________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
છે. શક્રેન્દ્ર આ કાર્ય માટે વૈશ્રમણ દેવોને આજ્ઞા કરે. વૈશ્રમણ દેવો, સ્તંભક દેવોને આ કાર્ય માટે સૂચન કરે છે. વનો, સ્મશાન ગૃહો તથા પૃથ્વીના પેટાળમાં જે ખજાનાઓ દટાયેલા પડયા હોય, જેના કોઈ સ્વામી ન હોય, જેના નામ-ગોત્ર પણ ન રહ્યા હોય તેવા નધણીયાતા ખજાનામાંથી ઝુંભક દેવો ૩૮૮ કરોડ, ૮૦ લાખ સોનામહોરો તીર્થંકરોના ભવનમાં મૂકે છે. તે ધનમાંથી તીર્થંકર પ્રતિદિન એક કરોડ, આઠ લાખ (૧,૦૮,૦૦,૦૦૦) સોનામહોરનું દાન આપે છે. આ રીતે એક વર્ષમાં ૩૮૮ કરોડ, ૮૦ લાખ સોનામહોરનું દાન આપે છે તેને ‘સાંવત્સરિક દાન' કહેવાય છે. તીર્થંકરની દીક્ષાના અવસર પર યાચકોને ‘આવો અને માંગો’ તેવી ઘોષણા કરાય છે. દરેક યાચકને તેના ભાગ્ય અનુસાર દાન મળે છે. વર્તમાનકાળે સાંવત્સરિક દાનને ‘વર્ષીદાન' કહેવાય છે.
તીર્થંકરો સંયમ લઈ આચારધર્મનું પાલન કરે છે. તેઓ બાવીસ પરિષહને સહન કરે છે. • પરિષહ :
૮૭
શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કૃત શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છેपरिसोढच्चा जइणा मग्गाविच्चुइ विणिज्जराहेऊ ।
जुत्तो परिसहा ते खुहादओ होंति बाविसं । । ३००४ । ।
અર્થ: મોક્ષ માર્ગમાં સ્થિર રહેવા તથા વિશેષ નિર્જરા માટે જે વિશેષ સહન કરવા યોગ્ય છે તે પરિષહ છે. તે
૫૭
બાવીસ પ્રકારનાં છે. (૧) ક્ષુધા પરિષહ (૨) પિપાસા પરિષહ (૩) શીત પરિષહ (૪) ઉષ્ણ પરિષહ (૫) દંશમશક પરિષહ (૬) અચેલ પરિષહ (૭) અરતિ પરિષહ (૮) સ્ત્રી પરિષહ (૯) ચર્યા પરિષહ (૧૦) નિષધા પરિષહ (૧૧) શય્યા પરિષહ (૧૨) આક્રોશ પરિષહ (૧૩) વધ પરિષહ (૧૪) યાચના પરિષહ (૧૫) અલાભ પરિષહ (૧૬) રોગ પરિષહ (૧૭) તૃણસ્પર્શ પરિષહ (૧૮) મલ પરિષહ (૧૯) સત્કાર પુરસ્કાર પરિષહ (૨૦) પ્રજ્ઞા પરિષહ (૨૧) અજ્ઞાન પરિષહ (૨૨) દર્શન પરિષહ.
પરિષહ જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અંતરાય કર્મનાં કારણે થાય છે. તેમાં પ્રજ્ઞા અને અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ જ્ઞાનાવરણીય કર્મ છે. અલાભનું કારણ અંતરાય કર્મ છે. અરતિ, અચેલ, સ્ત્રી, નિષદ્યા, યાચના, આક્રોશ અને સત્કાર પુરસ્કાર આ સાત પરિષહનું કારણ ચારિત્ર મોહનીય છે. દર્શન પરિષહ દર્શન મોહનીય કર્મના ઉદયનું કારણ છે. ક્ષુધા, તૃષા, ઉષ્ણ, શીત, ડાંસ-મચ્છર, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ આ ૧૧ પરિષહ વેદનીય કર્મના કારણે થાય છે.
જિનેશ્વર ભગવંતો પાંચ સમિતિ અને ગુપ્તિના ધારક હોય છે. સમિતિ અને ગુપ્તિનું સ્વરૂપ ઢાળ-૮ માં છે. અહીં સ્પષ્ટ થાય છે કે સાધક સમર્થ હોય છતાં સાધનાના નિયમો પાળવા જ રહ્યા.
કવિએ ૧૧૦ થી ૧૧૮માં જગતની શ્રેષ્ઠ, બલિષ્ઠ અને પરાક્રમી વસ્તુઓ સાથે જિનેશ્વર પરમાત્માને ઉપમિત કર્યા છે.શ્રી કલ્પસૂત્રમાં આવી ઉપમાઓ ગ્રંથકારે આપી છે. કવિએ ચૌદ વસ્તુઓ સાથે જિનેશ્વર દેવને સરખાવ્યાં છે. (૧) કમળપત્ર (૨) શંખ (૩) ગગન (૪) પવન-વાયુ (પ) ખડગી (૬) જીવ (૭) ભારંડ પક્ષી (૮) વૃષભ (૯) ગંધ હસ્તી (૧૦) સાગર (૧૧) ચંદ્ર (૧૨) સૂર્ય (૧૩) ગંગાનદી (૧૪) પૃથ્વી.