________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
અસી મૂગત્યનગરી ભલી, મન... જેહની નહી કો જોડય. લાલ... નર વર્ણવી કો નવ્ય સકઈ, મન... જે મુખ્ય જીવ્યા કોડય. લાલ... જે અરીહંત સીધ જ થયા, મન... રહયા જઈ એકિ ઠામ. લાલ... સોય દેવનેિં સીરધરો, મન... તેહનિ મૂસ્તગ નામ્ય. લાલ મન ભમરા રે...૧૨૪ અર્થ : મુક્તિપુરીનું અલૌકિક સુખ અહીં નથી. મુક્તિશિલા એ શ્રેષ્ઠ સ્થાન છે. ત્યાં રોગ શોક, ભય કે વિપદા નથી. તેઓ નિત્ય મુક્ત અવસ્થામાં રહે છે ...૧૧૯
ત્યાં સાહેબ અને સેવક (શેઠ અને નોકર) જેવો વ્યવહાર નથી. ત્યાં કોઈ મારનાર નથી. તેઓ એકબીજાને અડીને બેઠા છે. કોઈનું સ્થાન લેતા નથી. કોણ કોનો ત્યાં આધાર ? (સિદ્ધશિલા ઉપર સિદ્ધ ભગવાન સ્વતંત્ર પણ સ્થિર રહે છે) ...૧૨૦
૮૯
...૧૨૩
ત્યાં રાજા, અગ્નિ, યમરાજ અને ચોરનો ભય નથી. વળી વાઘ, ભય નથી. ત્યાં સર્પના ફૂંફાડા કે અવાજ નથી ......
...૧૨૧
તે સિદ્ધ ભગવંતને અનંત જ્ઞાન છે. અનંત સુખ છે. અનંત દર્શનથી તેઓ દેદીપ્યમાન છે. તેઓ અનંત વીર્યવાન છે ...૧૨૨
સિંહ કે વીંછી જેવા પ્રાણીઓનો પણ
આ મુક્તિનગરી અલૌકિક અને અનુપમ હોવાથી બેજોડ(અજોડ) છે. તે સિદ્ધ ભગવંતના સુખનું વર્ણન ક૨ોડો જીભ વડે પણ થઈ શકે તેવું નથી; તેથી તે અવર્ણનીય છે ...૧૨૩
જે અરિહંત પરમાત્મા સિદ્ધ બને છે તેઓ મુક્તિપુરીમાં લોકના અંતે સ્થિર રહે છે. તેવા સિદ્ધ પરમાત્માને હે મન ભમરા ! તું મસ્તક નમાવી ભાવપૂર્વક વંદન નમસ્કાર કર ...૧૨૪
પ્રસ્તુત કડી ૧૨૦ થી ૧૨૪માં કવિ ઋૠષભદાસે મન ભમરાના રૂપક દ્વારા સિદ્ધોનું સ્થાન, સિદ્ધાત્માઓનું વિશુદ્ધ સ્વરૂપ અને તેમનાં અનંત સુખનું સ્વરૂપ નિશ્ચિત અને સંક્ષિપ્ત શબ્દોમાં અંકિત કર્યું છે. • સિદ્ધ પરમાત્માઃ
દેવચંદ્રજી મ.સા. શ્રી સુપાર્શ્વનાથ સ્તવનમાં મોક્ષ સુખનું વર્ણન કરતાં કહે છે
એકાંતિક, આત્યંતિકો, સહજ, આકૃત, સ્વાધીન હો જિનજી,
નિરુપચરિત, નિર્દેન્દ સુખ, અન્ય અહેતુક પીન હો જિનજી’
સર્વકર્મનો ક્ષય કરી સિદ્ધાલયમાં બિરાજતા આત્માને સિદ્ધ પરમાત્મા કહેવાય છે. તેમનું સુખ અવર્ણનીય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, પદ-૨ તથા શ્રી ઔતપાતિક સૂત્રમાં સિદ્ધોનાં સુખનું વર્ણન છે. જેમ કોઈ પ્લેચ્છ નગરના અનેક પ્રકારના ગુણોને જાણતો હોવા છતાં તેનું વર્ણન કરવા માટે કોઈ ઉપમા ન હોવાથી તે કહેવામાં સમર્થ થઈ શક્તો નથી તેમ સિદ્ધોનું સુખ અનુપમ છે. તેની કોઈ ઉપમા નથી. તેવું સુખ ચક્રવર્તી આદિ મનુષ્યોને કે દેવને પણ નથી.
અર્થ : મોક્ષનું સુખ એકાંતિક, આત્યંતિક, સહજ, અકૃત, સ્વાધીન, નિરુચરિત, નિર્દેન્દ્ર, અન્યઅહેતુક, પીન(પુષ્ટ)છે.