________________
૧૫૦
થાય છે.
(૨) સાસ્વાદન સમકિત :- અંતરકરણમાં ઉપશમ સમકિતના અંતર્મુહૂર્ત કાળમાંથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ આવલિકા જેટલો સમય બાકી રહે ત્યારે જીવને અનંતાનુબંધી કષાયના ઉદયથી ઉપશમ સમકિતથી પતન થતાં, મિથ્યાત્વનો ઉદય ન થવા છતાં (ઉદયની તૈયારી હોય) આત્માના પરિણામ કલુષિત થાય ત્યારે જીવને તત્ત્વશ્રદ્ધાનરૂપ રસના આસ્વાદયુક્ત પરિણામ વર્તે તે સાસ્વાદન સમકિત છે'. સમકિતનો આસ્વાદ હોવાથી સાસ્વાદન સમકિત કહ્યું છે, તે યોગ્ય છે. સાસ્વાદન સમકિત ભવાંતરમાં પાંચ વખત પ્રાપ્ત થાય છે. ૧) ઉપશમ સમકિતથી પડતાં, ૨) ચાર વખત ઉપશમ શ્રેણીથી પડતાં પ્રાપ્ત થાય છે.
(૩) ક્ષયોપશમ સમકિત : – ઉપરોક્ત સાત પ્રકૃતિનો કંઈક ઉદય આવે તેનો ક્ષય કરે અને સત્તામાં દલિકો છે તેને ઉપશમાવે એટલે કે ઉદય પામેલા મિથ્યાત્વનો ક્ષય કરે અને ઉદય નહિ પામેલા દલિકોને ઉપશમાવે, એમ ક્ષય અને ઉપશમ ઉભયથી થયેલ તત્ત્વ શ્રદ્ધાનરૂપ આત્માના પરિણામ તે ક્ષયોપશમ સમકિત છે.
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
માનો કે કોઈ દેવાળિયો થયો. તેને ત્યાં લેણદાર પૈસા વસૂલ કરવા આવે છે. તેવી સ્થિતિમાં તે નાના નાના લેણદારો ને પૈસા ચૂકવી આપે છે અને મોટા લેણદારોને એક મહિનાનો સમય આપી સમાજમાં એવો વિશ્વાસ બેસાડે છે કે તે લેણદારોના બધા પૈસા પાછા ચૂકવી આપશે. આ પ્રમાણે તેની ઈજ્જત – આબરૂ બચાવે છે. તેવી જ રીતે જે કર્મ આપણું કાંઈ ન બગાડી શકે તેનો ક્ષય કરે અને જે કર્મો બળવાન છે, તેને વર્તમાને દબાવીને રાખે, ઉપશમ કરે. આ પ્રકારનું ક્ષયોપશમ સમકિત જાણવું. ક્ષયોપશમ એટલે કામચલાઉ દોષો હટાવવા. અહીં મિથ્યાત્વના દલિકો ઉદયમાં રહે, પરંતુ એટલા સબલ ન હોવાથી અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર દોષ લાગવાની સંભાવના રહે છે. સમકિતનાં ત્રણ દોષ છે.
ચલદોષ : વૃદ્ધ મનુષ્યના હાથમાં લાકડી ધ્રૂજે તેમ સમકિતમાં શ્રદ્ધાથી ચલ-વિચલ થાય.
• મલદોષ ઃ સમકિતમાં મલિનતા આવે જેમકે શું પાણીના એક બિંદુમાં અસંખ્યાતા જીવો હશે ?
• અગાઢદોષ ઃ વીતરાગ પરમાત્મા પાસે ભૌતિક સુખની માંગણી કરવી જેમકે પાર્શ્વનાથ પરચો પૂરો.
(૪) વેદક સમકિત : – દર્શન સપ્તકનો ઘણો ભાગ ક્ષય કર્યો હોય એવા જીવ વડે દર્શન મોહનીયનો છેલ્લો અંશ અનુભવાય તે વેદક સમકિત છે. વેદક સમકિતના ત્રણ પ્રકાર છે.
·
ક્ષાયિક વેદક સમકિત – અનંતાનુબંધી ચતુષ્ક, મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયનો ક્ષય થયો હોય અને સમકિત મોહનીયનો ઉદય હોય તેને ક્ષાયિક વેદક સમકિત કહે છે.
• ઉપશમ વેદક સમકિત – અનંતાનુબંધી ચતુષ્ટ, મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયનો ઉપશમ થયો હોય અને સમકિત મોહનીયનો ઉદય હોય તેને ઉપશમ વેદક સમકિત કહે છે.
•
ક્ષયોપશમ વેદક સમકિત – અનંતાનુબંધી ચતુષ્ક, મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયનો ક્ષયોપશમ થયો હોય અને સમકિત મોહનીયનો ઉદય હોય તેને ક્ષયોપશમ વેદક સમકિત કહે છે.
*નોંધ:- સાસ્વાદન સકિત ઉપશમ સમકિતથી પતિત થયેલાને હોય છે. સાસ્વાદન સમકિત અપર્યાપ્ત અવસ્થામાં શરીર પર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં હોય છે. પૂર્વ જન્મમાં અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે ઉપશમ સમકિત પ્રાપ્ત કરી અનંતાનુબંધી કષાયનો ઉદય થવાથી સમકિતનું વમન કરી જીવ સાસ્વાદને આવી મરણ પામી ગર્ભજ મનુષ્ય, તિર્યંચ, દેવ, બાદર પર્યાપ્ત પૃથ્વી, અપ, પ્રત્યેક વનસ્પતિ, વિકલેન્દ્રિય, અસંશી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે.(પંચસંગ્રહ, ભાગ -૩, પૃ.૮૩.)