________________
૭૫
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
ક્ષણ પણ આત્માથી વિખુટું પડતું નથી. અરે ! મુક્તાવસ્થામાં પણ સાથે જ હોય છે. ક્ષાયિક સમ્યકત્વ મનુષ્ય ભવ સિવાય અન્યત્ર કોઈ પણ ગતિમાં રવભવનું હોતું જ નથી.
ક્ષાયિક સમકિતી ત્રીજે, ચોથે કે કવચિત્ પાંચમે ભવે મોક્ષમાં જાય છે. એક માન્યતા અનુસાર કૃષ્ણ વાસુદેવ પાંચ ભવ કરી મોક્ષે જશે. તેઓ ક્ષાયિક સમકિતી હતા. કૃષ્ણ વાસુદેવનો ભવ પૂર્ણ કરી નરકમાં ગયા. ત્યાનું આયુષ્ય પૂર્ણ કરી મનુષ્યગતિમાં, ત્યાંથી મૃત્યુ પામી વૈમાનિક દેવગતિમાં અને ત્યાંથી ચવી ભારત વર્ષના ગંગાપુરના રાજા જિતશત્રુને ત્યાં અમમ નામના પુત્ર તરીકે ઉત્પન થશે. તે ભવમાં તીર્થકર નામકર્મના વિપાકોદયનો અનુભવ કરી મોક્ષે જશે.
ક્ષયોપશમભાવ એ હોજ સમાન છે. તેમાં નિર્મળ અધ્યવસાયરૂપી પાણી લાવવું પડે છે. તેમાં જાગૃતિ, સાવધાની અને નિર્મળતાની સવિશેષ આવશ્યક્તા રહે છે. ક્ષાયિકભાવ એ કૂવા સમાન છે. તેમાં કર્મોરૂપી માટીના થરો દૂર થવાથી અવિરતપણે શુભ અધ્યવસાયરૂપી નિર્મળ પાણીનો પ્રવાહ વહે છે. તેથી ક્ષાયિક સમકિતી આત્માને નિમિત્તો નુકસાન પહોંચાડી શક્તા નથી. જો ક્ષયોપશમિક સમકિતી પ્રમાદી બને તો સમકિત ગુમાવે છે, જેમકે ગોશાલક તેથી સાધકે ક્ષાયિક સમ્યકત્વ માટે જ પુરુષાર્થ કરવો જોઈએ.
દશ બોલની દુર્લભતા ઢાળઃ ૩ - (IT પ્રણમી ઓમ્ શ્રી II) ત્યાહાં ગાયક સમીકીત નહી જી, ધર્મ વિના ભવ જાય; દસ દ્રષ્ટાંતિ દોહિલોજી, ભમતાં માનવ થાય. સોભાગી સમકત(સમકિત) દૂલહું રે હોય, રયણ ચિંતામણી તણી પરિએજી; લહી મહારો કોય. સોભાગી સ. આંચલી.
૭૯ માનવ થઈ સ્યુ કીજીઈજી, નહી સમકીત લવલેશ. જીવ જઈ ત્યાહાં ઉપનોજી, જીહાં અનારય દેશ. સોભાગી...૮૦ આર્ય દેશમાં ઉપનોજી, નીચઈ કુલિ અવતાર; માછી કાછી વાગરીજી, કુણ સમકતનો ઠાર... સોભાગી ...૮૧ ઉત્યમ કુલમાં ઉપનોજી, જો રીષભનો રે વંશ; અંકી હીણ તીહાં થયોજી, ક્યમ લિ સમકીત અંશ. સોભાગી..૮૨ પાંચઈ અંકી પાંપીઉજી, પણ્ય પાર્ષિ ધન હીણ; ભમતાં યૌવન જનમ લઈજી, અગ્યન જયોગ્ય જયમ મીણ. સોભાગી..૮૩ પૂનિ બહુ ધન પામીલજી, ન મલો ગુરજી નિંધ્યાન; મહુડા સરીખા તે નરાજી, ફલ તવ ન લહિં પાન. સોભાગી...૮૪ સહઈ ગુર વન સમકિત નહીજી, લહઈ સંસાર જલંબ; ઉગરિ પાછો પાડીઓ, જેમ પછડાઈ અંબ. સોભાગી...૮૫