________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
કદાચ્ય નીર ન હુઈ તહીં, જ્ઞાન વારય ન ખૂટિ કહીં; પંથી પૂરજન ટાઢા થાય, અજ્ઞાન રુપ ત્રીષા ત્યાહાં જાય.
....૩૦૨
અર્થ : શુદ્ધ સમ્યગ્દષ્ટિ ચાર પ્રકારની સદ્ગુણા રાખે છે. તે જીવાદિ ( નવ તત્ત્વ) પદાર્થોને ગ્રહણ કરે છે. તે નવ તત્ત્વનાં નામ કહું છું...૨૯૪
૧૫૭
હે ભવ્ય જીવો ! જીવ–અજીવ, પુણ્ય – પાપ, આશ્રવ – સંવર તત્ત્વને સમજો. નિર્જરા, બંધ અને મોક્ષ આ પ્રધાન મુખ્ય નવ તત્ત્વોનાં નામ છે...૨૯૫
આ નવ તત્ત્વનાં નામ છે. જેના ગુણોનો વારંવાર અભ્યાસ (ચિંતન) કરવો એ પરમાર્થ સંસ્તવ નામની પ્રથમ સહણા છે. હવે વ્યવહાર સમકિતનો બીજો ભેદ કહું છું...૨૯૬
નવ તત્ત્વના જ્ઞાતા પંડિત મુનિરાજ જગતમાં ઉત્તમ છે. તેમની ભક્તિપૂર્વક સેવા - વૈયાવચ્ચ કરવી એ સુટ ષ્ટ પરમાર્થ સંસ્તવ નામની બીજી સહણા છે...૨૯૭
જ્ઞાની ગુરુ સર્વમાં શ્રેષ્ઠ છે. તેમની પાછળ દીવો કરવાની જરૂર નથી. તેમના જ્ઞાનનો પ્રકાશ પાછળ પણ ફેલાય છે. તેમની જ્ઞાન જ્યોતિ સર્વત્ર વિસ્તરે છે. (અથવા જ્ઞાની ગુરુઓ લોકલોકને જાણનારા હોય છે. તેમને જ્ઞાન માટે અવલંબનની જરૂર નથી. )...૨૯૮
ગીતાર્થ (જ્ઞાની) ગુરુ સ્વયં તત્ત્વ સમજી અન્યને પણ તેના રહસ્યો સમજાવે છે. તેથી સર્વ સ્થાને જ્ઞાનરૂપી અજવાળું થાય છે, જ્યારે દીપકના તળિયે અંધકાર હોય છે. તેથી સર્વ ક્ષેત્રમાં દીપકનો પ્રકાશ વિસ્તરતો નથી...૨૯૯
સૂર્યનું તેજ ચારે દિશાઓમાં વિસ્તરે છે, પરંતુ તેનો પ્રકાશ પાતાળ લોક (ભોંય) સુધી પહોંચી શકતો નથી. જેણે સંપૂર્ણ જ્ઞાન જ્યોતિ (કેવળજ્ઞાન) પ્રગટાવી છે તેવા જ્ઞાની ભગવંતોનો જ્ઞાનરૂપી પ્રકાશ સ્વર્ગ, મૃત્યુલોક અને પાતાળ લોકમાં ફેલાય છે...૩૦૦
જ્ઞાની પુરુષો તે કહેવાય જે (કમળની જેમ) સંસારરૂપી સરોવરમાં રહેવાં છતાં (પાપરૂપી કાદવથી) અલિપ્ત રહે છે . તેઓ સંસાર સાગરમાં ડૂબતા નથી, પરંતુ સદા તરતા રહે છે...
....૩૦૧
સંભવ છે કે સરોવરનું પાણી ક્યારેક ખૂટી જાય; પરંતુ જ્ઞાનરૂપી વારિ એવું છે કે જે કદી ખૂટતું નથી. રસ્તે ચાલનારા પથિકો, નગરજનો આ જ્ઞાનરૂપી વારિનું પાન કરી શાંતિ અનુભવે છે. (જ્ઞાનથી ભવરોગરૂપી પરંપરા મટે છે) તેમની અનાદિની અજ્ઞાનરૂપી તૃષા દૂર થાય છે...૩૦૨
સહૃણા : સદ્ગુણા એટલે શ્રદ્ધા.શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં સમકિતની ચાર સહણા કહી છે –
૧૭
परमत्थ संथवोवा, सुदिट्ठ परमत्थ सेवणा वा वि ।
वावण्ण कुदंसण वज्जणा, य सम्मत सहणा ।।
૧) પરમત્ત્વ સંઘવો = પરમઅર્થ = આત્મા. જીવાદિ નવ તત્ત્વ, જિન પ્રવચન અને મોક્ષમાર્ગનો પરિચય કરવો.
=
૨) સુવિટ્ટુ પરમત્સ્ય સેવળા = જેણે પરમાર્થને જાણ્યા છે તેવા આચાર્યાદિની સેવા કરવી.
૩) વાવળ= જે સમ્યગ્દર્શનથી પતિત થયા છે, તેવા ગુણ રહિત જીવોની સંગતિ ન કરવી.