________________
તીર્થકરોની વિશેષ માહિતી આ અઢીદ્વીપમાં વર્તમાનકાળમાં ૨૦ વિહરમાન તીર્થકર ભગવંતો ધર્મદીપ પ્રદીપ્ત કરી રહ્યા છે. મનુષ્યના ૧૦૧ ક્ષેત્રમાંથી ફક્ત ૧૫ કર્મભૂમિમાં જ ધર્મધ્યાન થાય છે. પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ મળીને ૧૫ કર્મભૂમિઓ છે. શેષ ક્ષેત્રમાં ઉત્સર્પિણી અનેઅવસર્પિણીકાળનાં ૧૦ ક્રોડાકોડી સાગરોપમમાંથી ફક્ત એક ક્રોડા-ક્રોડી સાગરોપમથી કંઈક અધિક સમયમાં ધર્મધ્યાનની પ્રવૃત્તિઓ થાય છે. અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં ૨૦ તીર્થકરોવિદ્યમાન છે. તેમનાં નામ:
૧) શ્રી સીમંધર સ્વામી ૨) શ્રી યુગમંધર સ્વામી ૩) શ્રી બાહુ સ્વામી
૪) શ્રી સુબાહુ સ્વામી ૫) શ્રી સુજાત સ્વામી ૬) શ્રી સ્વયંપ્રભ સ્વામી ૭) શ્રી ઋષભાનન સ્વામી ૮) શ્રી અનંતવીર્ય સ્વામી ૯) શ્રી સૂરપ્રભ સ્વામી ૧૦) શ્રી વિશાલપ્રભ સ્વામી ૧૧) શ્રી વજધર સ્વામી ૧૨) શ્રી ચંદ્રાનન સ્વામી ૧૩) શ્રી ચંદ્રબાહુ સ્વામી ૧૪) શ્રી ભુજંગદેવ સ્વામી ૧૫) શ્રી ઈશ્વર સ્વામી ૧૬) શ્રી નેમિપ્રભ સ્વામી ૧૭) શ્રી વીરસેન સ્વામી ૧૮) શ્રી મહાભદ્ર સ્વામી ૧૯) શ્રીદેવયશ સ્વામી ૨૦) શ્રી અજિતવીર્ય સ્વામી.
મહાવિદેહ ક્ષેત્રમાં પ્રત્યેક સમયે ૨૦ તીર્થકર તો રહે જ છે. પ્રત્યેક ૮૩લાખ પૂર્વની આયુ સુધી ગૃહવાસમાં અને ૧લાખ પૂર્વ સુધી સંયમાવસ્થામાં રહે છે. જ્યારે ૨૦ તીર્થકર નિર્વાણ પામે ત્યારે નવા ૨૦ તીર્થંકર પદ પર આસીન થાય છે. તેથી સ્પષ્ટ થાય છે કે એક સમયમાં ગૃહવાસમાં ૨૦ વિહરમાન એક લાખ પૂર્વનીઆયુના, ૨૦ બે લાખ પૂર્વની આયુના અને આક્રમમાં ૮૩ લાખ પૂર્વ સુધી ગણવા. તાત્પર્ય એ છે કે એક સમયમાં ગૃહવાસમાં જઘન્ય ૮૩ર૦=૧૬૬૦ તથા તીર્થંકર પદ પર રહેલા કુલ ૨૦=૧૬૮૦ તીર્થકરો હોય છે.આ ક્રમ અનાદિકાળથી ચાલે છે અને અનંતકાળ સુધી ચાલશે.
તીર્થકરની જઘન્ય સંખ્યા ૨૦ છે. મહાવિદેહ ક્ષેત્રની ૩ર વિજયો છે. પાંચ મહાવિદેહની ૩૪૫=૧૬૦. પ્રત્યેક વિજયના એક તીર્થકર ગણતાં ૧૬૦ થાય તથા પાંચ ભરત અને પાંચ ઐરાવત મળીને દસ ક્ષેત્રના દસ તીર્થંકર થાય. આ રીતે ૧૬૦+૧૦=૧૭૦ ઉત્કૃષ્ટ તીર્થકર હોય. શ્રી અજિતનાથ સ્વામીના સમયમાં ઉત્કૃષ્ટ તીર્થકરોની સંખ્યા હતી.