________________
૧૪૭
પ્રકરણ - ૪ ઢાળઃ ૧૬ થી ૪પ ની સંપાદિત વાચતા અને તેનું અધ્યયન.
સમક્તિને રહેવાનું સ્થાન, કેન્દ્ર, અધિષ્ઠાન સડસઠ પ્રકારે છે. એવા સમકિતના સડસઠ સ્થાન, કેન્દ્રનું આ પ્રકરણમાં વિવરણ કરવાનો ઉપક્રમ કર્યો છે.
अहं ममेति मन्त्रोऽयं मोहस्स जगदाध्यकृत् ।'
अयमेव हि नशूर्वःप्रतिमन्त्रोऽपि मोहजित् । હું અને મારું' આ મોહરાજાનો મંત્ર જગતને અંધ બનાવે છે અને નકારપૂર્વક આ જ વિરોધી મંત્ર મોહ પર વિજય પ્રાપ્ત કરાવે છે. મિથ્યાત્વના અંધાપાથી જેના અંતરચક્ષુ બિડાઈ ગયા છે તેવો ભવાભિનંદી જીવ અનંત પુદ્ગલ પરાવર્તન કાળથી “અહ” અને “મમ' નો મંત્ર જાપ જપતો આવ્યો છે. આ મંત્રની અસર જીવના અસંખ્યાત પ્રદેશો પર એવી તો વ્યાપી ગઈ છે કે જીવતેને છોડવા તૈયાર જ નથી.
અનંત પુણ્યરાશિ એકત્ર થતાં સદ્ગુરુરૂપી ગારુડિયો મળે છે. જે જીવાત્માના અસંખ્યાત પ્રદેશો પર વ્યાપેલ વિષને જિનવાણીરૂપી ગારુડી મંત્ર વડે દૂર કરે છે. મિથ્યાત્વરૂપી વિષની મંદતા થતાં આત્મિક ગુણો પર વ્યાપેલ અનાદિની ધૂમિલતા ઓછી થતી જાય છે. જેમ જેમ આત્મિક શુદ્ધિ વધતી જાય, તેમ તેમ આત્માને જિનદેવ, જિન ગુરુ અને જિન ધર્મ તરફ શ્રદ્ધા, બહુમાન, અહોભાવ વધે છે. જીવનમાં સગુણોની વસંત ખીલે છે. જીવ સમકિત પ્રાપ્ત કરવા પૂર્વેની ભૂમિકા તૈયાર કરે છે. જ્ઞાનસારના ચોથા મોહત્યાગાષ્ટમાં કહ્યું છે
शुद्धात्मद्रव्यमेवाहं शुद्धज्ञानं गुणो मम।।
नान्योऽहंन मनान्ये चेत्यदो मोहस्त्रमुल्बणम् ।। અર્થ: હું વિશુદ્ધ આત્મ દ્રવ્ય છું. શુદ્ધ જ્ઞાન મારો ગુણ છે, હું અન્ય પદાર્થોથી પર છું. આ ભાવનાથી મોહ હણાય છે.
ક્ષાયિક સમકિતને આ જ્ઞાન સદા વર્તાય છે, પણ અનાદિના મિથ્યાત્વીએ મોહનીય કર્મના આક્રમણને હટાવવા વ્યવહાર સમકિતનું સેવન જરૂરી છે. વ્યવહાર સમકિત એ તળાવ છે, નિશ્ચય સમકિત એ દરિયો છે. જેને તરતાં શીખવું હોય તેણે પહેલાં તળાવમાં પડવું જોઈએ કે દરિયામાં? વ્યવહાર સમકિતના સેવનથી નિશ્ચય સમકિત પ્રગટ થાય છે.
-દુહા -૧૯મીથા ધર્મતજી કરી, લિસમકિત ભવજંત;
પાંચ ભેદના સહી ભાખિ શ્રી ભગવંત અર્થઃ મિથ્યાત્વ ધર્મનો ત્યાગ કરી ભવ્ય જીવ સમકિત પ્રાપ્ત કરે છે. જિનેશ્વર ભગવંતે સમકિતનાં પાંચ પ્રકાર કહ્યા છે...૨૮૪
•.૨૮૪