________________
૧૨૮
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે
શીલધર્મથી નિઃસ્પૃહતા ઉત્પન્ન થાય છે. નિઃસ્પૃહી વ્યક્તિ તપ કરી શકે. તપ એ આત્મ વિશુદ્ધિનું સાધન છે, હવે કવિતપધર્મવિષે કહે છે• તપધર્મ: કવિ કડી ૨૪૭ થી ર૫૦ માં તપ ધર્મની વિશેષતા દષ્ટાંતો સાથે દર્શાવેલ છે. વાસનાઓ શેતાન છે. એ શેતાનને વશ કરવાનું અમોઘ શસ્ત્ર તપ છે. કર્મબંધનતોડવાનું અપૂર્વ સાધન છે. તપના સંદર્ભમાં કવિએ (૧) નદિષેણ મુનિ (૨) પાંચ પાંડવો (૩)દઢ પ્રહારી (૪) ઢંઢણ કુમાર (૫) અર્જુન માળી (૬) ઉદાયન રાજાનાં દૃષ્ટાંતો ટાંકયા છે. મંદિષેણ મુનિની કથા કવિ ઋષભદાસે ઢાળ ૨૦થી ૨૩, કડી – ૩૯૩ થી ૪૫૦ સુધીમાં વિસ્તારથી આલેખી છે.
નિર્દોષ, નિયાણા રહિત, કર્મ નિર્જરાના હેતુથી, શુદ્ધ બુદ્ધિ વડે અને ચિત્તના ઉત્સાહપૂર્વક કરેલો તપ નિર્દોષ તપ કહેવાય છે. ઉગ્ર તપની આરાધનાથી આત્મકલ્યાણ થાય છે. જેમ ધૂળવાળી પંખિણી પોતાના પાંખ પર લાગેલી ધૂળને ખંખેરી નાંખે છે તેમ તપસ્વી સંયમી સાધક તપશ્ચર્યા દ્વારા કર્મરજને ખંખેરી નાંખે છે.
તપ એ સાધનાનું ઓજ છે, તેજ છે, શક્તિ છે. હવે કવિભાવ ધર્મની મહત્તા દર્શાવે છે. • ભાવધર્મ દાન, શીલ, તપ અને ભાવ આ ચાર પ્રકારના ધર્મનો ક્રમ કહેલો છે. જો આ ક્રમ ન હોયતો ભાવ રૂવરૂપ ધર્મની પ્રાપ્તિ ન થાય. દાનથી નિઃસ્પૃહતા, શીલથી આત્મ રમણતાતપથી કર્મોની મંદતા અને ભાવથી આત્મિક શુદ્ધિ થતાં ધાર્મિક કાર્યોમાં પ્રાણ આવે છે.
દાન, શીયળ, તપ અને ભાવમાં ભાવધર્મ શ્રેષ્ઠ છે કારણકે ભાવ વિના પૂર્વના ત્રણે ધર્મો એકડા વિનાના મીંડા જેવા નિરર્થક છે. ભાવ વિનાનું દાન માત્ર ધનનો વ્યય છે. ભાવ વિનાનું તપ માત્ર લાંઘણ છે. ભાવ વિનાનું શીલ માત્ર કાયક્લેશ જ છે. ભાવથી પાપી પાલક વડે પીલાતાં બંધકસૂરિના સર્વ શિષ્યો કેવળી બન્યા. ભાવ જ સમ્યકત્વનું બીજ છે. મોક્ષ સુખના બીજરૂપ જીવોને સુખકારી ભાવ છે. મણિ, મંત્ર, ઔષધી તેમજ મંત્ર-તંત્ર અને દેવતાની સાધના ભાવ વિના સિદ્ધ થતી નથી. દાન, શીલ, તપમાં ભાવ ધર્મ શ્રેષ્ઠ છે. તેથી ભાવ ધર્મ મુખ્ય છે. કવિ ઋષભદાસે ભાવધર્મની પ્રાપ્તિ માટે ચૌદ બોલ દર્શાવેલ છે.
-દુહા-૧૫ - દાન સીલ તપ ભાવના, ભાખ્યા ચાર પ્રકાર; જઇને ધર્મ આરાધતાં, પામિ ભવનો પાર.
૨૫૫ ધર્મ તત્વ ત્રીજું સહી, આરાધિ આચાર; સમીકીત દ્રષ્ટી તે સહી, મૂગતિ તણો ભજહાર.
..૨૫૬ ત્રણ તત્ત્વ આરાધતો, ઇંડિત્રણિ અતત્વ,
કુદેવ કુગુર(૨) કુધર્મની, સુણજો ભવીજન વાત. ...૨૫૭ અર્થ: જૈન ધર્મમાં દાન, શીયળ, તપ અને ભાવ એમ ધર્મના ચાર પ્રકાર દર્શાવેલ છે. આ ધર્મનું યથાર્થ પાલન કરતાં સંસારનો અંત આવે છે....૨૫૫
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
=
* તપધર્મનો મહિમા દર્શાવતી કથાઓ જુઓ- પરિશિષ્ટ વિભાગ.