________________
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
તેઓ પુસ્તકને મુખનું ઘૂંક તેમજ પગ લગાડતા નથી અર્થાત્ જ્ઞાનના સાધનોનું બહુમાન કરે છે...૧૪૮
મુનિ જ્ઞાન દ્રવ્યની (જ્ઞાનના સાધનોની) વૃદ્ધિ કરાવે છે તેમજ શિષ્યને જ્ઞાન ભણવામાં અંતરાયભૂત બનતા નથી. તેઓ જ્ઞાનનો મદ કરતા નથી. એવા મુનિવરને હું વંદન કરું છું...૧૪૯
મુનિ દર્શનાચાર નામના બીજા આચારનું આરાઘન કરે છે. તેઓ દેવ, ગુરુ અને ધર્મતત્ત્વનું ભાવપૂર્વક આરાધના કરે છે. તે ત્રણ તત્ત્વમાં જેને સંપૂર્ણ શ્રદ્ધા છે, લેશ માત્ર પણ શંકા નથી; તે પરમ સુખ પ્રાપ્ત કરે છે...૧૫૦
ધર્મનું ફળ નિશ્ચિત મળે છે એવી શ્રદ્ધા રાખે છે. તેઓ દેવ, ગુરુ અને ધર્મની નિંદાનું નિવારણ કરે છે. મિથ્યાત્વની પ્રભાવના થતી જોઇને પણ તેઓ પોતાની મતિ સ્થિર કરે છે...૧૫૧
તેઓ ચતુર્વિધ સંઘમાં (સાધુ-સાધ્વી,શ્રાવક-શ્રાવિકા) ગુણિયલ વ્યક્તિની અપાર ભક્તિ કરે છે. ગુરુ અને દેવ (અરિહંત, તીર્થકરાદિ) દ્રવ્યની મુનિવર સંભાળ રાખે છે... ૧૫ર
મુનિ જિનદેવની ૮૪(ચોર્યાશી) પ્રકારે આશાતના પણ કરતા નથી તેમજ તેત્રીશ પ્રકારની ગુરુની આશાતના પણ કરતા નથી. તેઓ ઊભયકાળ પ્રતિલેખન કરે છે; એવા મુનિવરને હું ભાવપૂર્વક મારું મસ્તક નમાવું છું...૧૫૩
કવિ ઋષભદાસ હવે પંચાચારનું સ્વરૂપ દર્શાવે છે. જૈનદર્શનમાં આચારને સાધનાનો પ્રાણ કહ્યો છે. સંપૂર્ણ અંગ સૂત્રોનો સાર આચાર છે. આચારનો સાર સમ્મચારિત્ર, સમ્યક્રચારિત્રનો સાર નિર્વાણ અને નિર્વાણનો સાર આત્માનું અવ્યાબાધ સુખ છે. આ પ્રમાણે અવ્યાબાધ સુખ(મોક્ષ)નું મૂળભૂત કારણ સમ્યકુ આચાર છે. તેથી જ ગણધરો દ્વારા પ્રથમ અંગ પ્રવિષ્ટ આગમો રચાયાં છે. તેમાં પ્રથમ શ્રી આચારાંગ સૂત્ર છે. સાધુને પણ દીક્ષા પછી શ્રીદશવૈકાલિક સૂત્ર ભણાવાય છે કારણકે તે આચાર ગ્રંથ છે.
શ્રી ભગવતી સૂત્રમાં ત્રણ પ્રકારની જાગરિકા દર્શાવેલ છે - गोयमा ! तिविहा जागरिका पण्णता, तंजहा - बुद्ध जागरिया अबुद्धजागरिया सुदखुजागरिया । (૧) ધર્મ જાગરિકા- સર્વજ્ઞોની સ્વસ્વભાવાવસ્થાને ધર્મ જાગરિકા કે બુદ્ધ જાગરિકા કહેવાય છે. (૨) અધર્મ જાગરિકા - છવસ્થ (કેવળજ્ઞાનના અભાવમાં) આત્મ સાધક શ્રમણોની ધર્મ જાગરણને અધર્મ અથવા અબુદ્ધ જાગરિકા કહેવાય છે. (૩) સુદક—જાગરિકા - સમ્યગૃષ્ટિ શ્રમણોપાસક પૌષધ આદિ સમયે આત્મચિંતન કરે તે સુદખ્ખજાગરિકા
ધર્મ જાગરિકા ચાર પ્રકારની છે. (૧) આચાર ધર્મ (૨) કિયાધર્મ (૩) દયાધર્મ (૪) સ્વભાવ ધર્મ અહીં પ્રથમ આચાર ધર્મજાગરિકા દર્શાવેલ છે, જેમાં જ્ઞાનાચાર આદિ પાંચ આચાર દર્શાવેલ છે. • જ્ઞાનાચાર:
કવિએ કડી ૧૪૭ થી ૧૪૯માં જ્ઞાનપ્રાપ્તિ તથા સદાચારોના રક્ષણ માટે જ્ઞાનાચારના આઠ ભેદ