________________
૧૧૫
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
(૨) સંસારમાં મૃત્યુ સમયે જીવને શરણ આપનાર કોઈ નથી. માત્ર એકધર્મનું શરણું જ સત્ય છે. એમ ચિંતવવું. તે બીજી અશરણભાવના છે. દા.ત. અનાથી મુનિએ અસહ્ય વેદનામાં અશરણ ભાવના ભાવી હતી. (૩) આ આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ જીવો સાથે અનેક પ્રકારનાં સંબંધો કર્યા. આ સંસારરૂપી જંજીરથી હું ક્યારે છૂટીશ? સંસાર મારું વાસ્તવિક સ્થાન નથી. હું મોક્ષમયી છું, એમ ચિંતવવું તે સંસાર ભાવના છે. મલ્લિનાથ ભગવાનના છ મિત્રોએ સંસાર ભાવના ભાવી હતી. (૪) મારો આત્મા એકલો છે, એકલો આવ્યા છે, એકલો જશે. પોતાનાં કરેલાં કર્મો એકલો ભોગવશે, એવું ચિંતવવું તે એકત્વ ભાવના છે. મૃગાપુત્રેતપસ્વી સાધુને જોઇ આ ભાવના ભાવી હતી. (૫) આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવવું તે અન્યત્વ ભાવના છે. મિથિલા નરેશ મિરાજર્ષિએ દાહજવર નામના રોગની પીડામાં અન્યત્વ ભાવનાનું ચિંતન કર્યું હતું. (૬) આ શરીર અપવિત્ર છે. મળમૂત્રની ખાણ છે. રોગ અને જરાનું સ્થાન છે, એ શરીરથી હું ભિન્ન છું, એમ ચિંતવવું તે છઠ્ઠી અશુચિભાવના છે. મહારૂપવંત સનસ્કુમાર ચક્રવર્તીએ આ ભાવના ભાવી હતી. (૭) રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિક સર્વ આવ છે. એમ ચિંતવવું એ સાતમી આસવ ભાવના છે. સમુદ્રપાળ રાજાએ ચોરને વધ સ્થાને લઈ જતાં અશુભ કર્મોનાં કટુ વિપાક વિષે વિચાર્યું. (૮) જ્ઞાન, ધ્યાનમાં જીવ પ્રવર્તમાન થઇ નવા કર્મો બાંધે નહીં એવી ચિંતવના કરવી તે આઠમી સંવર ભાવના છે. હરિકેશી મુનિએ બ્રાહ્મણોને યજ્ઞનો સાચો અર્થ સમજાવી સંવરરૂપી પવિત્ર અને દયામય યજ્ઞ કરવાનું કહ્યું. (૯) જ્ઞાન સહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે, એવું ચિંતવવું તે નવમી નિર્જરા ભાવના છે. અર્જુનમાળીએ પ્રભુ મહાવીરની દેશના સાંભળી સંયમ અને તપ આદરી નિર્જરા ભાવના ભાવી હતી. (૧૦) લોકરવરૂપની ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશ રવરૂપ વિચારવું તે દશમી લોકસ્વરૂપ ભાવના છે. આ લોકનું એક પણ સ્થાન એવું નથી જ્યાં જીવે જન્મ-મરણ ન કર્યા હોય. શિવરાજ ઋષીશ્વરે લોકસ્વરૂપ ભાવના ભાવી હતી. (૧૧) સંસારમાં ભમતા આત્માને સમ્યક્દર્શનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે તેમજ સમ્યકજ્ઞાન સહિત સર્વ વિરતિ પરિણામરૂપ ચારિત્ર ધર્મ પ્રાપ્ત થવો એથી પણ વધુ દુર્લભ છે; એવી ચિંતવના કરવી તે અગિયારમી બોધિદુર્લભ ભાવના છે. શ્રી ઋષભદેવ સ્વામીના૯૮પુત્રોએ આ ભાવના ભાવી હતી. (૧૨) ધર્મ ભાવના-ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા અણગાર તથા જિનવાણીનું શ્રવણ મળવું અત્યંત દુર્લભ છે, એવું ચિંતવવું એ બારમી ધર્મ દુર્લભ ભાવના છે. ધર્મરુચિ અણગારે માસક્ષમણના પારણે કડવી તુંબડીનું શાક પરઠતાં વિચાર્યું કે સર્વજ્ઞનો શુદ્ધ ધર્મ પાળ્યા વિના આત્મ ધર્મ પામી શકાય નહિ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ સાધન ધર્મ છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત સુખ અને શક્તિ એ સાધ્ય ધર્મ છે.
જ્ઞાન દર્શન ચારિત્ર અને તપમાં ભાવનાથી પ્રબળતા આવે છે. શ્રી સૂયગડાંગ સૂત્રનાં ૧લા શ્રુતસ્કંધના ૧૫મા અધ્યયનની પમી ગાથામાં કહ્યું છે - માવUTગોળાકુથારને નાવાવ ગાદિયા
મોક્ષમાર્ગનો મુસાફિર ભાવનાની નાવ દ્વારા મોક્ષયાત્રાની મુસાફરી નિર્વિબતાથી પાર પાડે છે.