________________
૧૦૧
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
સંયમના સંગથી દૂર થાય છે ......૧૫૭
સંયમથી સુખ ઉત્પન્ન થાય છે. સંયમથી (પુણ્યના પ્રતાપે) અનુકૂળ સંયોગો મળે છે અથવા મોક્ષ જેવી પંચમ ગતિનાં શાશ્વત સુખો સંયમથી મળે છે. સંયમના સંસ્કારના કારણે દેવભવના ભોગોમાં પણ જીવાત્મા અનાસક્ત રહે છે...૧૫૮
મુનિ આ પ્રમાણે ચારિત્રની અનુમોદના કરતો, ચારિત્રના દોષોનો ત્યાગ કરી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલનથી સંયમને વિશુદ્ધ રાખે છે ...૧૫૯
• ચારિત્રાચાર:
ઢાળ-૮ માં કવિએ ચારિત્રની મહત્તા સુંદર રીતે દર્શાવેલ છે.
સંયમ, દીક્ષા, પ્રવ્રજ્યા, અભિનિષ્ક્રમણ ઈત્યાદિ ચારિત્રના પર્યાયવાચી નામો છે. પાપોથી મુક્ત બની મોક્ષ તરફ જવું એ પ્રવ્રજ્યા છે. દી એટલે કલ્યાણનું દાન દેનારી અને ક્ષા એટલે વિઘ્નોનો ક્ષય ક૨ના૨ી. વ્યવહારમાં દીક્ષા શબ્દ વધુ પ્રચલિત છે. શ્રી હરિભદ્રસૂરિજીએ પંચવસ્તુક ગ્રંથમાં દીક્ષા માટે ‘ભાવદાનશાલા’ (સર્વ જીવોને અભયદાન આપનારી) શબ્દ વાપર્યો છે.
૩૬
વિવેકપૂર્વકની સમ્યક્ પ્રવૃત્તિ એ જ સંયમ છે, અવિવેકપૂર્વકની પ્રવૃત્તિ એ અસંયમ છે. અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ તે જ ચારિત્ર છે.
ચારિત્રાચારનાં આઠ ભેદ છે. જેમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનો સમાવેશ થાય છે, જેને શાસ્ત્રીય ભાષામાં ‘અષ્ટ પ્રવચન માતા' (જૈનશાસનને ટકાવી રાખનારી આચરણાઓ) કહેવાય છે.માતા સંતાનો માટે કલ્યાણકારી હોય છે; તેમ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાધકો માટે કલ્યાણકારી હોવાથી જિનેશ્વર ભગવંતો તેને શ્રમણોની માતા કહે છે.
સર્વજ્ઞના વચન અનુસાર આત્માની સમ્યક્ પ્રવૃત્તિ તે સમિતિ છે. તેના પાંચ પ્રકાર છે.
૧)ઇર્યા સમિતિ ઃ કોઇ પણ પ્રાણીને દુઃખ ન થાય તે રીતે માર્ગમાં સાડાત્રણ હાથ દૂર સુધી નજર કરીને ચાલવું. ૨) ભાષા સમિતિ : હિત, મિત, પ્રિય, સત્ય અને શંકા વિનાની ભાષા બોલવી.
૩) એષણા સમિતિ : સંયમ જીવનમાં આવશ્યક ભોજન, પાણી, વસ્ત્ર-પાત્ર વગેરે નિર્દોષ રીતે ગ્રહણ કરવા તેમજ અનાસક્ત ભાવે તેનો ઉપભોગ કરવો.
૪) આદાન સમિતિ : વસ્તુમાત્રને જોઇ, તપાસીને યત્નાપૂર્વક લેવી તથા મૂકવી.
૫) ઉત્સર્ગ સમિતિ : જીવરહિત સ્થાનમાં ઉપયોગપૂર્વક નિરીક્ષણ કરીને અનુપયોગી વસ્તુનો ત્યાગ કરવો. યોગોનો સમ્યક્ પ્રકારે નિગ્રહ કરવો એ ગુપ્તિ છે. યોગોને શુદ્ધ આત્મ ભાવોના લક્ષે પ્રવર્તાવવા તે ગુપ્તિ છે . ગુપ્તિ ત્રણ છે . ૧) મનો ગુપ્તિ – સંકલ્પ,વિકલ્પનો ત્યાગ કરવો. આત્મ તત્ત્વ, છદ્રવ્ય અને નવ તત્ત્વનું ચિંતન કરવું. ૨) વચન ગુપ્તિ - વચન ઉપર નિયંત્રણ રાખવું અથવા મૌન રહેવું. ૩) કાયગુપ્તિ – શરીરથી થનારી વિરાધનાજનક પ્રવૃત્તિઓ ઘટાડવી. સમિતિ વિના ગુપ્તિ ન સંભવે અને ગુપ્તિ વિના સમિતિ ન હોય.
આ અષ્ટપ્રવચન માતામાં સંપૂર્ણ દ્વાદશાંગીનો સમાવેશ થઇ જાય છે કારણકે સમિતિ અને ગુપ્તિ બંને