________________
૧૩૬
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે
જેમ જન્માંધ મનુષ્ય વસ્તુનું દર્શન ન થવાથી તેનું યથાર્થ રવરૂપ જાણી શકતો નથી. તેમ મિથ્યાત્વી જીવાદિ નવ તત્ત્વોને જાણી શકતો નથી. મિથ્યાત્વની દ્રષ્ટિ અવળી હોય છે. મિથ્યાત્વના સદ્ભાવમાં જીવો સંસારભાવથી બદ્ધ છે. જેમ મણ દૂધમાં રતિ ઝેર હાનિકારક બને છે, તેમ મિથ્યાત્વનો ઓછામાં ઓછો અંશ પણ આત્મવિકાસમાં બાધક બને છે. મિથ્યાત્વની પુષ્ટિથી જીવ દુર્લભબોધિ બને છે. આસવ અને બંધનું મુખ્ય કારણ મિથ્યાત્વ છે. તેથી જ શ્રી ઉમાસ્વાતિજી કહે છે -
मिथ्यादर्शनाविरति प्रमादकषाययोगाः बघहेतवः । અર્થ : મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ બંધના હેતુ છે. અહીં મિથ્યાદર્શન એટલે કે મિથ્યાત્વને સર્વપ્રથમ બંધનું કારણ દર્શાવેલ છે.
અનાદિકાળથી સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ મિથ્યાત્વ છે. નિગોદમાં અનંત કાળ વ્યતીત થયો, તેનું કારણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ હોય ત્યાં સુધી ધર્મના દ્વાર બંધ હોય છે. મિથ્યાત્વનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થાય ત્યારે ધર્મના દ્વાર ખુલે છે. આધ્યાત્મિક ઉષાકાળ મિથ્યાત્વની ક્ષીણતા અને સમ્યકત્વની પ્રાપ્તિથી થાય છે. જે કર્મના ઉદયથી જિનેશ્વર પ્રરૂપિત તત્ત્વોમાં અશ્રદ્ધાન અથવા વિપરીત શ્રદ્ધાન થાય તે મિથ્યાત્વ છે.
अदेवे देवबुद्धिर्या गुरुधीरगुरौ च या।"
अधर्मे धर्म बुद्धिश्च मिथ्यात्वं तठावेदितम् ।। અર્થ કુદેવમાંદેવ બુદ્ધિ, કુગુરુમાં ગુરુ બુદ્ધિ તથા હિંસા આદિ કુધર્મમાં ધર્મબુદ્ધિ તે મિથ્યાત્વ છે. • કાળની અપેક્ષાએ મિથ્યાત્વના ત્રણ પ્રકાર છે. (૧) અનાદિ અનંત (૨) અનાદિ સાંત (૩) સાદિ સાંત. (૧) અનાદિ અનંત જે મિથ્યાત્વની આદિ પણ નથી અને અંત પણ નથી તે અનાદિ અનંત મિથ્યાત્વ. અભવ્ય જીવોમાં આ મિથ્યાત્વ જોવા મળે છે. અનંત જીવો અનંતકાળથી નિગોદમાં પડયા છે. તેઓ એકેન્દ્રિય પર્યાય ને છોડી ત્યાંથી ભવિષ્યમાં પણ બહાર નહીં આવે. (૨) અનાદિ સાંતઃ અનાદિ કાળથી મિથ્યાત્વી હોવાથી જે મિથ્યાત્વની આદિ નથી તે અનાદિ, પરંતુ સમ્યકત્વ પ્રાપ્ત થવાથી મિથ્યાત્વનો અંત થયો, તેથી અનાદિ સાંત મિથ્યાત્વ કહેવાય. (૩) સાદિ સાત જે મિથ્યાત્વએકવાર ક્ષય થઈ ગયું છે, પરંતુ ફરીથી મિથ્યાત્વ પેદા થયું છે અને ફરી યોગ્ય સમયે નષ્ટ થઈ જશે તે સાદિ સાત મિથ્યાત્વ છે
જે મિથ્યાત્વની આદિ હોય તેનો અંત પણ હોય, તેથી સાદિ અનંત મિથ્યાત્વ એવો ભેદ ન હોય. મિથ્યાદર્શી દાર્શનિકોની મત સંખ્યા વિસ્તારથી ૩૬૩ છે. • મિથ્યાત્વનાં મુખ્ય પાંચ ભેદ છે :
आभिग्गहि अमणाभिग्गहं च तह अभिनिवेसियं चेव । संसइ अमणा भोगं मिच्छतं पंचहा एअं।।
હર