________________
૧૮૬
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસને આધારે
વહોરવાની ઈચ્છા પણ ન કરી. તેમણે અન્યને દોષ ન આપતાં પોતાના આત્માને જ ઉપાલંભ આયો..૪૧૯.
(નંદિષણ મુનિ સ્વને ઠપકો આપતાં કહે છે કે, મને ધિક્કાર છે. નગરની બહાર રહેલા તે મુનિવર રોગથી પીડિત છે. તેઓ વેદના અનુભવે છે, પણ હું ક્યાંયથી નિર્દોષ પાણી ન મેળવી શક્યો?...૪૨૦.
આવા સમયે (ઉપાશ્રયમાં આવેલ) દેવ સાધુ કહે છે, “હે નર ! તારી રાહ જોવા રહ્યો તેમાં ત્યાં રહેલા સાધુ વધુ દુઃખી થાય છે. એવું બોલી તે કપટી સાધુ નંદિષણ મુનિને ખભે બેસી ઠપકો આપી તેની સાથે ઝગડો કરે છે...૪૨૧.
દેવ સાધુ જ્યારે ઉતાવળ કરતો હતો ત્યારે મંદિષેણ મુનિ નિર્દોષ જળ લાવ્યા. તેમણે વિચાર્યું હું જલ્દી જઈ તે રોગ મુનિનો મળ સાફ કરું...૪રર.
નંદિષેણ મુનિ તે રોગી સાધુ પાસે પહોચ્યા. તેમને બે હાથ જોડી વંદન કરી ખમાવ્યા, તેમજ પોતાના થકી તેમને કષ્ટ સહન કરવું પડયું તેથી) અપરાધ બદલ ક્ષમા માંગી...૪૨૩.
ત્યારે તે રોગી સાધુ દાંત પીસી, ક્રોધિત બની, કડવાં વચનો બોલ્યા, “હે પાપી !તું કોઈ સેવાભાવી મહાત્મા નથી. પણ તું તો સાધુના વેષમાં મહાકપટી (ધૂતારો) દેખાય છે'...૪ર૪.
નંદિષેણ મુનિ (શાંત ચિત્તે) પાણીનો લોટો લઈ રોગી મુનિનું શરીર સ્વચ્છ કરવા લાગ્યા. તેમણે (વિનમ્રતાથી) કહ્યું, “હે મહાત્મા !તમારું કથન સત્ય છે. મારો અપરાધ અક્ષમ્ય છે"...૪૨૫.
નંદિષેણ મુનિએ તે રોગી સાધુનો દેહ પાણી વડે ધોઈ સ્વચ્છ કર્યો ત્યાંતો તે રોગી મુનિએ ફરીથી મળમૂત્ર કર્યા તેની દુર્ગધ ભયંકર અને અસહ્ય હતી...૪ર૬.
- દુહા : ૨૭ – નાહાસિગંધિં ભૂતડાં, પાસિકો નવી જાય; નંદષેણ નીસ્યલ સહી, શંકા સુગ ન થાય.
...૪ર૭ અર્થ: રોગી મુનિના મળ મૂત્રની દુર્ગધ એટલી ભયંકર હતી કે તેનાથી દરેક પ્રાણી પણ નાસી જાય, કોઈ તેની પાસે ન જાય પરંતુ નંદિષેણ મુનિએ મનમાં પણ તેની પ્રત્યે અણગમો ન કર્યો, કેન અશુભ ભાવ આપ્યો. તેઓ શાંત ચિત્તે સમભાવમાં સ્થિર રહ્યા..૪૨૭.
ઢાળઃ રર(નગરીકા વણજારા) તેનિ પાસિકોય ન જાયિ, પૂરગંધ સબલ ગંધાઈ; ધ્યન નંદષેણ મૂકી રાઈ, જેહનિ મનમાં સૂગ ન થાયઈ.
.૪૨૮ ધોઈ દેહ પછઈ મૂની બોલ્યો, ઊઠય સ્વામી કર્તુઝા સોહોલ્યો; સૂર બોલ્યો નહીંતુઝ વેણ, તુઝ અકલ ગઈ નંદષેણ.
...૪ર૯ મિહીસ્યુ કેહી પરિ જાચિ, જો પગ ધર્તાનમંડાયિ; નંદષેણ કહિ ચઢિ ખાંધિ, હૂઈ નિર્મલ તનતુઝ ગંધિ.
•.૪૩૦