________________
૧૪૨
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
જ રીતે મિથ્યાત્વ જનિત હોવાથી અશુભ વિનય અને અશુભ જ્ઞાન સમજવું. અહીં ‘અશોમન' ને વિપર્યાસ કે મિથ્યાત્વ સમજવું.
અક્રિયા મિથ્યાત્વ : – જ્ઞાનથી જ મુક્તિ છે, ક્રિયાની કોઈ આવશ્યક્તા નથી એવું કહી ક્રિયાનો નિષેધ કરવો એ અક્રિય મિથ્યાત્વ છે. જ્ઞાન અને ક્રિયારૂપી પૈડાં વડે આત્મારૂપી રથ મોક્ષમાર્ગમાં ગતિ કરી શકે છે.
અવિનય મિથ્યાત્વ :- સુદેવ, સુગુરુ અને સુધર્મનું ઉલ્લંધન કરવું, તેમની નિંદા કરવી, ગુણીજન, જ્ઞાનવાન, તપસ્વી, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આદિ સજ્જનો અને ઉત્તમ પુરુષોની નિંદા કરવી તે અવિનય મિથ્યાત્વ છે.
અજ્ઞાન મિથ્યાત્વ ઃ- મિથ્યાત્વ અને અજ્ઞાન સહોદરભાઈ જેવા છે. મિથ્યાત્વ સાથે નિયમમાં (નિશ્ચતરૂપે, અવશ્યમેવ) અજ્ઞાન હોય જ. મિથ્યાત્વ મોહનીયના ઉદયથી જીવને દેવ-ગુરુ-ધર્મ સંબંધી સર્વ વાતો વિપરીત જ લાગે. મિથ્યાષ્ટિનું સમસ્ત જ્ઞાન અજ્ઞાનરૂપે જ હોય છે. મોક્ષમાર્ગથી વિપરીત હોવાથી તે મિથ્યાજ્ઞાન કહેવાય છે. અજ્ઞાનવાદી અજ્ઞાનને જ શ્રેષ્ઠ માને છે કારણકે અજાણતાં ભૂલ થઈ જાય તો દોષ ન લાગે, પરંતુ જાણતાં કોઈ ભૂલ થાય તો દોષ લાગે છે. જેમકે અજાણતાં કોઈનો ધક્કો વાગે તો ખરાબ ન લાગે, પરંતુ જાણી જોઈને કોઈ ધક્કો મારે તો અપમાનજનક લાગે છે. વળી જ્ઞાનીઓમાં એકરૂપતા નથી. તેઓ અલગ-અલગ વાતો કરે છે, તેથી જ્ઞાનના પ્રપંચમાં ન પડતાં અજ્ઞાન શ્રેષ્ઠ છે. અજ્ઞાનવાદીઓની આ માન્યતા મિથ્યા છે કારણકે જ્ઞાનના અભાવમાં સત્ કે અસત્નો વિવેક થવો અસંભવ છે. છપ્પન આંતરદ્વીપના મનુષ્યો એકાંત મિથ્યાદષ્ટિ છે.
"
આશાતના મિથ્યાત્વ ઃ- આશાતના એ દુખિયા છે, તેથી મિથ્યારૂપ છે. ગુણીજનોના ગુણોની નિંદા કરવી અને તેમનામાં ન હોય તેવા દોષો દર્શાવી તેમનું અપમાન કરવું એ આશાતના છે.
ઉપર્યુક્ત સર્વ પ્રકારના મિથ્યાત્વ મહાઆશ્રવનાં દ્વાર છે. તેના સદ્ભાવમાં (અસ્તિત્વમાં)ધર્મ અને મોક્ષના દ્વાર બંધ રહે છે . તેથી મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યક્ત્વની આરાધના કરવી એ જ સાધના છે.
કર્મભૂમિના સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યપણામાંજ મોક્ષ પુરુષાર્થ શક્ય છે, અન્ય ભવોમાં નહીં. ૧૫ કર્મભૂમિના ભરત ક્ષેત્રમાં આવ્યા પછી સમ્યક્ત્વ લીધા વિના જઈશું તો મૂર્ખ શિરોમણિ ઠરશું, એવું અહીં કવિ દર્શાવે છે. કવિ હવે પછીના પ્રકરણમાં સમક્તિના ૬૭ કેન્દ્ર-સ્થાનનું વિવરણ કરે છે.