________________
૧૩૨
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે
અર્થઃ સર્વ વસ્તુઓની અભિલાષા કરનારા, (ભક્ષ્યાભઢ્ય) બધું ખાનારા, પરિગ્રહ અને આરંભમાં વ્યસ્ત બીજાને શું તારી શકે? જે પોતે દરિદ્ર હોય તે બીજાને ધનવાન શી રીતે બનાવી શકે?
જૈન મુનિના આચારો અત્યંત રુચિકર છે. તેમના જેવા અન્ય કોઈ દર્શનના સંતોના આચાર નથી. શિયાળાની કડકડતી ઠંડી, ઉનાળાની બળબળતી ગરમીમાં પણ અલ્પવસ્ત્ર હોય છે. તેઓ માથા પર છત્રી, પગમાં પગરખાં રાખતાં નથી. તેઓ ઊની રેતીમાં આતાપના લે છે. તેઓ અચેત પાણી પીએ છે. તેઓ શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે. તેઓ પોતાની પાસે ફટી બદામ પણ રાખતા નથી.
મુનિવરોની પરીક્ષા માટે સમ્યગુદષ્ટિ આત્મા સાચા ઝવેરીની ગરજ સારે છે. ક્ષાયિક સમકિતી આત્માનિકૂવો, યથાવૃંદો જેવાકુસાધુના સંગમાં ફસાતા નથી.
કડી-ર૬૮નાં ભાવો શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં દર્શાવે છે. અજ્ઞાનીજનો એકાંત જ્ઞાનને પ્રધાનતા આપે છે; પણ પ્રત્યાખ્યાનને સ્વીકારતા નથી. તેઓ બંધ અને મોક્ષની સુંદર વાતો કરે છે, પણ આચારમાં વિકલાંગ છે. જૈનદર્શન જ્ઞાન અને ક્રિયાનું સાહચર્ય સ્વીકારે છે. પાંચ મિથ્યાત્વરૂપી વરમાં જીવની મતિ મૂછ પામી છે, તેથી મદિરા પીધેલા વ્યક્તિની જેમ હિત-અહિતને જાણ્યા વિના કુદેવ-કુગુરુ અને કુધર્મને આદરે છે. કવિ ઋષભદાસ કુગુરુ તત્ત્વનો પરિચય કરાવી કુધર્મતત્વ પર પ્રકાશ પાડે છે.
–દુહા - ૧૭આતમ કામ સરઇ નથી, સેવિ કગર પાય;
મીથા ધર્મ કરત જ, જીવ સુખી નવિ થાય. અર્થઃ કુગુરુના ચરણોની ઉપાસના કરવાથી આત્મકલ્યાણ થતું નથી કારણકે કુગુરુ રવયં મિથ્યાત્વી છે. મિથ્યાધર્મનું આચરણ કરતાં જીવ સુખી થતો નથી..ર૬૯
અતત્વની અનારાધના ઢાળઃ ૧૪ (દેશી - દેખો સુહણા પુણ્ય વિચારી. રાગઃ શ્રી રાગ) જીવ સૂખી સહી તેહનો થાય, મીથ્યા ધર્મ ન ધ્યાયિ; મીથા સંગ તજઇ નરની સંચિ, મીથા ગુણ નવ્ય ગાયિ; મુકો માથા મા નથી ધર્મો.. આંચલી.
૨૭૦ અજા અરવ માનવનિ હોમિ, કુરમ નાગનિ મારિ; સમકી દ્રષ્ટી સમઝો ભાઈ, સોય ધર્મ કયમ તારિ. મુકો. ..ર૭૧ વર્ત કરિ તલ કાચા ચાવિ, કંદમૂલ ફલ ખાવિ; પસુય પરિ રાતિ પર્ણ જમતા, ધર્મ વીના ભવ જાવિ. મુકો. ...૨૭૨ સમકત જ્ઞાન વીના નવિ સમઝિ, પગીપગી પાતીગ બાંધિ; લઈ યોગ અગ્યને ધૂહિ બાલિ, મુગતિ પંથ ક્યાહાં સધિ. મુકો. ..૨૭૩
•૨૬૯