________________
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે -
अंतिम कोडाकोडीए होइ सव्यासिं कम्मपगडीणं।
पलियामसंखभागे, खीणे सेसे हवइ गंठी ।। અર્થ : સમસ્ત કર્મ પ્રકૃતિઓ જ્યારે પલ્યના અસંખ્યાતમાં ભાગ ન્યૂન-એક ક્રોડાકોડીની સ્થિતિવાળી બને છે ત્યારે ગ્રંથિદેશ પ્રાપ્ત થાય છે. ગ્રંથિદેશ એટલે સમ્યગદર્શન નિરોધક તીવ્રતા અને પ્રગાઢતાની ભૂમિકા.
- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય આ ચાર કર્મોની પ્રત્યેકની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાકોડી – સાગરોપમની છે. નામ અને ગોત્રકર્મની વીસ વીસ ક્રોડા-ક્રોડી સાગરોપમની સ્થિતિ છે અને મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર ક્રોડા-ક્રોડી સાગરોપમની છે. યથાપ્રવૃત્તિકરણ દ્વારા જીવ સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિને ઓછી કરે છે. સાતે કર્મોની સ્થિતિ સમાનરૂપથી પલ્યોપમના અસંખ્યામાં ભાગ ન્યૂન એક કોડાક્રોડી સાગરોપમની બાકી રહે છે ત્યારે યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મોની નિર્જરા કરવા છતાં જીવનમાં કેટલાક કર્મોની નિર્જરા થતી નથીએટલે કે જે કર્મો શેષ રહી જાય છે તે તીવ્ર રાગ-દ્વેષ પરિણામરૂપ કર્મ, ગાંઠ સમાન હોવાને કારણે ગ્રંથિ કહેવાય છે.
કોઈ અભવ્ય પણ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિ સુધી આવીને તીર્થંકર પરમાત્માના અતિશયો જોઈને, લબ્ધિધારી ભવિતાત્મા મહાત્માનો મહિમા જોઈને, આગમના શ્રવણ અથવા પઠનરૂ૫ શ્રુત- સામાયિકને પ્રાપ્ત કરે છે, પરંતુ તે અપૂર્વકરણ આદિને પ્રાપ્ત કરી શકતો નથી. જેમ પક્ષીને મનુષ્યની ભાષા શીખવાડવાથી પોપટ તેવી ભાષા બોલે છે; પણ બગલો બોલી શકતો નથી. તેમ સમ્યગદર્શન આસન્ન ભવ્યજીવને ગુરુવાણીનું શ્રવણ કરતાં થાય છે, પરંતુ અભવ્યને નહીં. અપૂર્વકરણ :
મોક્ષસુખ સમીપ હોવાના કારણે કોઈ ભવ્ય જીવ તીક્ષ્ણ કુહાડારૂપી વિશુદ્ધ અધ્યવસાયના બળે અપૂર્વકરણ દ્વારા દુર્ભધ કર્મગ્રંથિને ભેદે છે. જેમ ભયાનક મહાયુદ્ધમાં યોદ્ધાને શત્રુઓ પર વિજય મેળવવામાં પરિશ્રમ કરવો પડે છે; તેમ દુર્ભે કર્મશત્રુઓનો પરાજય કરવામાં જીવને અત્યંત પરિશ્રમ કરવો પડે છે. કર્મગ્રંથિનું ભેદન અપૂર્વકરણ રૂપી મુદ્ગર વડે થાય છે. એકવાર સમ્યકત્વ પ્રાપ્ત કરી લેનાર જીવ, સમ્યકત્વનો નાશ થવા છતાં પણ પછીથી તીવ્ર રાગદ્વેષરૂ૫ પરિણામોની પ્રાપ્તિ થવા છતાં ગ્રંથિના રૂપમાં કર્મોનો બંધ કરતો નથી. અનિવૃત્તિકરણ દ્વારા જીવ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. જેમ પ્રજ્ઞાચક્ષુને નેત્ર મળવાથી જેટલો હર્ષ થાય, તેનાથી વિશેષ આનંદ ભવ્ય જીવને સમ્યકત્વ પ્રાપ્ત કરવાથી થાય છે. શ્રદ્ધાના પરિણામ દેવ, ગુરુ અને ધર્મતત્વની ઉપાસના કરવાથી પ્રગટે છે. તે વિષયને કવિ હવે વિસ્તારથી કહે છે.
ત્રિતત્વનો પરિચય
- દુહા - ૬- ત્રણ્ય તત્વ આરાધતો, શ્રી દેવ ગુરુનિ ધર્મ
સમકિત દ્રષ્ટી એ કહ્યું, તે મુની શ્રાવક પર્મ.
•••૯૯