________________
૧૪૧
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આદિ વ્રત તથા ક્ષમા, માર્દવ, આર્જવ, તપ, ત્યાગ, આદિ યતિધર્મનું આચરણ કરવું તે ધર્મ છે. આ વાસ્તવિક ધર્મની ઉપેક્ષા કરી લોકરૂઢિ પ્રમાણે પ્રચલિત તીર્થયાત્રા, તીર્થોમાં નાન કરવું, હવન-પૂજન, યજ્ઞ-યાગ, ધૂપ-દીપ કરવાં આદિ કાર્યોમાં ધર્મ માનવો તે ધર્મગત લોકિક મિથ્યાત્વ છે.
દેવી-દેવતાઓના નિમિત્તે થતી હિંસામાં ધર્મ માનવો એ ધર્મગત લૌકિક મિથ્યાત્વ છે. લૌકિક પર્વોમાં મિથ્યાષ્ટિ દેવ-દેવીની માનતા, પૂજા કરવી એ પણ લૌકિક ધર્મગત મિથ્યાત્વ છે. ૨) લોકોત્તર મિથ્યાત્વ : મોક્ષના નિમિત્તે કરાતી પ્રવૃત્તિઓ લોકોત્તર કહેવાય છે. મોક્ષમાર્ગના પ્રવર્તક અરિહંત દેવ એ લોકોત્તર દેવ છે. પંચ મહાવ્રતધારી નિગ્રંથ લોકોત્તર ગુરુ છે. અહિંસા ધર્મલોકોત્તર ધર્મ છે. લોકોત્તર દેવ-ગુરુ અને ધર્મ પાસેથી મોક્ષ સિવાય અન્ય સાંસારિક અભિલાષા રાખવી એ લોકોત્તર મિથ્યાત્વ છે. એના ત્રણ ભેદ છે. ૧) લોકોત્તર દેવગત મિથ્યાત્વ, ૨) લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ, ૩) લોકોત્તર ધર્મગત મિથ્યાત્વ.
જે લોકોત્તર દેવના લક્ષણોથી સહિત છે, તેને તીર્થકર માની, તેમની માનતા કરવી, તેમની પાસેથી લૌકિક સુખોની કામના કરવી ઈત્યાદિ લોકોત્તર દેવગત મિથ્યાત્વ છે. જે જૈન સાધુમાં સાધુતાના લક્ષણ ન હોય, જેઓ સમિતિ-ગુપ્તિ કે મહાવતોના પાલનમાં દોષ લગાડે છે, તેને ધર્મગુરુ માનવા એ લોકોત્તર ગુરુગતા મિથ્યાત્વ છે. અહિંસામય જૈન ધર્મ કલ્યાણકારી છે, તે ધર્મનું આચરણ કરવાથી નિરાબાધ મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. છતાં સાંસારિક સુખની ઈચ્છાઓથી ધર્મનું આચરણ કરવું એ લોકોત્તર ધર્મગત મિથ્યાત્વ છે. ૩) કુષ્માવચનિક મિથ્યાત્વ : અન્ય તીર્થિકોના દેવ, ગુરુ અને ધર્મને મોક્ષ પ્રાપ્તિની ભાવનાથી માનવા, તે કુપાવચનિક મિથ્યાત્વ છે. એના ત્રણ ભેદ છે. દેવગત, ગુરુગત અને ધર્મગત. મોક્ષની પ્રાપ્તિ માટે હરિહરાદિ દેવોને દેવરૂપે, યોગી-સન્યાસીઓને ગુરુરૂપે અને સંધ્યા વંદન-સ્નાન, હોમ-હવન આદિને ધર્મરૂપે માનવા, તેમની પૂજા કરવી એ કુમાવચનિક મિથ્યાત્વ છે. જે દેવ અથવા ગુરુ સ્વયં મુક્ત નથી તે બીજાને મુક્તિ ક્યાંથી અપાવી શકે? • શ્રી ઠાણાંગ સૂત્રમાં અન્ય વિવક્ષાએ મિથ્યાત્વના ત્રણ પ્રકાર દર્શાવેલ છે. ૧)જૂન, ૨) અતિરિક્ત, ૩) વિપરીત. જિનવાણીથી ન્યૂન (ઓછી) પ્રરૂપણા કરવી તે ન્યૂન પ્રરૂપણા મિથ્યાત્વ છે. જેમકે આત્મા તલ, સરસવ અથવા અંગુલમાત્ર છે. વસ્તુતઃ આત્મા સ્વદેહ પ્રમાણ છે. એવી જ રીતે જિનવાણીથી અધિક પ્રરૂપણા કરવી એ અતિરિક્ત પ્રરૂપણા મિથ્યાત્વ છે. જેમકે આત્માને સર્વવ્યાપક માનવો, તે અતિરિક્ત પ્રરૂપણા મિથ્યાત્વ છે. જિનવાણીથી વિપરીત પ્રરૂપણા કરવી તે વિપરીત પ્રરૂપણા મિથ્યાત્વ છે. જેમકે આત્માનું અસ્તિત્વ નથી. ઈશ્વર સૃષ્ટિનો કર્તા છે, આદિ માન્યતાઓ વિપરીત પ્રરૂપણા મિથ્યાત્વ છે. • શ્રીઠાણાંગસૂત્રમાં અન્ય વિવેક્ષાથી પણ ત્રણ પ્રકાર દર્શાવેલ છે.
तिविहे मिच्छते पण्णते तंजहा १.अकिरिया २.अविणए ३.अण्णाणे.
અહીં મિથ્યાત્વનો અર્થ વિપરીત શ્રદ્ધા નથી કર્યો પરંતુટીકાકારે મિથ્યાત્વનો અર્થ“ ગોપન' અર્થાત્ જે ક્રિયા મિથ્યાત્વ જનિત છે તે ક્રિયા નથી પણ અક્રિયા છે. અશુભ ક્રિયા છે, તેવી