________________
૧૫૩
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ સ્પષ્ટીકરણ નોંધ :(૧) અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ એ પાંચ પ્રકૃતિઓનો ક્ષયોપશમ થવાથી ભવસ્થિતિ પરિપકવ થાય છે. તેથી કર્મોની સ્થિતિ અંતઃ ક્રોડાકોડી સાગરોપમ થાય છે (૨) અનંતાનુબંધી કષાય એ ચારિત્ર મોહનીયની પ્રકૃતિ છે, પણ સમકિતની ઘાતક નથી. અનંતાનુબંધી કષાયના ઉદયથી જે ક્રોધાદિક ભાવો થાય છે, તેવા ક્રોધાદિક ભાવો સમકિતના સદ્ભાવમાં થતા નથી. તેમાં નિમિત્ત નૈમિત્તિકપણું હોય છે. (૩) સમકિત મોહનીય પ્રકૃતિ દેશઘાતી છે. તેથી તેને ઉદયમાં સમકિતનો ઘાત થતો નથી. મૂળથી ઘાત ન કરે, પણ કંઈક મલિનતા કરાવે તે દેશઘાતી પ્રકૃતિ કહેવાય. (૪) અનંતાનુબંધી કષાયના ક્ષયોપશમ કે ઉપશમ વિના મિથ્યાત્વ દૂર ન થાય. આ પ્રકૃતિ મિથ્યાત્વની સહચારિણી છે એટલે સમકિતને તેના ઉદયમાં ભ્રષ્ટ કરે છે. (૫) મિશ્ર મોહનીય ક્ષયોપશમ સમકિતને પ્રગટ થવા દેતું નથી. તેથી તે ક્ષયોપશમ સમકિતનું ઢાંકણું છે. (૬) સમકિત મોહનીયથી ક્ષયોપશમ સમકિતમાં ચંચલતા ઉત્પન થાય છે. તે ક્ષાયિક સમકિત પ્રગટ થતાં અટકાવે છે. તેના ઉદયથી શંકાકાંક્ષા, વિડિગિચ્છા જેવા દોષ પ્રગટ થાય છે. જેમકે સાંસારિક સુખો માટે ધર્મ કરણી કરવાની ઈચ્છા થવી.
સમકિતના આ પ્રકાર મોહનીય કર્મ અને કષાયની તરતમતાના આધારે દર્શાવેલ છે. તેને નીચેની આકૃતિ દ્વારા વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય.
ઉપશમસમકિતનીચે કચરો છે
લયોપશમિક સમકિત
સાયિક સમકિત સંપૂર્ણ ઉપર સ્વચ્છ પાણી છે. થોડા કચરાવાળું પાણી
શુદ્ધ પાણી જેમ ડહોળા પાણીમાં ફટકડી ફેરવવાથી માટી વગેરે નીચે બેસી જાય છે અને પાણી રવચ્છ બની જાય છે, તેમ મિથ્યાત્વનો ઉદય શાંત તથા જીવના પરિણામ વિશુદ્ધ બની જાય છે, તે સમાન ઉપશમ સમકિત છે. જેમ સહેજ પાણી હલાવવાથી અલ્પ પ્રમાણમાં ડહોળાઈ જાય છે, તે સમાન ક્ષયોપશમ સમકિત છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના ઉદયથી જીવનાં પરિણામ અશુદ્ધ બની જતાં સમકિત નાશ પામે છે, તે મિથ્યાત્વ અવસ્થા છે અને ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી, તે સમાન ક્ષાયિક સમકિત છે.
ઉપરોક્ત દષ્ટાંતથી સમજાય છે કે શુદ્ધતા એ ક્ષાયિક સમકિત છે. ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરવા જ વીર્ય ફોરવવુ જોઈએ, પરંતુ બધાજ જીવોમાં એવું સામર્થ્ય પ્રગટતું નથી. સાસ્વાદન સમકિતની સ્થિતિ ફક્ત છ આવલિકા છે. ઉપશમ સમકિતની સ્થિતિ અંતર્મુહૂર્ત છે. વેદક સમકિત ફક્ત ૧સમયની સ્થિતિનું છે. આ સર્વ સમકિત અલ્પસ્થિતિમાં છે, જ્યારે આત્માના અસંખ્ય પ્રદેશ પર અનંત કર્મોએ જમાવટ કરી છે. તે અનંત