________________
૧૩૩
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
જીવ હંશા મૃષાનિ ચોરી, પરહરવી પરનારી; મીથાધર્મ પરીહરવો, પંચમ સમઝો સમકીત ધારી. મુકો. ૨૭૪ મીથામાંહિ ગયો કાલ અનંતો, ભમીઉં ચોગતીમાંહિ; સમકીત થન નવિ પોહોતો કોઇ, મુગત્ય નગર કઈ જ્યાંહિ મુકો. ...૨૭૫ તેણઇ નર મીથા ધર્મ ન કીજઇ, વરિ વિષ ઘોલી પીજઇ;
એક મર્ણ નરનિં તે આપિ, આ સંસાર ભમી જઇ. મુકો. .૨૭૬ અર્થ: જે મિથ્યા ધર્મનું આચરણ કરતો નથી તે જીવ સુખી થાય છે. તેવો જીવ મિથ્યાત્વનો સંગ કરતો નથી, મિથ્યાત્વી જીવોની પ્રશંસા કરતો નથી. તે અધર્મનું બહુમાન પણ કરતો નથી...૨૭૦
(મિથ્યાત્વી જીવો) ધર્મના નામે બકરી, ઘોડા, નરનું અગ્નિ (હોમ-હવન)માં બલિદાન આપે છે. તેઓ કાચબા અને સાપ (બીજો અર્થ હાથી) મારે છે. સમકિતદષ્ટિ જીવો સમજો. આવો હિંસક ધર્મ કેવી રીતે કલ્યાણકારી બની શકે? ...ર૭૧
તેઓ વ્રત કરી સચિત્ત (કાચા) તલ ખાય છે. તેઓ કંદમૂળ આદિ અભ્યશ્ય વસ્તુ અને સચેત ફળનો આહાર કરે છે. તેઓ પશુની જેમ રાત્રિભોજન કરે છે. તેઓ ધર્મ કરણી વિના મનુષ્ય ભવ થર્થ ગુમાવે છે ...૨૭૨
સમ્યગદર્શન અને જ્ઞાન વિના જીવ ડગલે ને પગલે આઠ કર્મોનો સંચય કરે છે. તેઓ સન્યાસ લઇને યજ્ઞ-યાગાદિમાં અગ્નિનો આરંભ કરી બલિ ચઢાવે છે. તે મુક્તિપંથ ક્યાંથી સાધી શકે?... ૨૭૩
જીવહિંસા (પ્રાણીવધ), અસત્ય, અદાગ્રહણ, પરસ્ત્રીગમન અને મિથ્યાત્વ ધર્મ એ પાંચનો ત્યાગ કરવો જોઈએ એવું સમકિતધારી સમજે છે ...૨૭૪
(આ જીવનો) મિથ્યાત્વમાં અનંત કાળ વ્યતીત થયો. જીવ મિથ્યાત્વ સહિત ચાર ગતિઓમાં પરિભ્રમણ કરતો રહ્યો, પરંતુ સમકિત વિના કોઇ મુકિતનગર સુધી પહોંચી શકતું નથી..૨૭૫
વિષ ઘોળીને પીવાથી મનુષ્યનું એકવાર મૃત્યુ થાય છે, જ્યારે મિથ્યાત્વ અનંત જન્મ-મરણ કરાવે છે તેથી મિથ્યાત્વ ધર્મનો રવીકાર ન કરો..૨૭૬ • કુધર્મ : શ્રી હરિભદ્રસૂરિ મહારાજકુધર્મનું સ્વરૂપ સમજાવતાં કહે છે
હિંસાના મઘ, ભૂતો રવિણuિ અર્થઃ હિંસા ત્રણે કાળમાં ધર્મ ન બની શકે. અધર્મનું સેવન કરનાર નરક આદિ દુર્ગતિમાં ઉત્પન્ન થાય છે. અવિદ્યાવાન પુરુષ અજ્ઞાનના કારણે મૂઢ બની અનંત સંસારમાં ચાર ગતિઓમાં પરિભ્રમણ કરે છે." દશવૈકાલિક સૂત્રમાં સુધર્મનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે -
घम्मो मंगल मुक्किठं, अहिंसा संजमो तवो।" देवावि तं नमसंति, जस्स घम्मे सया मणो।।