________________
૧૬૭ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ આપત્તિ આવશે? મનને કંઈક ઉદાર કરી કપિલે વિચાર્યું, “એક કોડ સુવર્ણ માસા રાજા પાસેથી માંગું'...૩૪૧.
જ્યારે ક્રોડ માસા સુવર્ણ લેવાનું કપિલે વિચાર્યું ત્યારે તેનું મન અચાનક પાછું વળ્યું. તેણે વિચાર્યું, અહો! તૃષ્ણારૂપી કૂવો કદી ભરાતો નથી. તે કદી પૂર્ણ થતો જ નથી...૩૪૨.
કપિલે વિચાર્યું જ્યારે બે માસા સુવર્ણમુદ્રાની જરૂર હતી ત્યાં આજે તૃણા વધીને ક્રોડ માસ સુધી પહોંચી ગઈ. જીવ હંમેશા વધુ મેળવવાની લાલચમાં અતૃપ્ત રહે છે. (તૃષ્ણાનો તાંતણો તૂટતાં) કપિલ પંડિતરાય શુભ ભાવના ભાવે છે..૩૪૩.
(કપિલની વિચારધારા આગળ વધી) મારા આ અવતારને ધિક્કાર છે. મેં પિતાનું ઉત્તમકુળ કલંકિત કર્યું. હું જ્ઞાતિએ બ્રાહ્મણ હોવા છતાં મેં એક નીચ કુળની દાસી સાથે પ્રેમ કર્યો. તે દાસી માટે હું રાજા પાસે સુવર્ણ મુદ્રા માંગવા તૈયાર થયો. કોણ રાજા અને કોનું હેમ ?...૩૪૪.
અધ્યવસાયોની વિશુદ્ધિ વધતાં કપિલને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવમાં સ્વીકારેલું સંયમજીવન તેણે જાણ્યું. કપિલને વૈરાગ્ય ઉત્પન થયો. તેણે સંસારનો ત્યાગ કર્યો. મસ્તકે લોન્ચ કરી સ્વયં સાધુ ધર્મ રવીકાર્યો..૩૪પ.
કપિલમુનિએ રાજાને ધર્મલાભ કહ્યો. બીજી જ ક્ષણે રાજા કપિલમુનિતરફ જોવા લાગ્યા. તેમણે કહ્યું, હે વિપ્ર ! આ કેવું રૂપ છે?તેંરાજા પાસેથી સુવર્ણ મુદ્રાન માંગી?”...૩૪૬.
- કપિલમુનિ એ ઉત્તર આપ્યો, “હે રાજન ! પાપી તૃષ્ણારૂપી કૂવો ગમે તેટલો ભરો, છતાં કેમે કરીને ભરાતો નથી. બે માસા (સુવર્ણમુદ્રા) થી વધીને ક્રોડ માસા સુધી મારી તૃણા વધી છતાં તૃપ્તિ ન થઈ...૩૪૭.
મારો મોહ આ રીતે ખૂબ વિસ્તાર પામ્યો. પછી લોભરૂપી વાઘે મને પંજામાં પકડ્યો (લાભના વધવાથી લોભ વધ્યો) પણ હે રાજન !દષ્ટિ સવળી કરતાં સમજાયું કે, લક્ષ્મી એ અનર્થનું મૂળ છે..૩૪૮.
જેણે લક્ષ્મીનો સંચય કર્યો તેઓ આ સંસારમાં દુઃખી થયા છે. જેણે તેનો ત્યાગ કર્યો તે મુક્તિપુરીમાં ગયા છે. તે કારણથી હે રાજન્ ! મેં નારી અને ધન બને છોડવાં છે. એવું કહી, કપિલમુનિ તે જ પળે ત્યાંથી ચાલ્યા ગયા...૩૪૯.
કપિલમુનિનું ભાવધર્મરૂપી વૃક્ષ વિકસ્યું તેથી છ માસમાં સર્વકર્મ ક્ષય કરી કેવળી બન્યા. તેમણે પાંચસો ચોર અને તેના સરદારને નાચતાં નાચતાં પ્રતિબોધ્યા...૩૫૦.
એમ ઘણા જીવોને પ્રતિબોધિ (જ્ઞાન પમાડી) કપિલષિ મુક્તિપુરીમાં પહોંચ્યા. તેઓ (હમણાં) સિદ્ધશિલા પર અનંત સિદ્ધોની હરોળમાં રહે છે. તેમને અનંતજ્ઞાન છે, એવું જિનેશ્વર ભગવંત કહે છે...૩૫૧.
કવિએ કડી ૩૧૨ થી ૩૫૧ સુધીમાં કપિલ કેવલીનો અધિકાર શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અનુસાર દર્શાવ્યો છે. કવિએ આ કથા ખૂબ વિસ્તારપૂર્વક આલેખી છે. કવિ આ કથા દ્વારા સ્ત્રીસંગ ત્યાગ અને લોભસંજ્ઞા ત્યાગનો ઉપદેશ આપે છે.
ગુરુકુળવાસમાં વસતા વિધાર્થીઓએ જ્ઞાન સંપાદન કરવા કુનિમિત્તોથી દૂર રહેવું જોઈએ. વિષય