________________
૧૪૯
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
અર્થ : પ્રથમ ઉપશમ સમકિત છે. તે ભવચક્રમાં પાંચ વખત પ્રાપ્ત થાય છે. ઉપશમ સમકિત અંતર્મુહૂર્ત (૪૮મિનિટ) રહે છે. હે માનવો ! એવાં શ્રી જિનેશ્વર દેવનાં વચનો છે...૨૮૫.
બીજું સાસ્વાદન સમકિત છે. તે સંસાર ચક્રમાં પાંચ વખત પ્રાપ્ત થાય છે. તેનો કાળ છ આવલિકા છે. એવું જિનેશ્વર ભગવંતોનું વચન છે...૨૮૬.
ક્ષયોપશમ સમકિત જીવ અસંખ્યાત વખત પ્રાપ્ત કરે છે. તેની સ્થિતિ છાસઠ સાગરોપમ ઝાઝેરી છે. એવું જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે... ...૨૮૭.
ચોથું વેદક સમકિત છે. ભવચક્રમાં જીવ ફક્ત એકવાર પ્રાપ્ત કરે છે. તેની સ્થિતિ એક સમયની છે. એવું જીવદયા પાલક જિનેશ્વર દેવ કહે છે...૨૮૮.
પાંચમું ક્ષાયિક સમકિત છે. તે સંસારમાં ફક્ત એકજ વખત પ્રાપ્ત થાય છે. તેની સ્થિતિ તેત્રીસ સાગરોપમ ઝાઝેરી છે. એવું રાગ દ્વેષના વિજેતા જિન દેવ કહે છે...૨૮૯.
જિનદેવના મુખેથી કહેવાયેલા સમકિતના પાંચ પ્રકાર કહું છું. સૌ પ્રથમ સમકિતના ભેદ અને જિનેશ્વરનાં વચનો સત્ય છે, એવી શ્રધ્ધા મનમાં ધારણ કરું છું...૨૯૦.
વળી સમકિતના બે પ્રકાર છે. દ્રવ્ય સમકિતનો અર્થ પણ સુંદર છે. અરિહંત ભગવંતના વચનો પર સંપૂર્ણ રુચિ હોય તેને દ્રવ્ય સમકિત કહેવાય છે...૨૯૧.
સમકિતનો બીજો ભેદ કહું છું. જે મનુષ્ય સમકિતના સડસઠ બોલ જાણે છે તેનું ભાવપૂર્વક શ્રવણ કરી તેનું આચરણ કરે છે તે ભાવ સમકિત છે. સમકિતના બંને પ્રકાર શ્રેષ્ઠ છે...૨૯૨.
ચોપાઈ આઠમાં કવિ ઋષભદાસે સમકિતના વિવિધ ભેદો દર્શાવેલ છે.
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં જિનભદ્રગણી ક્ષમાશ્રમણે સમકિતના પાંચ ભેદ દર્શાવેલ છે.
सम्मत्तपरिग्गहिय सम्मसुयं तं च पंचहा सम्मं ।'
उवसमियं सासाणं खयसमजं वेययं खइयं ।
અર્થ : સમકિતપૂર્વક ગ્રહણ કરેલ શ્રુત તે સમ્યક્શ્રુત છે. તે સમકિત ઔપશમિક, સાસ્વાદન, ક્ષયોપશમક, વેદક અને ક્ષાયિક એમ સમકિત પાંચ પ્રકારે છે.
૫
સમકિતના આ પાંચ પ્રકારો ધર્મસંગ્રહણી, સંબોધપ્રકરણ, સમકિત સપ્તતિ આદિ ગ્રંથોમાં દર્શાવેલ છે. (૧) ઔપમિક સમકિત :- અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા અને લોભ, સમકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય આ સાત પ્રકૃતિને સર્વથા ઉપશમાવે કે ઢાંકે તેને ઔપશમિક સમકિત કહેવાય.
ઉપરોક્ત સાતે પ્રકૃતિને ‘દર્શન સપ્તક ’ કહેવાય છે. દર્શનસપ્તકને ઉપશમાવી (દબાવી) ઉપશમ શ્રેણી પામેલા આત્માને ઉપશમ સમકિત હોય અથવા જે અનાદિ કાળથી મિથ્યાત્વી છે, જેણે મિથ્યાત્વ મોહનીય કર્મના શુદ્ધ – અશુદ્ધ કે મિશ્રપુંજ એવા વિભાગ કર્યા ન હોય તેમજ મિથ્યાત્વનો ક્ષય ન કર્યો હોય, તેવા જીવને અંતર કરણમાં પ્રવેશતાં ઉપશમ સમકિત પ્રાપ્ત થાય છે. ઉપશમ સમકિત જીવને ભવાંતરમાં પાંચ વખત પ્રાપ્ત * અનંત સંસારકાળ વધારે તે અનંતાનુબંધી કષાય કહેવાય. અનંતાનુંબંધીની ગાંઠ તોડવા જીવ યથાપ્રવૃતિકરણથી આગળ વધી અપૂર્વકરણ કરે તો સમકિત પ્રાપ્ત કરે છે.