________________
૭૪
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
૪. દસ લાખ યોનિવાળા – પ્રત્યેક વનસ્પતિકાય.
૫. ચૌદ લાખ યોનિવાળા – સાધારણ વનસ્પતિ અને મનુષ્ય.
ઉપરોક્ત માહિતી દ્વારા કવિ સમકિતની દુર્લભતા દર્શાવે છે. જીવને સમ્યક્ત્વની પ્રથમ પ્રાપ્તિ કાં અને કેવી રીતે થશે તેને જાણવાની ઉત્કંઠા ઉત્પન્ન કરવા કવિએ અહીં રસિક પ્રયત્ન કર્યો છે.
ક્ષાયિક સમકિતની દુર્લભતા - દુહા - ૪
ધ્યાયક સમકીત નવ્ય લહઈ, નરિ ગઈ નારક જીવ; ક્રોધ ઘણો બહુ વેદના, દૂખીઆ સોય સદીવ. મરી સોય માનવ હવો, યૂગલ તણો અવતાર; સમકીત વિન ભવ ત્યાહાં ગયો, મૂગત્ય નહી નીરધાર. મૂંગલ મરી હુઈ દેવતા, ભોગ ક૨ી ભવ ખોય; જ્યાઈક સમકીત ત્યાહાં વળી, સૂર નવ્ય પામઈ કોય. જ્યાઈક સમકીત જસ ભલૂ, પૂર્વભવનું હોય; તો સૂરમાંહિ સંભવો, નવું ન પામઈ કોય.
ત્રીજુંચ નારક યૂગલમાં, છઈ પણ્ય એહ પ્રકાર; પૂર્વભવનું સંભવો, નવું નહીં નીરધાર
...૭૪
...૭૫
...૭૬
66***
...૭૮
અર્થ : ત્યાંથી જીવ નરક ગતિમાં ગયો. નરકગતિમાં પણ નવું ક્ષાયિક સમકિત પ્રાપ્ત થતું નથી. નરકના જીવો અતિશય ક્રોધી હોય છે. તેમની વેદના અસહ્ય છે. તેઓ સદા દુઃખી હોય છે
...૭૪
નરકનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી જીવ માનવ ભવમાં આવ્યો. માનવમાં પણ યુગલિકપણે ઉત્પન્ન થયો. સમકિત વિના તે ભવમાં પણ નિશ્ચિતપણે મુક્તિ નથી ...૭૫
યુગલિક મનુષ્ય મૃત્યુ પામી દેવપણે ઉત્પન્ન થયો. દેવતાના સુખો ભોગવી આ ભવ પણ નકામો ગુમાવ્યો. વળી દેવભવમાં કોઈ પણ દેવને ક્ષાયિક સમકિત પ્રાપ્ત થતું નથી ...૭૬
ક્ષાયિક સમકિત શ્રેષ્ઠ છે. કલ્યાણકારી છે. તે પૂર્વભવનું હોય તો દેવતાના ભવમાં સંભવી શકે છે, પરંતુ ક્ષાયિક સમકિત તે ભવમાં કોઈ દેવને નવું પ્રાપ્ત થતું નથી ...૭૭
તિર્યંચ, નારક અને યુગલિક મનુષ્યમાં ક્ષાયિક સમકિત છે, પરંતુ તે પૂર્વભવનું હોય તો (ઉપરોક્ત ગતિમાં) સંભવી શકે, પરંતુ આ ગતિઓમાં નવું ક્ષાયિક સમકિત નિશ્ચયથી પ્રાપ્ત થતું નથી ...૭૮
ઉપરોક્ત દુહામાં કવિએ રાસકૃતિમાં સુંદર વળાંક લીધો છે. અત્યાર સુધી સમ્યક્ત્વની અપ્રાપ્તિ દર્શાવી હવે કવિ ગાથા ૭૩ થી ૭૮ માં ક્ષાયિક સમ્યક્ત્વની અપ્રાપ્તિ દર્શાવે છે કારણકે ક્ષાયિક સમ્યક્ત્વ એ શ્રેષ્ઠ કોટિનું સમ્યક્ત્વ છે. વળી તે આત્માનો પરમ મિત્ર છે. એકવાર ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી તે એક