________________
૧૧૮
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસને આધારે
સંયમ, વચન સંયમ અને કાયા સંયમ. આ સત્તર પ્રકારનો સંયમ છે. • બીજી રીતે પણ સંયમના સત્તર ભેદ છે. (૧-૫) પાંચ અવતથી નિવર્તવું, (૬-૧૦) પાંચ ઇન્દ્રિયોના વિષય પર નિયંત્રણ, (૧૧-૧૪) ક્રોધાદિ ચાર કષાયનો ત્યાગ, (૧૫-૧૭) કાયિક, વાચિક અને માનસિક સંયમ. મુનિ અહિંસાના રક્ષણ માટે સત્તર ભેદોનું પાલન કરે છે, તેમજ પાંચ આશ્રવને રોકે છે. • પાંચ આશ્રવ : શ્રી સ્થાનાંગ સૂત્રમાં આશ્રવની વ્યાખ્યા દર્શાવતાં સૂત્રકાર કહે છે -
आ अभिविधिना सर्व व्यापक विधित्वेन श्रौति-सव्रति कर्म येभ्यस्ते आश्रवाः અર્થ જેનાથી આત્મપ્રદેશોમાં કર્મ પરમાણુપ્રવિષ્ટ થાય તેને આશ્રવ કહેવાય છે.
શ્રી તત્વાર્થ સૂત્રમાં પણ આ પ્રમાણે પાંચ આશ્રવ કહ્યા છે. હિંસા, અસત્ય, અદત્તાદાન, અબ્રહ્મ અને પરિગ્રહ આ પાંચ આશ્રવ છે.
કવિએ કડી-ર૦૬માં કષાયોને મોટા ચોરની ઉપમા આપી છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનમાં કષાયને (સૂત્ર-૧૦) ચાંડાળની ઉપમા આપેલ છે. રત્નાકરપચ્ચીસીમાં પણ પૂર્વાચાર્ય કહે છે -
दग्धोऽग्निना क्रोधमयेन दृष्टो, दुष्टेन लोभाख्यमहोरगेण ।
प्रस्तोऽभिमानाजागरेण माया-जालेन बद्धोडस्मि कथं भजे त्वं ।। અર્થઃ રત્નાકરસૂરિએ ક્રોધને અગ્નિની, લોભને સર્પની, માનને અજગરની અને માયાને જાળની ઉપમા આપી
ક્રોધની પ્રચુરતા નરકમાં, માનની પ્રચુરતા મનુષ્યમાં, માયાની પ્રચુરતા તિર્યંચમાં અને લોભની પ્રચુરતાદેવમાં હોય છે. ક્રોધથી પ્રીતિ, માનથી વિનય, માયાથી મિત્રતા અને લોભથી સર્વ સદ્ગણોનો વિનાશ થાય છે. માયા પ્રાયવક્રતાયુક્ત હોય છે. જ્યાં વક્રતાં હોય ત્યાં સરળતા ન હોય. જ્યાં સરળતા નથી ત્યાં ધર્મ નથી. સોદીનુયમૂયાસોશુદ્ધસવિઠ્ઠ'જુતા ધર્મપ્રાપ્તિનું પ્રથમ સોપાન છે.
કવિએ માયાના સંદર્ભમાં મલ્લિનાથ ભગવાનનું દૃષ્ટાંત આપ્યું છે. સામાન્ય રીતે તીર્થકરો પુરુષ જ હોય છે, પરંતુ અનંત ચોવીસી બાદ ક્યારેક આવી આશ્ચર્યકારક ઘટના ઘટે છે. મલ્લિનાથ ભગવાને પૂર્વનાં મહાબળમુનિના ભવમાં પોતાના મિત્રો સાથે કપટ કરી અધિક તપ કર્યું. તેથી તેમણે સ્ત્રીવેદ બાંધ્યું. તેમણે અદ્ ભક્તિ વડે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું, તેથી મિથિલા નગરીના કુંભ રાજાની રાણી પ્રભાવતીના ઉદરે પુત્રીરૂપે જન્મ્યા. આ પ્રમાણે માયાના કારણે મલ્લિનાથ ભગવાન સ્ત્રીપણે ઉત્પન થયા.પુરુષવેદનો બંધ કરેલ આત્મા જ ક્ષાયિક સમકિતનો પ્રારંભ કરે છે. સ્ત્રીવેદનો બંધ કરેલ આત્મા ક્ષાયિક સમકિતનો પ્રારંભ કરતો નથી.
કવિ ઋષભદાસે કડી ર૧૩માં આચાર્યને સર્વજ્ઞ પ્રભુના પુત્રની ઉપમા આપી છે તેમજ ઢાળ-૬માં આચાર્યને જિનેશ્વરનો પાટવી કુંવર' કહ્યો છે. આદિપુરાણમાં જિનસેન હવામીએ સર્ચ ૨, શ્લોક-૫૪માં ગૌતમ ગણધર(ગણધરને આચાર્ય પદમાં ગણ્યા છે)ને “સર્વજ્ઞપુત્ર' કહ્યા છે, તેમજ સમકિતીને જિનેશ્વરના લઘુનંદન'ની ઉપમા આપી છે. મુનિ મોક્ષ માર્ગમાં કેલિ કરે છે. તે અલ્પકાળમાં સિદ્ધ થશે તેથી મુનિ સર્વજ્ઞનો