________________
૧૫૪
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
કર્મોની જંજીરોને તોડવા ક્ષાયોપશમિકસમકિત પ્રાપ્ત કરવું જરૂરી છે.
• સમકિતનો અલ્પ બહુત્વ : ૧) ઉપશમ સમકિતી સૌથી થોડા હોય, ૨) વેદક સમકિતી સંખ્યાતગણા હોય, ૩) ક્ષયોપશમ સમકિતી અસંખ્યાતગણા હોય, ૪) ક્ષાયિક સમકિતી અનંતગણા હોય.
સમકિત પ્રાપ્ત કર્યા પછી તેને શી રીતે ટકાવવું ? તેના સંદર્ભમાં કવિએ સમકિતના બે પ્રકાર કહ્યા છે. • દ્રવ્ય સમકિત અને ભાવ સમકિત :
૧૨
या देवे देवता बुद्धि, गुरौ च गुरुतामतिः ।
धर्मे च धर्मधीः, शुद्धा सम्यक्त्वमिदमुच्यते । ।
અર્થ : સુદેવ, સુગુરુ અને સુધર્મમાં શુદ્ધ શ્રદ્ધા તે વ્યવહાર સમકિત છે.
જિનવાણી પર રુચિ એ દ્રવ્ય સમકિત છે. તેવા સાધકના હૃદયમાં આ ચાર વાક્ય કોતરાયેલા હોય છે . १) तमेव सच्चं निस्संकं जं जिणेहि पवेइयं । २) निग्गंथं पावयणं अत्यं परमत्थं शेषं अनथ्थं । ३) तत्त्व केवली ગમ્ય ।૪) સિદ્ધાંતમાં કહ્યું છે તે સત્ય છે .
મિથ્યાત્વના શુદ્ધ કરાયેલા કર્મ દલિકો જ દ્રવ્ય સમકિત છે.
(૧) ૭નય”, ૪ પ્રમાણ, ૪ નિક્ષેપા, દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવ, વ્યવહાર અને નિશ્ચય, સામાન્ય અને વિશેષ, દ્રવ્ય અને ભાવ. આ રીતે નવ તત્ત્વના ભાવ જાણે. (૨) ક્ષાયિક, ક્ષયોપશમ કે ઉપશમ સમકિતમાંથી કોઈપણ ભાવમાં પ્રવર્તે. (૩) સમકિતના સડસઠ બોલનું ભાવપૂર્વક સમ્યક્ આચરણ એ ભાવ સમકિત છે.
મિથ્યાત્વના શુદ્ધ થયેલા કર્મદલિકોની સહાયથી જીવનાં તત્ત્વરુચિરૂપ પરિણામ તે ભાવ સમકિત છે. આવું સમકિત પ્રશમાદિ લિંગોથી જાણી શકાય છે.
ઔપશમિક અને ક્ષાયિક સમકિતનો ભાવ સમકિતમાં સમાવેશ થાય છે. જયારે ક્ષયોપશમ સમકિતનો દ્રવ્ય સમકિતમાં સમાવેશ થાય છે.
• નિશ્ચય સમકિત અને વ્યવહાર સમકિત :
::
જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આત્માના શુભ પરિણામને નિશ્ચય સમકિત કહેવાય છે. નિશ્ચયનયથી આત્મા જ દેવ છે, આત્મા જ ગુરુ છે અને આત્મા જ ધર્મ છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ તે દેવ છે. આત્મા જ્ઞાનનો ભંડાર છે અને આત્મા આત્મજ્ઞાનથી આત્માને ઓળખે છે, તેથી તે આત્માનો ગુરુ છે. મહાત્મા બુદ્ધે કહ્યું છે ; ‘ગળ પીવો ભવ’ – તું તારો જ દીવો બન. આત્માના જ્ઞાન દર્શન આદિ ગુણોમાં રમણતા કરવી તે વાસ્તવિક ધર્મ છે. કવિ યશોવિજયજી એ કહ્યું છે
अत्माऽऽत्मन्येव तच्छुद्धं जानात्यात्मानमात्मना ।
I
सेयं रलत्रये ज्ञाप्तिरुच्याचारैकता मुनेः । ।
અર્થ : આત્મા, આત્મામાં જ આત્મા વડે વિશુદ્ધ આત્માને જાણે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નમાં