________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
૮૩
૮૮
વાસનાઓની પરંપરાને તોડવા ભગવાન મહાવીરે ૨૫મા નંદમુનિના ભવમાં ૧૧, ૮૦, ૬૪૫ માસખમણ તપ કર્યાં હતાં. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને શ્રી ઉવવાઈ સૂત્રમાં તપના ૧૨ ભેદ દર્શાવેલ છે. अणसणमूणोयरिया, भिक्खायरिया य रसपरिच्चाओ । कायकिलेसो संलीणया, य बज्झो तवो होइ ।। पायच्छितं विणओ, वेयावच्चं तहेव सज्झाओ ।
झाणं च विउस्सगो, एसो आब्धिंतरो तवो । ।
'
||ર્|| અર્થ : અનશન, ઉણોદરી, ભિક્ષાચર્યા, રસપરિત્યાગ, કાયક્લેશ, પ્રતિસંલીનતા, આ છ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન, વ્યુત્સર્ગ, આ છ આવ્યંતર તપ છે.
તપના બે પ્રકાર છે. બાહ્ય તપ અને આત્યંતર તપ. બાહ્ય તપ મુખ્યત્વે શરીર સંબંધિત છે.બાહ્ય તપનું મુખ્ય પ્રયોજન અપ્રમત્ત બનવાનું છે. આત્યંતર તપનો મુખ્ય સંબંધ આત્મભાવો સાથે છે. જે વિષયોને ઉપશાંત ક૨ી આત્મવિશુદ્ધિ ક૨વામાં સહાયક બને છે.
વીર્યાચારનું સ્વરૂપ :
ઢાળ-૯ (એણિ પરિ રાજ્ય કરતા રે.) વીર્યાચાર વસે કરે, બલ નવ્ય ગોપવઇ; મન-વચન-કાયા તણું એ.
ભણિ ગુણઇ તપ ભાવરે, વીનઇ વયાવચ; કરતાં નીજ બલ ફોરવિએ.
॥૬॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ‘વૃત્તિસંક્ષેપ’ના સ્થાને ‘ભિક્ષાચર્યા' તપ એ શબ્દનો પ્રયોગ થયો છે. સામાન્ય રીતે સંયમી જીવનના નિર્વાહાર્થે કરાતી ગોચરીની વિધિમાં દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી કોઈ પણ અભિગ્રહ ધારણ કરી આહારવૃત્તિને સંક્ષિપ્ત કરવી તે વૃત્તિસંક્ષેપ તપ છે. આ રીતે ભિક્ષાચર્યા અને વૃત્તિસંક્ષેપ તપ એક જ છે.
પડીકમણૂં ઉભાયરે, નીર્મલ વાંદણાં; પંચાંગિ ખમાસણાએ.
એ પંચમ આચાર રે, મૂનીવર પાલતો; પંચ સૂમતિ ઋષિ રાખતો એ.
ઇર્યા સમતિ અપાર રે, ચૂંકિ નળ યતી; જીવ જોઇ પંથિં વહિએ.
ભાષા સુમત્ય અપાર રે, બોલિ મુખ્યત સ્યું;
પાપ નહીં પૂણ્ય હુંઇ થયું એ. સૂમતિ એષણા એહ રે, સુધી ગોચરી;
દોષ રહીત આહાર જ લીઇએ.
...૧૮૬
...૧૮૭
...૧૮૮
૧૦૯
...૧૮૯
...૧૯૦
...૧૯૧
...૧૯૨