________________
૧પ૧
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
ક્ષયોપશમ સમકિતમાં સમસ્ત શુદ્ધ પુંજનો અનુભવ થાય છે જ્યારે વેદક સમકિતમાં તેનો છેલ્લો અંશ વેદાય છે. વેદક પણ ક્ષયોપશમ સમકિત છે કારણકે અનુભવાતા છેલ્લા અંશ સિવાયના સર્વ પુગલોનો ક્ષય અને છેલ્લા અંશમાં રહેલા પુદ્ગલોનો મિથ્યાત્વભાવ દૂર થવા રૂ૫ ઉપશમ એમ ક્ષય અને ઉપશમ ઉભય સ્વભાવથી થતું હોવાથી તે ક્ષયોપશમ છે. (૫) ક્ષાયિક સમકિત - દર્શન સપ્તકનો સર્વથા ક્ષય થવાથી થયેલું તત્ત્વશ્રદ્ધાન તે ક્ષાયિક સમકિત છે. તેની આદિ છે પણ અંત નથી. આ સમકિત સર્વથા નિર્મળ છે, જેમાં મિથ્યાત્વનું બીજ સર્વથા નાશ પામે છે.
લયોપશમ સમકિતમાં સમકિત મોહનીય સિવાયની છ પ્રકૃતિનો ઉદય હોય પરંતુ તે રસ આપ્યા વિના ક્ષય પામે, જ્યારે સમકિત મોહનીયનો વિપાકોદય હોવા છતાં સમકિતનો ઘાત થતો નથી. મિથ્યાત્વનો ઘાત ન થાય ત્યાં સુધી પડિવાઈ થવાનો સંભવ છે.
શ્રદ્ધાન જેવી રીતે ઔપશમિક સમકિતમાં હોય છે તેવી જ રીતે ક્ષયોપશમ આદિ સમકિતમાં પણ હોય છે. ઔપશમિક સમકિતમાં મિથ્યાત્વમોહનીયનો પ્રદેશોદય કે વિપાકોદયં બિલકુલ ન હોય જ્યારે ક્ષયોપશમ સમકિતમાં મિથ્યાત્વ મોહનીયનો પ્રદેશોદય હોય છે. ક્ષયોપશમ સમકિત પીગલિક સમકિત છે, જ્યારે ઓપશમિક અને ક્ષાયિક સમકિત અપૌલિક સમકિત છે.
સાયિક સમકિત શ્રેષ્ઠ કોટિનું સમકિત છે. તેમાં છવસ્થ અવસ્થાવાળાનું ક્ષાયિક સમકિત અશુદ્ધ સાયિક કહેવાય છે, જ્યારે કેવળજ્ઞાનીઓના ક્ષાયિક સમકિતને શુદ્ધ ક્ષાયિક સમકિત કહેવાય છે. છાઘસ્થિક સાયિક સમકિતી જીવને અનંતાનુબંધી કષાયનો ક્ષય છે, પરંતુ અવશેષ કષાયો પણ અનંતાનુબંધીરૂપે પરિણમી નરકાદિ ગતિમાં લઈ જવાના સાધનભૂત હોવાથી પરિણામની વિચિત્રતાને કારણે અશુદ્ધ ક્ષાયિક સમકિત કહેવાય છે. જેમ કોઈ શાહુકાર ઘણા વખતથી ચોરોના સમુદાયમાં રહેવાથી તેની ચોરોમાં ગણના થાય, તેમ છાઘસ્થિક ક્ષાયિક સમકિતને તેવા સંયોગોને કારણે અશુદ્ધ ક્ષાયિક સમકિત કહેવાય છે. નીચેના કોઠામાં સમકિત વિષે માહિતી દર્શાવેલ છે.
* પ્રદેશોદય એટલે મિથ્યાત્વ મોહનાનો સૂક્ષ્મ ઉદય (કર્મરસ બતાવવાની શક્તિ નથી) * વિપાકોદય એટલે મિથ્યાત્વ મોહનીયનો રસ અનુભવાય તેવો ઉદય.