________________
૮૩
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
રાણીઓ),કંચન અને ધનનો ત્યાગ કર્યો છે.(અરિહંત પરમાત્મા સર્વથા નિઃસ્પૃહી, અકિંચન ભિક્ષુ હોય
છે)...૧૦૭
તે અરિહંત ભગવાન સ્વયંબુદ્ધ છે. તેઓ જન્મથી ત્રણ જ્ઞાનના ધારક છે. તેઓ સંવત્સર (વર્ષીદાન) દાન આપે છે. તે ભગવાન અણગાર બને છે ...૧૦૮
તે જિનેશ્વર પરમાત્મા પરિષહથી ડરતા નથી. તેઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ધારણ કરે છે. તેઓ બ્રહ્મચારી યતિ (શ્રમણ) હોય છે. તેમને માયા-મમતા ન હોય. ... ૧૦૯
મ
તે જિન કમળ પત્રની જેમ અલિપ્ત (નિર્લેપ) છે. શંખની જેમ નિરંજન હોય છે. (શંખ ઉપર રંગની કોઈ અસર ન થાય તેમ ભગવાન ઉપર રાગદ્વેષની કોઈ અસર ન થાય) ગગનની જેમ નિરાલંબન છે. તેમની પાસે કોઈ હિંસક શબ્દ નથી ...૧૧૦
તે જિન વાયુની માફક અપ્રતિબદ્ધ વિહારી છે. તેઓ સદા એકલા અપ્રતિબદ્ધપણે વિચરે છે. ખડગી (ગેંડા) ના મસ્તકે એક જ શીંગડું હોય છે તેમ અરિહંત એકાકી હોય છે. અર્થાત્ એકલક્ષી રાગ-દ્વેષ આદિ દ્વંદ્વોથી રહિત હોય છે. એવા અરિહંતની ભાવપૂર્વક ભક્તિ કરો ...૧૧૧
તેઓ જીવની જેમ અપ્રતિહત ગતિવાળા છે. તેમણે સ્ત્રીકથા આદિ વિકથાઓનો ત્યાગ કર્યો છે. આ જિનેશ્વર પરમાત્મા ભારડ પક્ષીની જેમ અપ્રમત્ત છે ...૧૧૨
તેઓ ધોરી બળદની જેમ જિનશાસનનો ભાર વહન કરનાર બલિષ્ઠ, પરાક્રમી દેવ છે. ગંધ હસ્તીની જેમ કષાયરૂપી શત્રુને હણવામાં શૂરવીર અને ધૈર્યવાન છે. સાગરની જેમ ગંભીર છે. એવા જિનેશ્વર પરમાત્માની સેવા કરો...૧૧૩
જેમની કાયા કંચનવર્ણી છે. ચંદ્ર જેમ શીતલ છે તેમ જિનેન્દ્રદેવરૂપી ચંદ્ર સૌમ્ય છે . તે જિનેન્દ્રદેવ સૂર્યની જેમ તેજસ્વી છે. તેમનું જ્ઞાન ગંગાના પૂરની જેમ નિર્મળ અને અથાગ છે ... ૧૧૪
તેઓ પૃથ્વીની જેમ ગુરુત્વવાળા (સર્વસહા, ક્ષમાશીલ) છે. મૂળો ભોંકાતા કે ચંદન લગાડાતા (એવી) બંને પરિસ્થિતિમાં તેઓ સમભાવ રાખનારા છે. કોઈ તેમની સુવર્ણથી પૂજા કરે કે પત્થર મારી અપમાન કરે તેઓ દરેક સ્થિતિમાં સમભાવે રહે છે ...૧૧૫
તેઓ સંસાર અને મોક્ષભાવમાં સમભાવે રહે છે. તેમનું જ્ઞાન અતિ ઉત્તમ છે. તેમનું દર્શન અને ચારિત્ર અનુત્તર છે. તેઓ તપ, સંવર અને સંયમના કરનારા છે ...૧૧૬
અરિહંત પરમાત્મા ધર્મધ્યાન અને શુક્લ ધ્યાનથી યુક્ત છે. ઘાતીકર્મ (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય)નો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તે જિનેશ્વર દેવોના એક એક વચનોથી અનેક જીવો બોધ પામે છે . અસંખ્ય જીવો જિનવાણીને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરી તે પ્રમાણે આચરણ કરે છે ...૧૧૭
હે વીતરાગ દેવ ! તમે જગતના નાથ છો. કર્મક્ષય કરી મુક્તિપુરીમાં જશો. જ્યાં જન્મ મરણ કે વૃદ્ધાવસ્થા નથી. તે સુખરૂપી વાનગીની મીઠાશ અહીં (મૃત્યુલોકમાં) નથી ...૧૧૮