________________
૧૫૫
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ જ્ઞાન, શ્રદ્ધા અને આચારની અભેદ પરિણતિ મુનિને હોય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિશાસ્ત્રમાં કહ્યું છે
આતમજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય";
બાકી કુલગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. સંત કબીર પણ કહે છે –
આત્મ જ્ઞાન વિના સૂના, ક્યા મથુરા ક્યા કાશી.
ભીતર વસ્તુ ધરી નહિ, સૂઝત બાહર દેખન જાસી! આત્મજ્ઞાન વિના બધું જ નકામું છે. આત્મજ્ઞાની સંતો સાચા સદ્ગુરુ છે,
નેગાસના જિનાગમસૂત્રનો ભાવ પણ ઉપરોક્ત ભાવ સાથે સુમેળ ધરાવે છે. તીર્થકર દેવો પણ આત્મતત્વનો જ બોધ આપે છે. સમકિતના છ સ્થાનો પણ નિશ્ચય સમકિત પ્રાપ્ત કરવા માટે છે. શુદ્ધ દર્શનાચાર પણ તેવું જ જણાવે છે. આત્માના વિષયમાં શંકા રહિત થવું તે નિઃશંકતા ગુણ છે. મિથ્યાત્વ તથા પર પદાર્થની ઈચ્છા ન થવી તે નિષ્કાંક્ષા ગુણ છે. કર્મના વિપાકો સમભાવે સહન કરવાં તે નિર્વિચિકિત્સા ગુણ છે. યથાર્થ આત્મબોધ તે અમૂઢદષ્ટિ ગુણ છે. સ્વ-સ્વભાવમાં લીન થવું તે ઉપવૃંહણ ગુણ છે. જ્ઞાન-દર્શન ગુણોમાં સ્થિરતા કેળવવી તે સ્થિરીકરણ ગુણ છે. “સવી જીવ કરું શાસન રસી'ની ભાવના તે વાત્સલ્ય ગુણ છે. જ્ઞાન, દર્શન આદિ ગુણનીવૃદ્ધિમાં કાળજી રાખવીતે પ્રભાવના ગુણ છે. વ્યવહાર સમકિત સમકિત પ્રાપ્તિના બાહ્ય નિમિતો અનેક છે. (૧) જિનદર્શન, જિનમહોત્સવ, તીર્થયાત્રાદિ હેતુથી ઉત્પન થતા સમકિતને વ્યવહાર સમકિત કહેવાય છે. (૨) સમકિતના ૬૭ બોલનું વ્યવહારથી આચરણ કરવું. (૩) સુદેવ, સુગુરુ અને સુધર્મની શ્રદ્ધા કરવી. શ્રી દેવચંદ્રજી મ.સા. ચંદ્રાનનજીના સ્તવનમાં કહે છે,
ભાવસ્તવ જેહથી પામીજે, વ્યસ્તવ એ તેણે કહીજે;
દ્રવ્યશબ્દ છે કારણવાચી, ભ્રમેન ભૂલો કર્મનિકાચી. દ્રવ્યસમકિત એ ભાવસમકિતનું કારણ છે. વ્યવહાર સમકિતનું પાલન કરતાં નિશ્ચય સમકિતમાં સ્થિર થવાય છે. જે મોક્ષમાર્ગમાં નિમિત્તભૂત છે, સહચારી છે. તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવાય છે. જેમકે કોઈ પુરુષ કોઈ શહેરમાં જવાનો નિર્ણય કરે; ત્યારે વ્યવહારથી કહેવાય કે તે અમુક શહેરમાં જાય છે. નિશ્ચયથી તો તે વ્યક્તિ જ્યારે શહેર જવા માટે, માર્ગમાં ચાલવાનું શરૂ કરે ત્યારે જ ચાલ્યો કહેવાય. પૌલિક અને અપીલિક સમકિતઃ
જેમાં સમ્યકત્વ મોહનીયનાં પુદ્ગલોનું વેદના થાય તે ક્ષયોપશમ સમકિતને પૌદ્ગલિક સમકિત કહેવાય છે, જ્યારે ઉપશમ અને ક્ષાયિક સમકિતમાં મિથ્યાત્વના દલિકોનું વેદન ન હોવાથી તે અપીલિક સમકિત છે.