________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
એકાંત સમકિતી છે. સર્વાર્થસિદ્ધ વિમાનની બાર યોજન ઉપર શિરના ભાગે સિદ્ધ શિલા છે.
સિદ્ધશિલા નામની પૃથ્વી મનુષ્યક્ષેત્ર પ્રમાણ ૪૫ લાખ જોજન વિસ્તારવાળી છે. તે જોજનના ઉપરના ગાઉના છઠ્ઠા ભાગમાં (૩૩૩ થી ૧૫૩) લોકાગ્રને અડીને સિદ્ધ ભગવાન રહે છે. જે સ્થાન ઉપર એક સિદ્ધ છે તે જ સ્થાન પર અનંત સિદ્ધ છે. આખું ક્ષેત્ર સિદ્ધ ભગવંતોથી વ્યાપત છે. તેમને ક્ષાયિક અને પારિણામિક ભાવ છે. તેમની સ્થિતિ સાદિ અનંત છે. શ્રી ઉવવાઈસૂત્રમાં સિદ્ધ ભગવંત અને સિદ્ધશિલાનું વર્ણન છે.
• અધોલોક : તેમાં સાત નરક છે. તે નરકો ઊંધી કરેલી છત્રી જેવી છે. એક નાની તેની ઉપર મોટી એ રીતે ગોઠવેલી હોય તેવી લાગે છે. નરકમાં કૃષ્ણ-નીલ અને કાપોત આ ત્રણ અશુભ લેશ્યા છે. તેના નામ, ગુણ
અને ગોત્ર નીચે પ્રમાણે છે.
નં.
૧.
૨.
૩.
૪.
૫.
નામ
ધમ્મા
વંશા
સેલા
ગૌત્ર
રત્નપ્રભા
શર્કરાપ્રભા
અંજના
રિષ્ટા
વાલુકાપ્રભા
પંકપ્રભા
૧૯૯
ગુણ
રત્નની બહુલતા હોય કાંકરાની બહુલતા હોય રેતી ઘણી હોય
ધૂમપ્રભા
તમઃપ્રભા
કાદવની વિપુલતા હોય ધુમાડો વધુ હોય
૬.
મા
અંધકાર હોય
૭.
માધવતી
તમતમાં પ્રભા
ઘોર અંધકાર હોય
:
મધ્યલોક ઃ રત્નપ્રભા નામની પ્રથમ નરકભૂમિની ઉપર માનવ વસે છે. જેને મધ્યલોક કહેવાય છે. આ પૃથ્વી થાળી જેવી ગોળ હોય છે. તે સ્થિર છે. તેની મધ્યમાં એક લાખ યોજનનો મેરૂ પર્વત છે. જેની આસપાસ તારામંડળ ફરે છે, જેના કારણે દિવસ – રાત, ૠતુ આદિ થાય છે. મેરૂ પર્વતની સપાટીથી ૯૦૦ યોજન નીચે અને ૯૦૦ યોજન ઉપર એમ ૧૮૦૦ યોજન પ્રમાણ એક રાજલોક લંબાઈ-પહોળાઈવાળા વિસ્તારનો તિર્હોલોક (મધ્યલોક) છે.
મેરૂ પર્વતની આસપાસ, રત્નપ્રભા પૃથ્વીની ઉપર એક લાખ યોજનનો જંબુદ્વીપ છે. તેને ફરતો બે-બે લાખ યોજનનો પહોળો લવણસમુદ્ર છે. તેને ફરતો ચાર-ચાર લાખ વિસ્તારવાળો ધાતકી ખંડદ્વીપ છે. તેને ફરતો આઠ-આઠ લાખ યોજનના વિસ્તારવાળો કાલોદધિ સમુદ્ર છે. તેને ફરતો સોળ-સોળ લાખ જોજનનો પુષ્કર દ્વીપ છે. બમણા વિસ્તારવાળા અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર તિર્આલોકમાં છે. સૌથી છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર છે.
આ પુષ્ક૨વર દ્વીપની મધ્યમાં ગોળાકાર, ફરતો માનુષોત્તર પર્વત છે. જંબુદ્વીપ, ધાતકીખંડ દ્વીપ અને અર્ધપુષ્કર દ્વીપ મળી અઢીદ્વીપ થાય છે. તેમાં મનુષ્યનો વસવાટ છે. માનુષોત્તર પર્વતની પેલે પાર દેવની સહાયથી કોઈ મનુષ્ય જઈ શકે, પરંતુ તેના જન્મ મરણ ત્યાં કદી ન થાય. માનુષોત્તર પર્વતની અંદર રહેલા અઢી દ્વીપનો ૪૫ લાખ યોજન વિસ્તાર છે, જ્યાં મનુષ્યો અને તિર્યંચો વસે છે. જે આત્મા સર્વકર્મ ક્ષય કરે તે ત્યાંથી જ સીધી રેખામાં ઉપર જઈ સિદ્ધશિલામાં વસવાટ કરે છે. મનુષ્યલોક ૪૫ લાખ યોજન પ્રમાણ હોવાથી સિદ્ધશિલા પણ ૪૫ લાખ યોજન પ્રમાણ છે. ત્રણે લોકોનાં સર્વસ્થાનો શાશ્વત છે. જેમ વરાળ હંમેશા