________________
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસીને આધારે
૪૭
મિથ્યાત્વએ મહા વિષ છે. તેનો નાશ સમ્યકત્વવડે થાય છે. તેથી શ્રી માનવિજયજી ગણિવર કહે છે
निसर्गाद्वाडधिगमतो, जायते तत्र पंचधा ।
मिथ्यात्वपरिहाण्यैव, पंच लक्षण लक्षितम् ।। અર્થ : મિથ્યાત્વનો નાશ થવાથી જીવને રવાભાવિક અથવા ગુરુના ઉપદેશથી સમ્યગદર્શન પ્રગટે છે.
જેમ માર્ગથી અજાણ બે મુસાફરો પ્રવાસ કરે છે. તેમાંથી એક ને આમ તેમ ફરતાં માર્ગ સહજ હાથમાં આવે છે; તેને નિસર્ગજ સમકિત કહેવાય છે જ્યારે બીજાને માર્ગદર્શક દ્વારા માર્ગ મળે છે, તે અધિગમજ સમકિત કહેવાય છે. અમિરાજર્ષિને સ્વયં બોધિજ્ઞાન પ્રાપ્ત થયું, જ્યારે પ્રદેશી રાજાને કેશી સ્વામીના નિમિત્તથી બોધિજ્ઞાન પ્રાપ્ત થયું.
યોગમાર્ગનો પ્રારંભ શુશ્રષા (જિનવાણી શ્રવણના તલસાટ)થી થાય છે, જે મોહના પડળોને હટાવે છે. સાધક શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, ઉહ, અપોહ, અર્થવિજ્ઞાન આદિ ગુણો વડે તત્ત્વજ્ઞાનમાં સ્થિર બને છે. આ રીતે તત્ત્વજ્ઞાનનું મૂળ શ્રવણ છે.
- દુહા- ૫સમકિત પામ્યો જીવડો, મલીઓ મૂનીવર રાય.
સમકીત થન પહઈલાં વળી, અનંત પુગલ જાય ...૯૨ અર્થ:- સદ્ગુરુનો યોગ થતાં જીવાત્મા સમકિત પ્રાપ્ત કરે છે. સમકિત વિના આ જીવે પૂર્વે અનંત પુદ્ગલ પરાવર્તન કાળ પસાર કર્યો છે...૯૨
કવિએ અહીં પૂર્વની ગાથાઓનો સાર દર્શાવ્યો છે. અત્યાર સુધી સમ્યકત્વની દુર્લભતા, શ્રેષ્ઠતા, માહાસ્ય દર્શાવી હવે કવિ ધીરે ધીરે સમ્યકત્વ પ્રાપ્તિના વિષયોનું સ્પષ્ટીકરણ કરે છે.
મિથ્યાત્વનો છેદ એજ ગ્રંથિભેદ ઢાળ : ૪ (એણી પરિ રાજ્ય કરતા રે.) અનંત પૂગલ પ્રાવૃત રે, કરીઅ ની ગોદમાં; અનંત દુઃખ ત્યાહાં ભોગવીએ.
...૯૩ રાગદ્વેષ પ્રણીત રે, ગંઠ સૂભેદીનિ, સમકિત પામઈ જીવડો એ. અભવ્ય અનંતી વારે, આવ્યા ગાંઠિ લગઈ; ગાંઠિ ભેદ તેણઈ નવ્ય કરયો એ. બાંધી કર્મ અનંતરે, પાછા તે પડયા; જીવ ભમ્યા સંસારમાં એ.
...૯૪
૧.૯૫
* ગ્રંથિભેદનું વિશેષ સ્વરૂપ, જુઓ-પરિશિષ્ટ વિભાગ.