________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
જેને સંદેહ નથી તેનું સમકિત પ્રશંસનીય છે...૪૬૧.
સમ્યક્ત્વનું દ્વાર-પાંચમુંઃ દૂષણ – પાંચ. શંકા ઢાળ : ૨૫. (દેશી : અણસણ એમ આરાધિંઈ) ભલ સમકીત જગ્ગી તેહનું, ટાલિ દૂષણ જેહ રે; વીર વચન સંધે ધરઈ, પહિલું દૂષણ એહ રે.. નવ્ય સમકીત રે વીરાધીઈ.આંચલી. બાર સર્ગ રે વીરિ કહ્યા, ઉપરિ નવગ્રહીવેખ રે; સમકીત હોયિ તસ દોહલું, સંકા રહિ મન્ય રે ખરે. પંચ વીમાંન છઈ ઉપસિઁ, ઊંચી મૂગત્ય શલાય રે; તે ઉપરિ સીધ જિન કહિ, ત્યાહા નર ધરતો શંકાય રે. નવ્ય. જિન પ્રતમા કહી સારવતી, અસંખ્યા દેવ વીમાંન રે; વીર વચન નવ્ય ચીત ધરિ, હાઠિ નર તણી સાન રે. સાતિ નર્ગ પઈઆલિમાં, દ્વીપ સમુદ્ર અસંખ્યરે; પ્રથવી મેર છિ સ્યાવતાં, મુઢ ઉથાપના મુખ્ય રે. નથ. અર્થ : આ જગતમાં જે સમકિતના દૂષણોનો ત્યાગ કરે છે. તેનું સમકિત શ્રેષ્ઠ છે. વીર વચનમાં સંદેહ ક૨વો એ સમકિતનું પ્રથમ દૂષણ છે ...૪૬૨.
...૪૬૬
ભગવાન મહાવીર દેવે બાર દેવલોક કહ્યા છે. તેની ઉપર નવ ગ્રેવેયક છે. તીર્થંકરના વચનોમાં જો મન શંકાશીલ રહે તો સમકિત પ્રાપ્ત થવું દુર્લભ છે...૪૬૩.
નથ.
નથ.
..૪૬૨
...૪૬૩
...૪૬૪
૧૯૭
...૪૬૫
(નવત્રૈવેયક ઉપર) પાંચ અનુત્તર વિમાન છે. તેની ઉપર મુક્તિશિલા છે. ત્યાં સિદ્ધ ભગવંત છે ; એવું જિનેશ્વર દેવ કહે છે. અજ્ઞાની જીવ ત્યાં પણ શંકા કરે છે...૪૬૪.
અસંખ્ય જિન પ્રતિમાઓ તથા અસંખ્ય દેવ વિમાનો શાશ્વતા છે. જે મનુષ્યની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે તેવા મનુષ્ય જિનવચનોને ચિત્તમાં ધારણ કરતા નથી...૪૬૫.
સાત નરક પાતાળમાં છે. અઢી દ્વીપમાં અસંખ્ય સમુદ્ર છે. આ પૃથ્વી ઉપર મેરૂ પર્વત છે. તે સર્વ શાશ્વત છે . અજ્ઞાની મનુષ્ય વીરવચનથી વિપરીત પ્રરૂપણા (ઉથાપના ) કરે છે...૪૬૬.
♦ દૂષણ :
જે પદાર્થ જે રીતે છે, તેને તે રૂપે માનવા તેનું નામ સમકિત છે. સમકિત અતિ અણમોલ છે. ત્રિયોગની શુદ્ધિથી વિચલિત થયેલો જીવ સમ્યક્ત્વનું વમન કરે છે. તેમાં મુખ્યત્વે પાંચ દૂષણો ભાગ ભજવે છે .
શ્રી આવશ્યક સૂત્રમાં તેને દર્શનનાં પાંચ અતિચાર કહ્યા છે. (૧) શંકા, (૨) કંખા, (૩) વિચિકિત્સા,