રી પરણતી નથી. મારું આવું જીવન શું કામનું? મારો સંસાર કેમ વસે?'..૪૦૫.
ત્યારે મુનિવર કહે છે કે, “તું આપઘાત કરીને મૃત્યુ પામીને દુઃખી થઈશ. જેમ દેવલોકનાદેવોને ઘણી દેવીઓ દ્વારા પ્રેમ પ્રાપ્ત થાય છે. જો તારે નારીવલ્લભ બનવું હોય તો સંયમ અંગીકાર કર'...૪૦૬.
મુનિના વચનોથી નંદિષેણ જાગૃત થયો. તે પ્રતિબોધ પામ્યો. તેણે સંયમ અંગીકાર કરી પંચમહાવત સ્વીકાર્યા. તે હવે પાંચે ઈન્દ્રિયો પર નિયંત્રણ કરવા લાગ્યો....૪૦૭.
સંયમ અંગીકાર કરી નંદિષણમુનિએ ચાર અભિગ્રહ ધારણ કર્યા (૧) નિર્દોષ અને શુદ્ધ આહાર ગ્રહણ કરું (૨) યાવતું જીવન સુધી છઠ્ઠ (બે ઉપવાસ) ના પારણે છઠ્ઠ ઉપવાસની તપશ્ચર્યા કરું. (૩) ક્રોધનો ત્યાગ કરું...૪૦૮.
(૪) સાધુ સંતોની સેવા કરું. તેમને આહાર પાણી તથા જે જોઈતું હોય તેની સુવિધા કરી આપું આ રીતે હું સર્વની સેવા કરું..૪૦૯.