________________
૯૩
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
છત્રીસ ગુણોથી યુક્ત શ્રેષ્ઠ સાધુ સાચા ગુરુ હોય છે. આચાર્ય ભગવંત છત્રીસ ગુણોની એક છત્રીશી એવી છત્રીસ છત્રીશી ૩૬ X ૩૬ = ૧૨૯૬ ગુણોથી યુક્ત છે.
કવિ પદ્મવિજયજીએ નવપદ પૂજામાં આચાર્યના છત્રીસ ગુણો દર્શાવેલ છે”. એમાંની એક છત્રીસી પંચિક્રિય સૂત્રમાં છે. ૧) પાંચે ઈન્દ્રિય પર ઢાંકણું. ૨) બ્રહ્મચર્યની નવવાડનું સજ્જડ પાલન. ૩) ચાર કષાયથી મુક્ત, અર્થાત્ ક્ષમા, લઘુતા, સરળતા અને નિસ્પૃહતામય જીવન. ૪) પાંચ મહાવ્રતનું યર્થાથ પાલન. ૫) જ્ઞાનાચાર આદિ પાંચે આચારો જીવનમાં જીવંત જાગ્રત. ૬) પાંચ સમિતિ અને ત્રણગુપ્તિના અઠંગ ઉપાસક. એમ આચાર્ય ૩૬ ગુણોથી યુક્ત છે.
કવિએ આચાર્યના ગુણોના સંદર્ભમાં પાંચ ઇન્દ્રિયે` અને નવ બ્રહ્મચર્યની વાડનું` વિસ્તારથી વર્ણન કર્યું છે, તથા ૨૨ પરિષહનો માત્ર ઉલ્લેખ કર્યો છે. ૨૨ પરિષહનું સ્વરૂપ કડી-૧૦૯ માં ઉલ્લેખિત છે. જે સાધક શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આદિ ઇન્દ્રિય વિષયોમાં આસક્ત થતો નથી તે નિગ્રંથ કહેવાય છે.
• પાંચઈન્દ્રિયઃ
ઈન્દ્રિય = ઈન્દ્રના ચિન્ત. જીવરૂપી ઈન્દ્રના અસ્તિત્વનું ચિન્હ તે ઈન્દ્રિય છે. અવ્યવહારરાશિમાં ફક્ત સ્પર્શેન્દ્રિય જ છે. અકામ નિર્જરા અને આત્મ વિશુદ્ધિથી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થાય છે . જેમ સ્વછંદી રાજા રાજ્ય ગુમાવે છે તેમ ઈન્દ્રિયોનો દુરાચાર એકેન્દ્રિયમાં લઈ જાય છે. વિષયોનું અતિ સંપર્ક સાધનાને ધૂંધળી બનાવે છે. સંભૂતિમુનિએ સનત્યુમાર ચક્રવર્તીની સ્ત્રીની કોમલ કેશની લટાના સ્પર્શથી રોમાંચિત બની નિયાણું કર્યું. अयमात्मैव संसारः कषाय इन्द्रियनिर्जितः ।
तमेव तद्विजेतारं मोक्षमाहुः मनिषीणः । ।
અર્થ કષાય અને ઈન્દ્રિયોથી જીતાય આત્મા એ જ સંસાર છે. ઈન્દ્રિયો અને કષાયોને જીતનારો આત્મા એ જ મોક્ષ છે. પાંચ ઈન્દ્રિય પર નિયંત્રણ અને બ્રહ્મચર્યનું પાલન કરનાર સાધક ચારિત્રને અખંડ રાખે છે. બ્રહ્મચર્યનું સ્વરૂપઃ
• બ્રહ્મચર્ય = શીલ, સદાચાર. સાધક જીવનની અમૂલ્ય નિધિ બ્રહ્મચર્ય છે. તે સાધનાનો મેરૂદંડ છે. સાધુજીવનની સમસ્ત સાધનાઓ બ્રહ્મચર્ય દ્વારા સુદઢ અને સુરક્ષિત રહે છે. બ્રહ્મચર્યને મન, બુદ્ધિ, ચિત્ત તેમજ હૃદયમાં સમ્યક્ પ્રકારે પ્રતિષ્ઠિત ક૨વા શાસ્ત્રકારો નવવાડનું સૂચન કરે છે. જૈનદર્શન સિવાય અન્ય કોઈ દર્શનમાં બ્રહ્મચર્યનું આવું સૂક્ષ્મ સ્વરૂપ દર્શાવેલ નથી. જૈનદર્શનનું આ એક મૌલિક નિરૂપણ છે.
બત્રીસ ઉપમાથી શીલને ઉપમિત કરી છે. જેમ ગ્રહોમાં ચંદ્ર, ભૂષણમાં મુગટ, હાથીમાં ઐરાવત, સભામાં સુધમા, દાનમાં અભયદાન, ધ્યાનમાં શુક્લધ્યાન, જ્ઞાનમાં કેવળજ્ઞાન, મુનિઓમાં તીર્થંકર, વનમાં નંદનવન શ્રેષ્ઠ છે તેમ સર્વ વ્રતોમાં શીલવ્રત શ્રેષ્ઠ છે. વેદોદય નવમા ગુણસ્થાન સુધી હોય છે. નવવાડ અને તેનાથી વિપરીત પ્રવૃત્તિ કરવાથી થતાં નુકશાન માટે નીચે પ્રમાણે દ ષ્ટાંત પ્રસ્તુત છે.
૧) બ્રહ્મચર્ય સાધક સ્ત્રી, પશુ, નપુંસક જ્યાં વસે તેવા સ્થાનનું સેવન ન કરે. ઉ.દા. અગ્નિ પાસે દારૂગોળાનું હોવુ.
૨)
સ્ત્રીકથાનો ત્યાગ કરે.
ઉ.દા. લીંબુ અને આંબલીને જોતાં મુખમાં પાણી આવે છે.