________________
૧૭૮
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે
અર્થ: ઉપરોક્ત પિસ્તાલીસ (૪૫) આગમનાં નામ કહ્યાં છે. તેનું સમ્યક પ્રકારે શ્રવણ કરતાં પાપકર્મોનો નાશ થાય છે અને સમ્યફ આચરણ કરતાં મોક્ષ સુખ પ્રાપ્ત થાય છે, તેમજ સમ્યકત્વ નિર્મળ બને છે...૩૮ર.
એ સમકિતનું પ્રથમ લિંગ છે, જેને શ્રુત (આગમ) શ્રવણની તીવ્ર અભિલાષા હોય છે તેને સમકિતધારી સમજવો...૩૮૩.
કોઈ યુવાન પુરુષ જે ચતુર, ધનવાન, સંગીત રસિક તથા પ્રિય પત્નીથી યુક્ત છે. તે નિરીના ગીતો સાંભળવાની તક મળતાં એકાગ્રતાથી સાંભળે છે. તેનાથી પણ વિશેષ શુશ્રુષા શ્રત શ્રવણમાં સમ્યકત્વને હોય...૩૮૪.
જે આત્મા ધર્મનું આચરણ કરવામાં તત્પર હોય, તેને ધર્મ પ્રત્યે અત્યંત પ્રીતિ હોય. તેને સમકિતનું બીજું લિંગ કહેવાય. તેને(ધર્મરાગ નામના સમકિતના બીજા લિંગને) ધારણ કરતાં અવશ્ય મુક્તિ મળે જ છે...૩૮૫.
જંગલમાં માર્ગ ભૂલેલો બ્રાહ્મણ (શારીરિક શ્રમથી) થાકેલો છે. તે ભૂખથી અત્યંત પીડિત છે. તેની સમક્ષ ઘેબરનું પ્રિય, ભાવતું ભોજન આપવામાં આવે તો તે ખૂબ રુચિ અને આંનદપૂર્વક ખાય છે..૩૮૬.
તે બ્રાહ્મણને ઘેબરનું મિષ્ટ ભોજન અત્યંત પ્રિય હોવાથી તેના પ્રત્યે પરમરાગ હોય છે. તેનાથી પણ વિશેષ પ્રીતિ સાધકને ધર્મ અને ધર્મક્રિયાઓ પ્રત્યે હોય છે. આ સમકિતનું બીજુ લિંગ છે. તેને સર્વ પ્રાણી આરાધો...૩૮૭.
શ્રમણોની વૈયાવચ્ચ ખૂબ ખંતપૂર્વક કરવી એ સમકિતનું ત્રીજુ લિંગ છે. જે મનુષ્ય તેને ધારણ કરે છે. તે સિદ્ધની જમાતમાં સ્થાન મેળવે છે... ૩૮૮.
શ્રમણોની સેવા કરવાથી ઘણાં કર્મોની નિર્જરા થાય છે. તેમની કરેલી સેવાનું ફળ નિરર્થક જતું નથી. સુબાહુકુમારે સાધુઓની સેવા કરી તેથી બીજા ભવમાં બાહુબલિ થયા...૩૮૯.
ભરત ચક્રવર્તીથી પણ બાહુબલિ રાજાનું શારીરિક બળ પ્રમાણમાં વધુ હતું. ભારત રાજા સાથે બાહુ યુદ્ધ કરતાં સ્વયં બાહુબલિરાજા જીતી ગયા...૩૯).
પૂર્વભવમાં શ્રમણોની ભાવપૂર્વક કરેલી સેવાને કારણે બાહુબલિ સર્વથી શક્તિમાન હતા. તેમણે ભારે કર્મક્ષય કરી મુક્તિપંથ પ્રાપ્ત કર્યો...૩૯૧.
પૂર્વે નંદિષેણ નામના એક શ્રમણ હતા. જેની વૈયાવચ્ચ અતિ પ્રશંસનીય હતી. તેની પરીક્ષા કરવા દેવલોકના દેવો આવ્યા. દેવોએ મંદિષણની ખૂબ પરીક્ષા કરી; છતાં તેમનું મન સ્થિર હોવાથી તેઓ ચલિત ન થયા...૩૯૨.
કવિ કડી ૩૬૦ થી ૩૯૨માં સમ્યગ્ગદર્શનના ત્રણ લિંગ દર્શાવે છે. કવિ ૩૬૦ થી ૩૮૧માં સમ્યગદર્શનના પ્રથમ લિંગ-સૂત્ર સિદ્ધાંતની શુશ્રુષાતના સંદર્ભમાં આગમ પરિચય કરાવે છે. • લિંગ = ચિ. સમ્યગુદર્શન એ આત્માના વિશિષ્ટ પરિણામ છે. તેથી ખરેખર પોતાનો આત્મા જ તેનો નિર્ણય કરી શકે. જેમ ધુમાડાથી અગ્નિનો સંકેત થાય છે તેમ ત્રણ લિંગ દ્વારા “આ સમ્યગુદષ્ટિ છે;” તેવું જણાય છે. લિંગ ત્રણ છે. (૧) શુશ્રુષા (૨) ધર્મરાગ (૩) વૈયાવચ્ચે