________________
૭૩
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
સદ્ગુરુ વિના સમકિત પ્રાપ્ત ન થાય. સંસાર સમુદ્રમાં ફસાયેલો જીવ ક્યારેક ઉપર આવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જેમ કોઈ આકાશમાંથી ફેંકેલી વસ્તુ નીચે પટકાય તેમ તે પાછો નિગોદમાં પટકાય છે...૮૫ હવે જીવ નિગોદમાં જઇ પડયો. ત્યાં અઢી પુદ્ગલ પરાવર્ત કાળ સુધી રહયો. ત્યાંથી કોઈક જીવ વહેલો બહાર નીકળે અને માનવભવમાં આવે છે ...૮૬
આર્ય દેશ, ઉત્તમકુળ, સદ્ગુરુનો યોગ, પંચેન્દ્રિયપણું, ઐશ્વર્ય આદિ શ્રેષ્ઠ વસ્તુઓ પુણ્યથી પ્રાપ્ત થાય છે પરંતુ જિનવાણીનું શ્રવણ કર્યા વિના સમકિત કેવી રીતે પ્રાપ્ત થાય ? ...૮૭
વળી શોસ્ત્રોકત વચન (જિનવાણી) શ્રવણ કરીને પણ તેના પર શ્રદ્ધા, આદર ન ક૨વાવાળા અનંત જીવો છે. તેઓ મુનિ જમાલીની જેમ કહે છે કે, ‘ભગવાનની ભૂલ છે ' ...૮૮
'
એવાં વચનો મુખેથી બોલતાં જમાલી મુનિએ સંસાર વધાર્યો. તેવી જ રીતે વીર વચનની અવજ્ઞા કરતાં ગોશાળક દુઃખ પામ્યો ...૮૯
જેમ મહાવીર સ્વામીનાં વચનોને મુનિ ગૌતમ સ્વામીએ મસ્તકે ધર્યાં; તેમ કેશી સ્વામીના વચનોને માન્ય કરી પ્રદેશી રાજાએ પોતાની મતિ સ્થિર કરી ...૯૦
તેમ હે ભવ્યજીવો ! જ્યારે પણ પરમાત્માની વાણી સાંભળો, ત્યારે તે વાણી સત્ય છે એવી શ્રદ્ધા કરજો જેથી નિશ્ચયથી સમકિત પ્રાપ્ત કરશો ...૯૧
મનુષ્ય ભવ દશ દષ્ટાંતે દુર્લભ છે". જેનું વર્ણન શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં જોવા મળે છે. કવિ કડી ૭૯ થી ૮૮ સુધીમાં મનુષ્ય ભવ તેમજ બીજા નવ બોલની દુર્લભતાનું વર્ણન કરે છે.
ભવાટન કરતાં આ જીવને પુણ્યથી દશ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. (૧) મનુષ્યભવ (૨) આર્યક્ષેત્ર (૩) ઉત્તમકુળ (૪) પંચેન્દ્રિયપણું (૫) નિરોગી શરીર (૬) જૈનધર્મની પ્રાપ્તિ (૭) સદ્ગુરુનો સંગ (૮) જિનવચનનું શ્રવણ (૯) વીતરાગ વચન પર શ્રદ્ધા (૧૦) સંયમમાં પુરુષાર્થ.
૪૨
*
ઉપરોક્ત દશ બોલ પ્રાપ્ત થયા પછી પણ કેટલાક દૂષણોને કારણે મનુષ્ય દીર્ધકાળ પર્યંત સંસારમાં પરિભ્રમણ કરે છે. તેમાં જિનવાણી પર અશ્રદ્ધા મુખ્ય છે. તેના સંદર્ભમાં કવિએ જમાલી અને ગોશાલકનું દૃષ્ટાંત ટાંક્યું છે. દુર્લભ એવા દશ બોલની પ્રાપ્તિ થયા પછી પ્રથમ જ મુલાકાતમાં કેશી સ્વામીના પરિચયથી પરિવર્તન પામનારા પ્રદેશીરાજા એકાવતારી બન્યા અને ગૌતમ સ્વામીએ પ્રભુ વીરનાં વચનો પર શ્રદ્ધા કરી અમરપદ પ્રાપ્ત કર્યું, જ્યારે જમાલી અને ગોશાલકે જિનવાણી પર અશ્રદ્ધા કરી અનંત સંસાર વધાર્યો. અહીં કવિ જિનવચન પર શ્રદ્ધા અને અશ્રદ્ધા કરનાર વ્યક્તિને કેવું ફળ મળે છે તે દર્શાવે છે. પ્રદેશીરાજા અને કેશી સ્વામીનો અધિકાર શ્રી રાયપસેણીય સૂત્રમાં દર્શાવેલ છે, જે અભ્યાસાર્થીઓ માટે જાગૃતિવર્ધક છે.
કડી-૯૧માં કવિ ભવ્ય જીવોને સંબોધન કરી કહે છે કે, પરમાત્માની વાણી પ્રત્યે અદમ્ય શ્રદ્ધા ધરો કારણકે પરમાત્માની વાણી પ્રત્યે અખંડ શ્રદ્ધા એ સમ્યક્ત્વનું પ્રથમ સોપાન છે
૪૫
આત્માના ઉત્થાન માટે શાસ્ત્રના વિષયોમાં કે જિનવાણીમાં દઢ શ્રદ્ધા રાખવા સૂત્રકારો કહે છેતમેવ સર્વાં નીશંક નં બિનૈદું વેડ્યું। અર્થાત્ જિનેશ્વર પ્રરૂપિત વચનો સત્ય છે. નિઃશંક છે.
૪૬