________________
૧૯૮
કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસને આધારે
(૪) પરપાખંડ પ્રશંસા, (૫) પરપાખંડ સંથવો. (૧) શંકા જિનવચનની સત્યતામાં સંદેહ રાખવો તે શંકા છે. શંકા સનાં નાડુ - જિનવચનમાં શંકા કરવાથી સમ્યકત્વ નાશ પામે છે. એકવાર સમજણપૂર્વક સ્વીકાર કર્યા પછી વારંવાર શંકા કરવાથી તે વિશેનો આગ્રહ ક્ષીણ થતાં તેમાં નિષ્ક્રિયતા આવે છે. શંકાબે પ્રકારની છે. (૧) દેશશંકા, (૨) સર્વશંકા.
જીવ નિત્યાનિત્ય પરિણામી કઈ રીતે હોઈ શકે? તેવી શંકાતે દેશશંકા છે. જિનવચન અસત્ય છે, ભગવાનની વાત ખોટી છે, તે સર્વશંકા છે. શંકા અને જિજ્ઞાસામાં ફરક છે. શંકામાં તત્ત્વ સંબંધી સંદેહ છે. શંકામાં સત્ય સમજવાની ઉણપ છે તેથી શંકા એ દોષ છે. જિજ્ઞાસામાં સત્ય સમજવાની ધગશ છે. ગૌતમ સ્વામીએ જિજ્ઞાસાવશ ભગવાનને અનેક પ્રશ્નો પૂછયા છે, જ્યારે જમાલીમુનિએ ભગવાનના વચનો પ્રત્યે સંદેહ કર્યો. નિકૂવો સમ્યકત્વથી હારી ગયા, તેનું મૂળ કારણ જિનવચનમાં શંકા હતી.
કવિ આ ઢાળમાં અપ્રત્યક્ષ એવા ઊર્વલોક ત્યાર પછી મધ્યલોક અને અધોલોક વિષે શંકાન કરવાનું કહે છે. આ વિષય શ્રી જીવાભિગમસૂત્ર તેમજ શ્રી ભગવતીસૂત્ર ૭/૫૪માં વર્ણવેલ છે. • ચૌદ રાજલોક:
લોકનું સંસ્થાન શકોરાના આકારે છે. નીચે એક ઊંધુ શકોરું, તેના ઉપર એક સીધું શકોરું અને તેના ઉપર ફરી એક ઊંધુશકોરું રાખવાથી જે આકૃતિ બને તે સમાન લોકનો આકાર છે. લોકની ઊંચાઈ ૧૪ રજુ છે. તેની પહોળાઈ દરેક સ્થાને જુદી જુદી છે. લોકનો વિસ્તાર નીચે ૭ રજ્જુ પરિમાણ છે, ઉપર ક્રમશઃ ઘટતાં ઘટતાં ૭ રજ્જુની ઊંચાઈ પર પહજુ પહોળો છે. પુનઃ ઉપર જતાં તે ઘટીને અંતે ૧રજુજેટલો પહોળો છે.
લોકના ત્રણ વિભાગ છે. (૧) ઊર્ધલોક, (૨) તિર્યલોક, (૩) અધોલોક. • ઊર્ધલોકઃ મેરૂ પર્વતની સમભૂલા પૃથ્વીથી ૯૦૦ યોજન ઉપર તિર્થોલોક પૂર્ણ થાય છે. તેની ઉપર ઊર્ધલોક છે. જ્યાં વૈમાનિક દેવો વસે છે. દેવો ચાર પ્રકારના છે. ૧) ભવનપતિ ૨) વાણવ્યંતર ૩) જ્યોતિષ્ઠ ૪) વૈમાનિક ભવનપતિ દેવો અધોલોક (નરક) માં રહે છે. વ્યંતર અને જ્યોતિષ્ક દેવો મધ્યલોકમાં અને વૈમાનિક દેવો ઊર્વલોકમાં રહે છે.
ગ્રહોના વિમાન (સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા) થી ઘણા ઊંચે જઈએ ત્યારે એક રાજલોક પૂર્ણ થાય છે. તેની ઉપર બાર દેવલોક આવેલા છે. સૌધર્મ, ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મ દેવલોક, લાંતક, મહાશુક્ર, સહસાર, આણત, પ્રાણત, આરણ, અયુત. પ્રત્યેક દેવલોકમાં બત્રીસ લાખ વગેરે જુદી જુદી સંખ્યામાં વિમાનો છે. એક થી આઠ દેવલોક સુધીના દરેકના એક એક ઈન્દ્ર છે. નવ અને દશ તથા અગિયાર અને બારમાદેવલોકના એક એક ઈન્દ્ર છે. બાર દેવલોકના કુલ દશ ઈન્દ્રો છે. ત્યાં અસંખ્યાતા વિમાનો છે.
બાર દેવલોકની ઉપર માણસના ગળાનો આકાર છે. ત્યાં વિમાનો આવેલા છે. તે ગ્રીવાના સ્થાને હોવાથી રૈવેયક કહેવાય છે. તે ૯ છે. તેમાં કુલ ૩૧૮ વિમાનો છે. અભવ્યો પણ અણિશુદ્ધ ચારિત્ર પાળી અહીં સુધી આવી શકે છે. રૈવેયક ઉપર ચારે દિશામાં વિજય, વિજયંત, જયંત અને અપરાજિત વિમાન છે. મધ્યમાં સર્વાર્થસિદ્ધ વિમાન છે. તેમાં ફક્ત એકાવતારી દેવો હોય છે. તેમને પરમ શુક્લ લેગ્યા છે. તેઓ