________________
૧૨૦
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે અણદીધેલું એક તણખલું પણ લેવાતું નથી. જૈન ધર્મનું પાલન કરનારા કર્મથી લેપાતા નથી...૨૧૬
જૈનધર્મમાં (શીયળ) બ્રહ્મચર્ય વ્રત દર્શાવેલ છે. મુનિ પોતાની પાસે એક પૈસો પણ રાખતા નથી. તેઓ નિશિ ભોજન (રાત્રિભોજન) કરતા નથી. તેઓ નિશ્ચયકારી ભાષા બોલતા નથી...૨૧૭
જે જીવ અહંકાર છોડી ક્ષમા ગુણને ધારણ કરે છે તે ભવ સમુદ્રમાં તરતા દેખાય છે. સંયમધારી મુનિ લોભ કષાયથી રહિત હોય છે. તેઓ સંપૂર્ણપણે પરિગ્રહ ત્યાગ કરવાથી ઘર વિનાના અણગાર બની) દેશ વિદેશમાં ફરે છે ...૨૧૮
ઇન્દ્રિય નિગ્રહ કરવો, અન્યના અવગુણ ન બોલવા, પરોપકારના કાર્ય કરવાં, કષાયોને ઉપશાંત કરવા, અન્યને દોષ ન આપવો, તેમજ કોઇને શ્રાપ ન આપવો એવું જિનધર્મ કહે છે ...૨૧૯
વિનય, વિવેક, ઉત્તમ વચનો બોલવાં, અન્યનાં ગુણો જોઇ ગુણગ્રાહી બનવું; એવું જિનધર્મ કહે છે. જિનધર્મની તોલે અન્ય કોઈ ધર્મ ન આવી શકે...૨૨૦
જિનેશ્વર દેવે આવા ઉત્તમ ધર્મની પ્રરૂપણા કરી છે. આ ધર્મના બે પ્રકાર છે. મુનિ ધર્મ અને શ્રાવકધર્મ. શ્રાવકધર્મમાં બાર વ્રત કહ્યા છે ..રર૧
વળી જિનેશ્વર દેવે ધર્મના મુખ્ય ચાર પ્રકાર કહ્યા છે. દાન, શીલ, તપ અને ભાવ. આ ચાર ધર્મનું પાલન કરી જીવ (પરિત સંસારી બની) સંસાર સમાપ્ત કરે છે...રરર • સુધર્મ જૈનદર્શનમાં ધર્મની વ્યાખ્યા આ પ્રમાણે છે. વધુ દાવો ધો - વસ્તુનો સ્વભાવ એ જ ધર્મ છે. કુત્તિપતબંધારતિતિ ધર્મા- દુર્ગતિમાં પડતાં પ્રણીઓને ધારણ કરી રાખે તે ધર્મ છે.
જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ, ઉપયોગ એ આત્માનો ધર્મ છે. તેને સ્પર્શ કરવો તે આત્મધર્મ છે. સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી પલ્યોપમ પૃથકત્વ(ર થી ૯ પલ્યોપમ) જેટલી મોહનીય કર્મની સ્થિતિ ઓછી થાય ત્યારે દેશવિરતિ ધર્મ પ્રાપ્ત થાય. ત્યાર પછી સર્વવિરતિ, ઉપશમ શ્રેણી, ક્ષપકશ્રેણીમાંના દરેકની પ્રાપ્તિ વખતે સંખ્યાતા-સંખ્યાતા સાગરોપમની સ્થિતિનો ઘટાડો જરૂરી બને છે. ભગવાને બે પ્રકારના ધર્મ બતાવ્યા છે. (૧) અણગાર ધર્મ, (૨) આગાર ધર્મ. અણગાર ધર્મને શ્રમણાચાર કહેવાય છે. આગાર ધર્મને શ્રાવકાચાર કહેવાય છે. શ્રી ઉપાસકદશાંગ, રત્નકરંડક શ્રાવકાચાર, ધર્મબિંદુ, ધર્મસંગ્રહ, યોગશાસ્ત્ર, શ્રાવક પ્રજ્ઞપ્તિ આદિ ગ્રંથોમાં શ્રાવકાચાર દર્શાવેલ છે.
કવિએ ઢાળ ૧૦માં શ્રમણાચારની સાથે સાથે શ્રાવકાચારનો પણ ઉલ્લેખ કર્યો છે. ગૃહસ્થનો સામાન્ય ધર્મ એટલે માર્ગાનુસારીના પાંત્રીસ બોલ. સામાન્ય ધર્મનું પાલન કરતો કરતો ઉત્તરોત્તર પ્રગતિ કરતાં ગૃહસ્થના વિશેષ ધર્મનું પાલન કરતાં ભાવશ્રાવક બને છે. સમક્તિ સહિત બાર વ્રતધારી, નિત્ય જિનવાણીનું શ્રવણ કરનારો ભાવશ્રાવક છે. શ્રાવકને યોગ્ય સદાચારના છત્રીસ પ્રકારનાં કૃત્યોનું વર્ણન મજજિણાવ્યું સજઝાય'માં છે. શ્રાવક વ્યવહારથી ૧ર વ્રત, ૨૧ ગુણ, ૨૧ લક્ષણ, ૧૧ પ્રતિમાનું યથાશક્તિ પાલન કરે છે તેમજ દાન, શીલ, તપ અને ભાવધર્મનું આચરણ કરે છે. બાર વ્રતોને આશ્રયીને ૧૩,૮૪,૧૨,૮૭,૨૦૨ ભાંગાઓ છે. તે સમકિત વિના ટકી શકતા નથી. વ્રતધારી શ્રાવક સાત ક્ષેત્રમાં (જિનબિંબ, જિનમંદિર, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) પોતાના ધનનો ખર્ચ કરે છે તે મહાશ્રાવક કહેવાય છે.