________________
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
પ્રારબ્ધયોગે વળી જીવ પંચેન્દ્રિયપણે ઉત્પન થયો. પશુ (તિર્યંચ) યોનિમાં જન્મ્યો. ત્યાં ભૂખ અને તરસનું ઘણું દુઃખ સહન કર્યું. જ્ઞાની ભગવંતો આ સર્વ ભાવ (જ્ઞાનથી) જાણે છે...૭૦
તિર્યંચ યોનિમાં આ જીવ વાંદરો, વાઘ, સસલો, કુતરો, ચિત્તો, બિલાડી, ઉંદર, બકરી અને હરણ જેવી ગતિમાં ઉત્પન થયો. ત્યાં માંસ માટે બીજા થકી હણાયો...૭૧
તિર્યંચ મૃત્યુ પામી ચારે ગતિમાં જઈ શકે છે. તેમની કાયસ્થિતિ સાત અથવા આઠ ભવ છે. તેઓ એક સમયે એક જ સ્થાને સંખ્યાતા અથવા અસંખ્યાતા જન્મ અથવા મરે છે. આ રીતે સંસાર પરિભ્રમણ કરે છે...૭ર
તિર્યંચ પંચેન્દ્રિયનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું છે. સમકિત વિના આ ભવ પણ વ્યર્થ ગયો. તિર્યંચ ગતિમાં સમકિત થઈ શકે છે પણ ક્ષાયિક સમકિત કોઈને નવું પ્રાપ્ત થતું નથી...૭૩
ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં મનુષ્યનો વિકાસ ક્રમ દર્શાવેલ છે. કવિએ અહીં જૈનદર્શનનો આધ્યાત્મિક ઉત્ક્રાંતિવાદ પ્રસ્તુત કર્યો છે. જૈનદર્શનના ઉત્ક્રાંતિવાદમાં આત્માથી પરમાત્મા સુધીની યાત્રા છે. જીવની કથા તથા સમ્યકત્વની વિશેષતા પ્રસ્થાપિત કરવા કવિએ બાવીસ (રર) ગાથાઓમાં ખૂબ વિસ્તારપૂર્વક તેનું વર્ણન કર્યું છે. કવિની રચના સરળ અને હૃદયસ્પર્શી છે.
જીવ વ્યવહારરાશિમાં આવ્યા પછી પરિભ્રમણ કરે છે, તેવું વર્ણન શાસ્ત્રમાં અનેક સ્થાને છે પરંતુ ઉત્ક્રાંતિ કમનું વર્ણન દિગંબર મુનિ સ્વામીકુમાર જેમનું અપરનામ સ્વામી કાર્તિકેય હતું, તેમના
સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા' ગ્રંથમાં બોધિદુર્લભ ભાવનામાં જોવા મળે છે. જીવ અનેક યોનિઓમાં પરિભ્રમણ કરી જન્મ-મરણ કરે છે.... કવિ સંસારના જીવોની સ્વકાર્ય સ્થિતિ અને યોનીઓનું પ્રમાણ દર્શાવે છે, જે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર છે. • સ્વકાયસ્થિતિ : જીવવારંવાર પોતાની જાતિમાં જન્મ-મરણ કરે તેને સ્વકાય સ્થિતિ કહેવાય.
૧. અવકાય સ્થિતિ રહિત - દેવતા અને નારકો. ૨. સાત-આઠ ભવની સ્વકાય સ્થિતિવાળા- પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો. ૩. સંખ્યાત વર્ષની વકાય સ્થિતિવાળા- વિકલેક્રિય.
૪. અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ સુધીની સ્વકાય સ્થિતિવાળા - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિકાય.
૫. અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ સુધીની વકીય સ્થિતિવાળા- સાધારણ વનસ્પતિ • યોનિઃ સંસારી જીવનાં ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે. કુલ ૮૪ લાખ યોનિ છે.
ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરતાં ૧. બે લાખ યોનિવાળા- વિકલેરિય. ૨. ચાર લાખ યોનિ વાળા - દેવતા, નારક, તિર્યંચ પંચેન્દ્રિય. ૩. સાત લાખ યોનિ વાળા - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય.