________________
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે
મુનિવર પોતાની પ્રાણેન્દ્રિયને વશમાં રાખવા દુર્ગધ કે સુગંધ આવે ત્યારે શોક કે હર્ષ કરતાં નથી તેથી તેઓ કર્મબંધ બાંધતા નથી...૧૨૮
તેઓ નારીના સૌદર્ય તરફ દષ્ટિ કરતા નથી. એ રીતે તેઓ ચક્ષુરિજિયને વશમાં રાખે છે. અશુભ પદાર્થને જોઈ મુનિવર વિચારે છે કે ખેદ કરવાનું શું પ્રયોજન? (ખેદ કરવાથી શું વળે?)...૧ર૯
અન્યના મુખેથી સ્વનિંદા સાંભળ્યા છતાં મુનિ શુભધ્યાનમાં એકાગ્ર રહે છે. અને કદાચ કોઈ પ્રશંસા કે સ્તુતિ કરે તો પોતાના કાનને ત્યાં જતાં રોકે છે...૧૩૦
તે ઋષિરાય પોતાની સ્પર્શેન્દ્રિયને વશમાં રાખે છે. તેમને મન શું ચંદન અને શું અસાર ? તેઓ કઠણ કે કોમળ સ્પર્શ પ્રત્યે હૃદયમાં રાગ-દ્વેષ ધરતા નથી...૧૩૧
તે નિગ્રંથ મુનિ બ્રહ્મચર્ય વ્રતની નવવાડનું વિશુદ્ધ રીતે પાલન કરે છે. તેઓ સ્ત્રીનો સંસર્ગ (પરિચય) કરતા નથી, તેમજ પશુ અને નપુંસક રહિત સ્થાનોમાં રહે છે. આ પ્રમાણે તેઓ પ્રથમ વાડનું પાલન કરે છે...૧૩૨
મુનિવર સ્ત્રીકથા કરતા નથી. આ રીતે તેઓ બ્રહ્મચર્ય વ્રતની બીજી વાડનું પાલન કરે છે. સ્ત્રી બેઠી હોય તે સ્થાન પર તેઓ બે ઘડી સુધી બેસતા નથી. આ પ્રમાણે ત્રીજી વાડનું તેઓ પાલન કરે છે ...૧૩૩
તેઓ સ્ત્રીનું રૂપ (ધારી ધારીને) જોતાં નથી. એ ચોથી વાડ છે તેમજ નર-નારીની શય્યા (પથારી) થી તેઓ દૂર રહે છે. એ પાંચમી વાડ છે...૧૩૪
મુનિવર પૂર્વે ભોગવેલાં સંસારી અવસ્થાનાં ભોગોનું સ્મરણ કરતા નથી, એ છઠ્ઠી વાડ છે. તેઓ અલ્પ વિગઈવાળો (વિકૃતિ અવર્ધક) આહાર કરે છે, એ બ્રહ્મચર્યની સાતમી વાડ છે...૧૩૫
મુનિ ખૂબ ઠાંસી ઠાંસીને (વધુ પડતો આહાર) આહાર ન કરે, તે આઠમી વાડ છે. શરીરની વિભૂષા પણ કરતા નથી, એ નવમીવાડ છે. આ નવ વાડનું સ્વરૂપ જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે...૧૩૬
કવિ ઋષભદાસ સુદેવ તત્ત્વનું સ્વરૂપ દર્શાવી હવે સુગુરુ તત્વ તરફ ઢળે છે. સુગુરુ તત્વમાં આચાર્ય ભગવંતનો પરિચય કરાવે છે. આચાર્ય ભગવંત :
તીર્થકરના પ્રતિનિધિ, ચતુર્વિધ જૈનસંઘનું સફળ નેતૃત્વ વહન કરનારા, સૂર્ય જેવા તેજસ્વી, આચાર્ય ભગવંતો ગણ અને સંઘનું નેતૃત્વ કરે છે. જૈન તત્વ પ્રકાશમાં આચાર્યના ૩૬ ગુણ દર્શાવેલ છે –
पंचिदिय संवरणो तह नवविह बंभचेर गुत्तिघरो।" चउविह कसायमुक्को इह अट्ठारस गुणेहिं संजुत्तो।। पंचमहाब्वयं जुत्तो पंचविहायार पालण समत्थो ।
पंचसमिइ तिगुत्तो, इह छत्तीस गुणेहिं गुरूमझं ।। અર્થ - પાંચ ઈન્દ્રિયનું નિયંત્રણ, નવાવાડ વિશુદ્ધ બ્રહમચર્યનું પાલન કરવું, ચાર કષાયનો ત્યાગ, પાંચ મહાવ્રત, પાંચ આચાર, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ સહિત છત્રીસ ગુણોથી યુક્ત આચાર્ય ભગવંત હોય છે. આ