________________
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
•૯૭
જેહનઈ આસન કાલ રે, હળુકર્મી વળી; ગાંઠિભેદ જીવ તે કરઈ એ. પામિ સમકિતસાર રે, સહઈ ગુર જવ લઈ; ત્રણ્ય તત્ત્વ હઈડઈ ઘરઈએ.
••૯૮ અર્થ: આ જીવે અનંતપુલ પરાવર્તન કાળ નિગોદમાં અત્યંત દુઃખ ભોગવી પસાર કર્યો..૯૩
રાગદ્વેષથી બનેલી ગ્રંથિને ભેદીને જીવ સમકિત પ્રાપ્ત કરે છે..૯૪ અભવ્ય જીવો અનંતીવાર ગ્રંથિદેશ સુધી આવ્યા પરંતુ તેમણે ગ્રંથિભેદન કર્યો...૯૫ ગ્રંથિદેશથી પાછા ફરેલા જીવો અનંત કમ બાંધી સંસારમાં પરિભ્રમણ કરે છે ..૯૬ તે આસન ભવ્ય તેમજ લઘુકર્મી (જેનાં કર્મ પાતળાં થયાં છે) જીવો ગ્રંથિભેદ કરી શકે છે...૯૭ જ્યારે સદ્ગુરુનો યોગ થાય ત્યારે દેવ-ગુરુ અને ધર્મ રૂપી ત્રણ તત્ત્વની હૃદયમાં શ્રદ્ધા થતાં શ્રેષ્ઠ એવું
સમકિત પ્રાપ્ત થાય છે...૯૮ • સમ્યકત્વ પ્રાપ્તિના અંતરંગ નિમિત્ત નીચે પ્રમાણે છે. (૧) આસન ભવ્ય- સમ્યકત્વ પ્રાપ્ત થવા યોગ્ય કારણોમાં કોઈ પ્રતિબંધક કારણ ન હોય તે આસન ભવ્ય છે. (ર) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહત્રિક, વીર્યંતરાય કર્મ તથા અનંતાનુબંધી ચતુષ્ઠનો ક્ષય-ઉપશમ અને ક્ષયોપશમ (૩) સંજ્ઞી પંચેન્દ્રિયના પર્યાપ્તા (૪) ત્રણ પ્રશસ્ત લેશ્યાવાળો(તેજો, પ, શુક્લ) (૫) સાકાર ઉપયોગવંત (૬) જાગૃત (નિંદ્રામાં નહી) (૭) અનિત્યાદિ બાર અને મૈત્રી આદિ ચાર ભાવનાથી વિશુદ્ધ પરિણામવાળો (૮) શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપાઆસ્થા આદિ સમકિતનાં લક્ષણમાં ઉપયોગવાળો.
બે પ્રકારના જીવ સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. (૧) અનાદિ મિથ્યાદષ્ટિ (૨) સાદિ મિથ્યાદષ્ટિ. જે જીવે પૂર્વે ક્યારેય સમ્યકત્વ પ્રાપ્ત કર્યું નથી તે અનાદિ મિથ્યાદષ્ટિ છે. જે ભવ્યજીવે પૂર્વે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હતું, પરંતુ અનંતાનુબંધી કષાયના ઉદયથી ફરીથી સમ્યકત્વનું વમન થતાં મિથ્યાત્વી બન્યો, તે સાદિ મિથ્યાદષ્ટિ છે.
કવિએ અહીં અનાદિ મિથ્યાષ્ટિની વાત કરી છે. અનાદિ મિથ્યાષ્ટિ કઈ રીતે સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તે જોઈએ. યથાપ્રવૃત્તિકરણઃ
મિથ્યાદષ્ટિ જીવોના ઉત્તરોત્તર વર્ધમાન પરિણામને પરિણામ વિશેષ કહેવાય છે. તે પરિણામ વિશેષને યથાપ્રવૃત્તિકરણ કહે છે.
યથાપ્રવૃત્તિકરણ ભવ્ય અને અભિવ્ય જીવોને થાય છે પરંતુ ચરમ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ ફક્ત ભવ્ય જીવોને જ થાય છે. જેમ મહામેઘની ઘટાથી આચ્છાદિત થયેલો સૂર્ય, વાદળાનું પટલ પાતાળું પડવાથી થોડો તેજનો પ્રકાશ આપે છે; તેમ અનાદિ કર્મપટલોથી આચ્છાદિત આત્માના ત્રણ કરણરૂપ વાયુના ઝપાટાંથી, કર્મ પાતળાં થવાથી, જ્ઞાન જ્યોતિનો થોડો પ્રકાશ થાય છે.. *આસન ભવ્ય-ચતુર્ગતિના પરિભ્રમણથી પીડા પામેલા જે પુરુષનું મન સંસારથી ઉદ્વેગ પામેલું છે તેવા જીવો.