________________
૧૬૧
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
શ્રી ઉપાધ્યાયજી કહે છે –
પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમનિધાન જિનેશ્વર,
હૃદય નયનનિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જિનેશ્વર. ધનવંત બાહ્ય જગતનો શ્રીમંત છે. જ્ઞાનવંત એ અધ્યાત્મ જગતનો શ્રીમંત છે. જીવને પુણ્યના ઉદયથી ઐશ્વર્ય, સંપત્તિ પ્રાપ્ત થાય છે. પુણિયા શ્રાવક બાહ્ય સંપત્તિની અપેક્ષાએ ગરીબ હતા, પરંતુ તેમની પાસે સમભાવરૂપી અઢળક સંપત્તિ હતી. મમ્મણ શેઠ બાહ્ય જગતનાં ધનવાન હતા, પણ આધ્યાત્મિક સંપત્તિમાં શૂન્ય હતા.
- મિથ્યાદષ્ટિને વિપર્યાયબુદ્ધિના કારણે પરવસ્તુ પ્રત્યે અધિક આકર્ષણ હોય છે, જ્યારે સમ્યગૃષ્ટિને સ્વસ્વરૂપ તરફ વધુ ખેંચાણ હોય છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે, તેથી તે સ્વપદાર્થ છે. ધન એ પરપદાર્થ છે.
જ્યાં સ્વ અને પરની ઓળખ છે ત્યાં સત્ય દ્રષ્ટિ છે. તેથી કવિએ જ્ઞાનવંતને સેનાપતિની ઉપમા આપી છે. જેમ ઈન્દ્ર વજને ક્ષણવાર પણ પોતાનાથી દૂર કરતા નથી, તેમ જ્ઞાની આત્મપરિણતિરૂપ જ્ઞાનને ક્ષણવાર પણ દૂર કરતા નથી. જ્ઞાનરૂપી લોઢાનું મુલ્ગર મિથ્યાત્વનાં શિખરોને ધરાશાયી બનાવે છે. ડુંગરને તોડવા તેના પાયામાં સુરંગ ચાંપવામાં આવે છે, તેમ મિથ્યાત્વના મહેલો તોડવા તત્ત્વજ્ઞાનરૂપી સુરંગ આવશ્યક છે.
ભગવાન મહાવીરે ગૌતમ ગણધરને “સમય જોય! મા પાય' કહ્યું, એનો રહસ્યસ્ફોટ અહીં થયો છે. “હે ગૌતમ ! જ્ઞાન વજને એક સમય માટે પણ દૂર કરવાની ભૂલ કરીશ નહીં' એમ કહીને ભગવાન સર્વ જીવોને આત્મપરિણતિરૂપ જ્ઞાનની પ્રતિસમય સુરક્ષા કરવા સમજાવે છે. કવિ ઋષભદાસ પણ એવા જ ભાવ વ્યક્ત કરવા માંગે છે. સમ્યગુજ્ઞાન અને વિવેકરૂપી ભુગરથી કર્મોની શક્તિ ક્ષીણ બને છે.
- દુહા -રર – જ્ઞાનવંત મોટો સહી, નાહાનો તે ધનવંત; લાવ્યતણા મહીમા થકી, ઝીણા પાપ વધતા. માસાદોય કાર્ય હતું, વાધી ત્રીપ્લા(ગા) કોડ્ય; mપિલ વિપ્રાણી કથા, સૂણયો બિ કર જોડ્ય.
...૩૧૭ અર્થ: જ્ઞાનવંત જયેષ્ઠ (મહાન, મોટો) છે જ્યારે ધનવંત કનિષ્ઠ (નાનો) છે. લાભ(લોભ)ની વૃદ્ધિથી તૃષ્ણારૂપી પાપ વધે છે..૩૧ર.
(તેના દષ્ટાંત રૂપે) મન અને વચનની એકાગ્રતાપૂર્વક કપિલ બ્રાહ્મણની કથા સાંભળો. જેને ફક્ત બે માસા (સુવર્ણમુદ્રા)ની જરૂરિયાત હતી, પરંતુ જેમ જેમ ઈચ્છાઓ વધતી ગઈ તેમ તેમ) તૃણાનું જોર વધતાં તે ક્રોડ માસા સુધી પહોંચી...૩૧૩.
••૩૧ર
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
*(ણા)માં લખેલ શબ્દ અશુદ્ધ હોવાથી સુધારેલ છે.
અર્થની સ્પષ્ટતા માટે કપિલ કરેલ છે, આ કથામાં બધે કીપલ, કાપલ જેવા અશુદ્ધ શબ્દ જોવા મળે છે.