________________
૧૦૭
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
(૧) પંડક-સ્ત્રી જેવા રવભાવવાળા જન્મ નપુંસક, (૨)વાતિક - તેઓ વાયુજન્ય દોષોના કારણે કામવાસનાનું દમન ન કરી શકે તેવા નપુંસક (૩) ક્લીબ- દષ્ટિ, શબ્દ, સ્પર્શ અથવા નિમંત્રણથી કામવાસના રોકવાને અસમર્થ નપુંસક અથવા પુરુષત્વ હીન, કાયર પુરુષ. આ ત્રણે પ્રકારના નપુંસક દીક્ષા દેવાને યોગ્ય નથી કારણકે તેવા વ્યક્તિઓને દીક્ષિત કરવાથી નિગ્રંથ ધર્મની નિંદા થાય છે. દીક્ષાને અયોગ્ય દેશપ્રકારના નપુંસક વિષે પ્રવચનસારોદ્ધારમાં વિસ્તારથી દર્શાવેલ છે.
पंडए वाइए कीवे कुंभी, ईसालुयत्ति य । सउणी तक्कमसेवी य, पक्खिया पक्खिए इय।। ७६३।। सोगंधिए य आसत्ते, दस एते नपुंसगा।
संकिलिट्ठित्ति साहूणं पवावेउं अकपिया।। ७६४।। અર્થ: પંડક, વાતિક, ક્લબ, કુંભી, ઇર્ષાલુ, શુકનિ, તત્કર્મસેવી, પાક્ષિકાપાક્ષિક, સૌગંધિક, આસકત, આ દશનપુંસકો અતિ સંકલિષ્ટ ચિત્તવાળા હોવાથી દીક્ષા આપવા માટે અયોગ્ય છે. નગરના મહાદાવાનળ સમાન કામ વાસનાના અધ્યવસાયોથી યુક્ત હોવાથી તેઓ દીક્ષાને અયોગ્ય છે. આ નપુંસકો સ્ત્રી અને પુરુષ બંનેને સેવનારા હોય છે.
ઉપરોક્ત પંડક વગેરે નપુંસકોની ઓળખાણ તેઓના કે તેમના મિત્રોના કહેવાથી થાય છે. (૧) વર્ધિત (૨) ચિખિત (૩) મંત્રોપહત (૪) ઔષધિ ઉપહત (૫) ઋષિશપ્ત (૬) દેવશત આ છ પ્રકારના નપુંસક દીક્ષાને યોગ્ય છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. ૧. રાજાના અંતઃપુરના રક્ષક તરીકેના પદ પર નિયુક્ત કરવા માટે જેને બાળપણમાં કેદ કરી નપુંસક બનાવાય છે, તેને વર્તિતક કહેવાય. ૨. જન્મતાં અંગૂઠા કે આંગળી વડે જેના અંડકોષ ગોળી મસળી નાંખીને ઓગાળી નાખે તે ચિપિત કહેવાય. ૩-૪. મંત્ર પ્રયોગ કે ઔષધિ પ્રયોગના પ્રભાવથી પુરુષવેદ અથવા સ્ત્રીવેદ નષ્ટ થવાથી નપુંસક બને તે મંત્રોપહત અને ઔષધિ ઉપહત કહેવાય. પ-૬. કોઇ વ્યક્તિને ત્રાષિના શ્રાપથી કે દેવના શ્રાપથી નપુંસક વેદનો ઉદય થાય; તેને ઋષિશ કે દેવશત કહેવાય.
કવિએ સંયમને યોગ્ય વ્યક્તિ અને અયોગ્ય વ્યક્તિનું શાસ્ત્રોક્ત રીતે વર્ણન કર્યું છે. આચાર્ય ભગવંતો સ્વયં પંચાચારનું પાલન કરે છે અને બીજાને કરાવે છે. પંચાચારના સંદર્ભમાં કવિએ જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારનું સ્વરૂપદર્શાવ્યું છે. હવે તેઓતપાચારનું સ્વરૂપ દર્શાવે છે.